________________
૬૮
કપૂર મહેક-૭ પંચમ ગતિ વિણ જીવકું સુખતિહું લોકમઝાર; ચિદાનંદ નવિ જાણજો, એ મોટો નિરધાર. ૨૪ ઈમ વિચાર હિરદે કરત, જ્ઞાન ધ્યાન રસલીન; નિરવિકલ્પ રસ અનુભવી, વિકલ્પતા હોય છિન. ૨૫ નિરવિકલ્પ ઉપયોગમેં, હોય સમાધિરૂપ; અચલજ્યોતિ ઝલકે તિહાં, પાવે દરસ અનૂપ. ૨૬ દેખ દરસ અભુત મહા, કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાનયોગ ઉત્તમ દિશા, સરુ દીએ બતાય. ૨૭ જ્ઞાનાલંબન દૃઢગ્રહી, નિરાલંબતા ભાવ; ચિદાનંદ' નિત આદરો, એહિ જ મોક્ષ ઉપાવ. ૨૮
પાંચમી ગતિ-મોક્ષ સિવાય જીવને ત્રણેય લોકની અંદર સુખ નથી' હે ચિદાનંદ ! આત્મા ! આ મોટો નિર્ધાર-નિશ્ચય જાણજો. ૨૪
આ રીતે હૃદયની અંદર વિચાર કરતાં આત્મા જ્ઞાન અને ધ્યાનના રસમાં લીન થાય છે, જ્યારે નિર્વિકલ્પદશાના રસનો અનુભવી થાય છે, ત્યારે વિકલ્પપણું નાશ પામે છે. ૨૫
આ જીવ નિર્વિકલ્પ ઉપયોગમાં સમાધિરૂપ થાય છે, ત્યારે આત્મામાંથી અચલ જ્યોતિ પ્રગટ થાય છે, અને અનુપમ આત્માદર્શન પ્રાપ્ત કરે છે. ૨૬
આવું અદ્ભુત આત્મદર્શન થવાથી મહાકાલ-મરણનો ત્રાસ મટી જાય છે. જ્ઞાનયોગ એ ઉત્તમ દિશા છે, અને સદ્ગુરુ એ જ્ઞાનયોગ બતાવે છે, ૨૭
દઢપણે જ્ઞાનનું આલંબન લઈ જીવ નિરાલંબન ભાવ પામે છે, હે ચિદાનંદ ! આત્મા ! એ જ્ઞાનરૂપ આલંબનનો હંમેશાં આદર કરો, મોક્ષનો સાચો ઉપાય એ જ છે. ૨૮