________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
૩૯ પઇચ્છારીધન તપ મનોહાર, જપ ઉત્તમ જગમેં પરનવકાર; સંજમ પરુઆતમથિરતાભાવ, ભવસાયર. તરવાકો નાવ; ૧૫ છતી શક્તિ ૫૪ગોપવે તે ચોર, પશિવસાધક તે સાધ કિશોર; અતિ દુર્જય મનકી પગતિ જોય, અતિકપટ પનારીમેં હોય. ૧૬ નીચ સોઈ પરદ્રોહ વિચારે, ઉંચ પુરુષ પરવિકથા નિવારે; ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શોક હૃદયે નવિ આણે. ૧૭
અતિ પ્રચંડ અગ્નિ હે ક્રોધ, દુર્દમ માન મતંગ જ જોધ; વિષવલ્લી માયા જગમાંહી, જલોભ સમો સાયર કો નાહિ. ૧૮ નીચસંગથી ડરીયે ભાય, મળીએ સદા અસંતકું જાય; સાધુસંગ ગુણવૃદ્ધિ થાય, નારીકી સંગત પત જાય. ૧૯
૫૧ ઇચ્છાનો રોધ કરવો, તે સુંદર તપ છે. પ૨ જગતમાં ઉત્તમ જપ નવકાર મંત્ર છે. પ૩ આત્માનો સ્થિરભાવ, તે સંયમ છે. જે સંસારસમુદ્રને તરવા નાવ સમાન છે. ૧૫
૫૪ જે છતી શક્તિને ગોપવે છે, તે ચોર છે. ૫૫ જે જીવ મોક્ષની સાધના કરે છે, તે સાધુ છે. પ૬ મનની ગતિ, તે અત્યંત દુર્જય છે. પ૭ સ્ત્રીમાં અતિકપટ હોય છે. ૧૬
૫૮ જે પારકાનો દ્રોહ કરવાની વિચારણા કરે છે, તે નીચ છે. ૫૯ જે પારકાની વિકથાને નિવારે છે-દૂર કરે છે, તે ઉચ્ચ પુરુષ છે. ૬૦ જે સોનાને કીચડ સમાન માને છે, અને હૃદયમાં હર્ષ કે શોક લાવતો નથી, તે ઉત્તમ પુરુષ છે. ૧૭
- ૬૧ અતિ પ્રચંડ અગ્નિ ક્રોધ છે. ૬૨ માન યોદ્ધો દુર્દમ હાથી સમાન છે. ૬૩ જગતમાં માયા એ વિષવેલ છે. ૬૪ લોભ સમાન કોઈ સમુદ્ર નથી. ૧૮
૬૫ હે ભાઈ ! નીચના સંગથી ડરીએ. ૬૬ હંમેશાં સંતપુરુષ પાસે જઈને મળીએ. ૬૭ સાધુનો સંગ કરવાથી ગુણોની વૃદ્ધિ થાય. ૬૮ સ્ત્રીનો સંગ કરવાથી આબરૂ જાય. ૧૯ મહેક-૭/૪