________________
મહાભ્યનું વર્ણન લખ્યું. નાના સુવાચ્ય અક્ષરોમાં ય સ્મરણ વગેરે લખ્યા. વિભિન્ન રીતે નમસ્કારમહામંત્રનું આલેખન કર્યું.
પંડિતજી કપૂરચંદભાઈએ અનેક સ્તવનો, પદો, સક્ઝાયો, ઢાળ, પ્રચલિત કાવ્યોના (ગીતોના) અર્થો લખ્યા. તેની નોટો પોતે જ અમને સોંપતા ગયા હતા. સમયે પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેમની હાજરીમાં તે કાર્ય શક્ય ન બન્યું. સારો એવો વિલંબ થયો. અમારા આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજી વારંવાર ટકોર કરતા પંડિતજીની નોટો અંગે કઈક કરો. છેવટે આચાર્યશ્રીએ જ બધી નોટો ભેગી કરી, યોગ્ય વિષય મુજબ વિભાગ કરી, પંડિતજીનું નામ જોડાય તેવી સદ્ભાવનાથી તે તે વિભાગને ‘કર્પર' નામ જોડી કપૂર સુવાસ વગેરે નામ રાખી આઠ વિભાગ કર્યા. જગદીશ-યોગેશ ટાઇપ સેટીંગ કર્યું. સહવર્તી સાધુ ભગવંતોએ સમયાનુસાર સહકાર આપ્યો. રાજારામ-શાંતારામ-દિલિપ વગેરેએ યથાયોગ મહેનત કરી. ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈમહેંદ્રભાઈ વગેરે સારું મુદ્રણ કાર્ય કર્યું. તે તે સંઘો તથા શ્રાવકોએ આર્થિક સહકાર આપ્યો.
પંડિતજીએ સ્તવનો, પદો, સક્ઝાયો આદિના અર્થ-ભાવાર્થ લખવામાં સારી એવી મહેનત ઉઠાવી છે. વાચક-જિજ્ઞાસુઓને એમાંથી ઘણું-ઘણું જાણવા મળશે. અમો એવી આશા રાખીએ કે શ્રદ્ધાળુ જીવો બધા ભાગોનું સારી રીતે વાંચન કરી પં. કપૂરચંદભાઇની મહેનત સફળ કરવા સાથે પરમ શાંતિની અનુભૂતિની સાથે શાશ્વત સુખના ભાગી બને તેવી અભ્યર્થના. શ્રી અશોકચંદ્રસૂરિ આરાધના ભવન
લિ. વિ. સં. ૨૦૬૮, મહા વદ-૭
અશોકદાદા’ ચરણકિંકર બોરસદ
સોમચંદ્ર વિ.