________________
વાઈ, આંચકી, ખેંચ (એપિલેપ્સી)
૪૫
ખેંચ વધતી તો નથી ને ? મગજમાં કોઈ પ્રકારની ગાંઠ, જન્મજાત ખોડ કે એવી કોઈ ગરબડ તો નથી ને ? જરૂર પડ્યે વિશિષ્ટ પ્રકારનાં ઈ.ઈ.જી., વીડિયો ઈ.ઈ.જી., ડેપ્થ ઇલેક્ટ્રોડથી ઈ.ઈ.જી., સ્પેક્ટસ્ટડી અને 3-ડી અથવા એફ. એમ.આર.આઈ. કરાવવા પડે છે.
ઉપરનાં કારણોની યોગ્ય સંભાળ લેવાઈ ગઈ હોય અને તે કારણો તો નથી જ તેની ચોકસાઈ થઈ જાય તે આ તબક્કે અતિ મહત્ત્વનું છે, કેમ કે આ કારણો મહદંશે નિવારી શકાય તેમ હોઈ ખેંચનું સુયોગ્ય નિયમન આવી જાય. આમ કર્યા છતાં અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળનો બે અલગ-અલગ મુખ્ય દવાઓ (મોનોથેરપી)નો પ્રત્યેક ૬ મહિનાનો યોગ્ય ડોઝનો કોર્સ તથા ઓછામાં ઓછું એક સંયોજનયુક્ત દવાઓ (પૉલીથેરપી)નો ૬ મહિનાનો કોર્સ (જરૂર પડ્યે આવા બે કોર્સ) અજમાવી જોવા છતાં જો દર મહિને એકથી બે ખેંચ બે વર્ષ સુધી આવ્યા જ કરે તો તેને અનિયંત્રિત ખેંચ' કહેવી જોઈએ તેવો એક સામાન્ય મત છે, જોકે આ વ્યાખ્યા દરેક દર્દી માટે અલગ હોવી જોઈએ. (કોઈ કોઈ કૅસમાં જનીનની વિકૃતિ જવાબદાર હોઈ શકે).
દર્દીનાં સામાજિક, આર્થિક તથા રોજગારીનાં પરિબળો તથા દર્દીની ઉંમર, તેનાં માનસિક અને શારીરિક લક્ષણો અથવા મર્યાદાઓને લક્ષ્યમાં લીધા પછી જ આ દર્દી ‘“અનિયંત્રિત ખેંચ’’ (Refractory Epilepsy)થી પીડાય છે તેવું નિદાન કરી શકાય. ખેંચના તમામ દર્દીઓમાં આશરે ૧૫થી ૨૨ ટકા દર્દીઓ આવા હોય છે. આવા દર્દીઓ માટે નીચેનાં પગલાં - (steps) લઈ શકાય :
(A) નવી દવાઓ અજમાવી શકાય. નિષ્ણાત ડૉક્ટર સામાન્યતઃ મુખ્ય દવાઓ ઉપરાંત વિશેષ દવા તરીકે (Add-on drug) સેકન્ડ અથવા થર્ડ જનરેશનની દવા યોગ્ય પ્રકારની ખેંચમાં વાપરતા હોય છે. ક્વચિત્ નવી દવાને મુખ્ય દવા (First-line drug) તરીકે પણ વાપરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org