________________
૧૬
કાલલોક ક્ષય કરે, ત્યારે દેવેન્દ્રો તથા રાજા વિગેરે ખેદ વ્યક્ત કરીને જે વિલાપ કરે છે, તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યાર પછી ઇન્દ્ર મહારાજા, તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંત તથા મુનિ ભગવંતોની ચિતા કેવી રીતે બનાવે, તેનું વર્ણન છે.
કયા દેવોનું આ અંગે શું કામ હોય ? તે બતાવીને પછી છેલ્લે જ્યારે બધું શાંત થાય ત્યારે પરમાત્માની દાઢાઓને ઇન્દ્રાદિ દેવો લઈ જાય તથા ત્યાં કેવી રીતે રાખે-પૂજે, વિગેરે વર્ણન છે.
પ્રમાણે અનંતગણવાળા એવા તીર્થંકર પરમાત્મા અંગેનું વર્ણન જે આગમોના અર્કરૂપ છે તે બતાવીને ૧૧૦૦ શ્લોકનો આ વિશાળ સર્ગ પૂર્ણ કરેલ છે.
જે સર્ગ - ૩૧મો ત્રીસમાં સર્ગમાં તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ કહ્યું. જયારે આ સર્ગમાં ચક્રવર્તી સંબંધી વર્ણન છે. તેમાં સૌ પ્રથમ ચક્રવર્તીપણું કયા કર્મના ઉદયથી આવે તેનું વર્ણન કરેલ છે. ત્યારબાદ ચક્રીનો જીવ કઈ ગતિમાંથી આવે તેના મતાંતરોપૂર્વક ખુલાસાઓ છે.
ચક્રવર્તીનું ઉચ્ચકુળમાં આવવું, માતાને સ્વપ્ન, જન્મ, લાલન પાલન-કળાપ્રાપ્તિ–આ રીતે ટૂંક વર્ણન કરીને રાજ્ય પ્રાપ્તિની સાથો સાથ રાજાના ૩૬ ગુણોના નામ પણ બતાવેલ છે.
ત્યારપછી ચક્રરત્નની ઉત્પત્તિ, તે અંગેની વિધિ તથા અઢાર શ્રેણિઓને બોલાવવી, તે અઢાર શ્રેણિઓ કઈ કઈ, તેના નામો વિગેરેનું વર્ણન છે. ત્યાર પછી સેના સહિત ષટું ખંડને જીતવા માટે માગધ તરફ પ્રયાણનું વર્ણન છે.
છાવણીનો વિસ્તાર, વાર્ધકીરત્નના કાર્યો, ચક્રી દ્વારા માગધ તીર્થને સાધવા માટે અઠમસહિત પૌષધવ્રત-તેમાં અપવાદ વિગેરે બતાવેલ છે.
માગધાધિપતિને વશ કરવા માટેની વિધિ, માગધાધિપતિનું આવવું, કિંકરપણું સ્વીકારવું, ત્યાંથી ચક્રી સ્વસ્થાને આવી અષ્ટાદ્વિકોત્સવ કરવો, અને આગળ વરદામ તરફ પ્રયાણ કરવું, તે અંગે વર્ણન છે.
ત્યાર પછી વરદામ તીર્થાધિપતિને વશ કરવાનું કાર્ય કરી ત્યાંથી પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ અને તેને વશ કરીને સિંધુદેવી-વૈતાયાદિના અધિષ્ઠાયકોને વશ કરીને તમિસ્રાગુફા પાસે આવે, ત્યાં સુધી વર્ણન છે.
તમિસ્રાગુફાના અધિષ્ઠાયકની સેનાપતિ દ્વારા આરાધના અને ત્યાંથી સિંહલયવનદ્વીપ-આદિ અનેક દેશોને જીતીને પાછા ચક્રી પાસે આવે અને નિવેદન કરે ત્યાં સુધી વિસ્તારથી વર્ણન છે.
તમિસ્રાગુફાના દ્વાર ઉઘાડવા માટે સેનાપતિનું પ્રમાણ અને ત્યાં દંડરત્ન દ્વારા દ્વારને ઉધાડે અને તે દરવાજો ઉઘડે, ત્યારપછી ચક્રીને જાણ કરે, ત્યાં સુધીનું વર્ણન છે.
ત્યાર પછી ગુફામાં પ્રવેશ, તેમાં મંડલોનું આલેખન વિગેરે તથા નિમગ્નજલા, ઉન્મગ્નજલા નદીનું ઉતરવું. ત્યાંથી આગળ પ્રયાણ તથા વચ્ચે આવતા દેશોને વશ કરતા ચકી આગળ વધે તેમાં વચ્ચે સેનાપતિની યુદ્ધકુશળતાનું વર્ણન છે,
ગ્લેચ્છો દ્વારા થતા ઉપદ્રવો, તેનું નિવારણ વગેરે છેવટે શરણનો સ્વીકાર, ત્યારપછી સેનાપતિને સિંધુ નિષ્ફટને સાધવા માટે આજ્ઞા, ત્યાં જઈને, જીતીને પાછા આવે, ત્યારપછી લઘુ હિમવાનું પર્વત તરફ પ્રયાણ, ત્યાંના અધિષ્ઠાયક દેવને બાણના પ્રક્ષેપન દ્વારા યાદ કરાવે, અને તે આવીને ચક્રીનું શરણ સ્વીકારે.
ત્યાંથી ઋષભકૂટ પાસે આવે, ત્યાં કાંકિણીરત્નથી પોતાનું નામ કેવી રીતે લખે ? તેની પૂરી વિગત બતાવેલ છે. ત્યાંથી પાછા વૈતાઢ્ય તરફ ફરે. અને ત્યાં વિદ્યાધરો આવીને ચક્રીને સ્ત્રીરત્નનું ભેટ કરે. ત્યાંથી ગંગાદેવીના ગૃહ તરફ ચાલે અને ત્યાંથી ખંડપ્રપાતા ગુફા પાસે આવે, તેને પણ તમિસ્રાની જેમ જ વિધિપૂર્વક આરાધીને પ્રવેશ કરે અને સામે પાર આવે ત્યાં સુધીનું સર્વ વર્ણન ટૂંકમાં જણાવેલ છે.
હવે જ્યારે ચક્રા, ગંગાના પશ્ચિમ કિનારે લશ્કરનો પડાવ હોય, ત્યારે ત્યાં નવનિધાનનું સ્મરણ કરે. તેના દ્વારા તેના અધિષ્ઠાયકો આવીને સેવકપણું સ્વીકારે વિગેરે હકીકત છે.
ત્યાંથી સેનાપતિ દક્ષિણ ભરતાર્ધના ગંગા નિકૂટને સાધીને આવે અને ત્યાંથી ૬ ખંડને સાધીને ચક્રી કૃતકૃત્ય થયો છતો પોતાની રાજધાની તરફ ચાલે, ત્યારે તે કેવા આડંબરપુર્વક આવે છે, તેનું વર્ણન છે. ત્યાં આવ્યા
કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org