Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 112
________________ દયા છત્રીશી-સાર્થ ૯૭ વિણ દીવું અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે. કવિઓ૦ ૪ વરસે અગ્ની ને પાણી દીપે, કાયર સુભટ તણા મદ જીપે. કવિઓ૦ ૫ તે બેટીએ બાપ નિપાયો, તેણે તાસ જમાઈ જાયો, કહિયો) ૬ મેહ વરસતાં બહુ રજ ઉડે, લોહ તરે ને તરણું બુડે. કહિયો) ૭ દયારૂપી ધર્મ પ્રાપ્ત થાય ત્યારે વગર દવાએ અવિરતિ રૂપી અંધકાર દૂર કરવા માટે સંવરરૂપી અજવાળું થાય. વિરતિરૂપી કીડીના દરમાં સંયમરૂપી હાથી જાય છે-પ્રવેશ કરે છે. ૪ કર્મરૂપી અગ્નિ વરસે વરસવા માંડે-ઓછા થાય, તેથી ક્ષમારૂપી પાણી દીપે-અજવાળું કરે. સંસારથી કાયર એવા પુરુષો કર્મરૂપી સુભટોના અભિમાનને જીતે છે. (અથવા સંસારથી કાયર પુરુષોના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મદ નાસવા લાગે છે.) ૫ તે દયારૂપી પુત્રીથી શુભ ધ્યાનરૂપી પિતા ઉત્પન્ન થાય છે, એ ધ્યાનથી જ્ઞાનરૂપી જમાઈનો જન્મ થાય છે. ૬ જ્ઞાનરૂપી મેઘ વરસવાથી અજ્ઞાનરૂપી રજ અથવા કર્મરૂપી રજ ઊડી જાય છે-જતી રહે છે-નાશ પામે છે. (લોહ તરે-) કર્મથી ભારે એવા જીવ તરે-અધર ને અધર રહેતેને જ્ઞાનનો સ્પર્શ થાય જ નહિ (તરણું બૂડે-) તરણા જેવા હળુકર્મી જીવો એ જ્ઞાનમાં બૂડે છે-લીન થાય છે. ૭

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116