________________
૧૪
કાલલોક દીક્ષા લે, તેમનું પણ ટૂંક વર્ણન છે. તીર્થંકર પરમાત્મા તથા અન્ય સર્વેના લોચ પછી તે વાળનું શું ? તેની વિગત પણ આ સ્થળે બતાવી છે.
ત્યાર બાદ ઇન્દ્ર મહારાજા દ્વારા દેવદૂષ્ય આપવું અને ભગવાન સ્વયંવ્રત સ્વીકાર કરતાં સૂત્રનો ઉચ્ચાર આદિ કરવું, તેમાં “ભંતે' શબ્દ કેમ ન બોલે ? તેનો ખલાસો કરેલ છે.
આ રીતે પરમાત્મા આ સૂત્ર ઉચ્ચરે, તે સાથે જ ચોથું મન: પર્યવજ્ઞાન પ્રાપ્ત થાય છે તથા ત્યાર પછી વિહાર અને તે દિવસથી જ કેવી રીતે સમતામાં રમે, સમત્વભાવને તે જ દિવસથી અસ્થિમજ્જાવત્ બનાવે, તેમાં મનને કેવું રાખે, તેનું વર્ણન છે. અને એ રીતે પરમાત્માના ગુણોનું પણ વર્ણન થઈ જાય છે. - દીક્ષા દિવસે જે તપ કર્યો હોય, તેનું પ્રથમ પારણું થાય એટલે પારણાનો લાભ જે ભાગ્યશાળીને સ્વાભાવિક મળે, તેને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થાય, તે નામોનો ટૂંક વિવરણપૂર્વક ઉલ્લેખ છે.
પરમાત્મા જે બાવીસ પરિષહોને સહન કરે, તેના નામ અને તે પરિષહ કઈ કઈ કર્મ પ્રકૃતિના ઉદયથી થાય, તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તથા કેટલા પરિષહ સમકાળે હોય અને કયા કારણથી ? તે હેતુપૂર્વક વર્ણન કરેલ છે. તે માટે શંકા થતાં તેના ખુલાસા વિસ્તારથી કરેલ છે.
ત્યાર બાદ ઉપસર્ગોનું વર્ણન છે, તે ઉપસર્ગ ચાર પ્રકારના થાય અને તે દરેકના ચાર-ચાર પ્રકાર એમ ૧૬ પ્રકારે ઉપસર્ગ કોણ કરે અને પરમાત્મા કેવી રીતે સહન કરે ? તેનું વર્ણન કરેલ છે. આ રીતે પરિષહ અને ઉપસર્ગ સહન કરતાં પરમાત્મા કર્મોનો ક્ષય કરે છે. તે કયા ક્રમથી શરૂ થાય છે, તે બતાવતાં ધ્યાનના ચાર પ્રકારનું વર્ણન છે.
ધ્યાન એટલે શું ? ધ્યાનની સ્થિરતાનો સમય શું ? તે અંગે મતાંતર અને ધ્યાન અંગે જુદી જુદી રીતે ખુલાસા કરેલ છે. ધ્યાનથી થતા લાભ, કેવા સ્થાને ધ્યાન કરવું, તેમાં પણ સ્થિર મનવાળા માટે અમુક અપવાદ વિગેરે બતાવેલા
છે.
૩૦ શ્લોકમાં ધ્યાન અંગે જુદી જુદી રીતે સમજણ આપીને પછી આર્તધ્યાનનું વર્ણન કરેલ છે. તેના ભેદ પાડીને ભેદોનું પણ વર્ણન કરેલ છે. ત્યાર પછી રૌદ્રધ્યાનનું સ્વરૂપ બતાવેલ છે. રૌદ્રધ્યાન કેવી રીતે બને છે ? તે અંગેનું વર્ણન છે અને તે દૃષ્ટાંતપૂર્વક બતાવેલ છે. - ત્યાર બાદ ધર્મધ્યાનનું સ્વરૂપ કહેલ છે. તેના ભેદો અને ક્રમશઃ કેવી રીતે આગળ વધાય, તે તથા તે ધ્યાનના ચિન્હ શું ? તથા ધર્મધ્યાનનાં ચાર આલંબનનું વિસ્તારથી સરલ ગ્લોકોમાં વર્ણન કરેલ છે. અને છેલ્લા આલંબન અનુપ્રેક્ષાનું તો ખૂબ જ સુંદર ઉપયોગી માર્ગદર્શન આપીને આત્માને ભાવિત રાખવા માટે એક ચાવી આપી હોય તેમજ લાગે છે.
હવે ચોથા અને છેલ્લા શુક્લધ્યાનનું સ્વરૂપ બતાવેલ છે. આ ધ્યાન અતિ સૂક્ષ્મ છે. અને તેને સમજાવવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ખૂબ મહેનત લઈને સરળતાપૂર્વક સમજાવવા પ્રયત્ન કરેલ છે.
શક્ત ધ્યાનના ચાર આલંબનોનું પણ વિસ્તારથી વર્ણન કરેલ છે. આ શુકલ ધ્યાનના વર્ણનમાં છેલ્લે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે ? કયા ક્રમથી થાય છે ? તે બતાવેલ છે. આ રીતે કેવળજ્ઞાન થાય એટલે તરત જ દેવો અને ઇન્દ્રો સમવસરણની રચના કરે તેનું વર્ણન છે.
ખરેખર ! ઉપાધ્યાયજી મહારાજે સમગ્ર લોકપ્રકાશ ગ્રંથનું જે રીતે સંકલન કર્યું છે તે જોતાં તથા ક્રમે ક્રમે વિષયને પકડીને તેની સાથે તેને અનુસરતા જે રીતે આગળ વધ્યા છે, તે જોતાં વાંચતાં વિચારતાં વારંવાર અહોભાવ થયા વિના રહેતો નથી કે આ મહાપુરુષ પાસે જ્ઞાન સાથે અનુભવ અને ધારણાશક્તિ પણ કેવી અજબ કોટીની હશે કે જેથી એક જ ગ્રંથમાં મોટા મોટા આગમોનો સાર આપીને બાળજીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે.
હવે સમવસરણનું વર્ણન કરે છે–તેમાં સર્વપ્રથમ ભૂમિશુદ્ધિ, જલસિંચન, પુષ્પવૃષ્ટિ, મણિપીઠની રચના, પ્રથમ ગઢની વિશિષ્ટ કાંગરાઆદિ યુક્ત રચના, તેના રક્ષક પ્રતિહારી દેવ-એ ગઢ ઉપર રહેવાના અધિકારી વિગેરેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org