Page #1
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેંક
': ભાવાનુવાદ : પંડિતવર્ય શ્રી કપૂરચંદ વારૈયા - પાલિતાણા
Page #2
--------------------------------------------------------------------------
________________
| || શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમઃ | | શાસનસમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય
અશોકચંદ્રસૂરિસગુરુભ્યો નમઃ ||
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી - ૪૯
8મક-(s
• સવૈયા • પ્રસ્નોત્તરરત્નમાળા ૦ પરમાત્મ છત્રીશી, ૦ અધ્યાત્મ બાવની દયા છત્રીશી ૦ યતિધર્મ બત્રીશી - હરિઆળી
• દિવ્ય આશીર્વાદ ૦ શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ પટ્ટ.
જિનશાસન શણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.
સૂરિમંત્ર સમારાધક પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા.
૦ માર્ગદર્શન–આશીર્વાદ ૦
વિદ્વદ્વર્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ. સા.
- સંપાદક ૦
પ.પૂ. આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજી મ.સા.
પ્રકાશક
શ્રી રાંદેર રોડ જૈન સંઘ - સુરત
Page #3
--------------------------------------------------------------------------
________________
1 / 80 2 )
૦ પ્રકાશક ૦
શ્રી રાંદેર રોડ જૈન સંઘ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ફોન : ૦૨૬૧-૨૭૮૭૪૮૮
(પ્રાપ્તિસ્થાન)
• શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર
મેઈન રોડ, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧. ૧ - અશ્વિનભાઈ સંઘવી - મો. : ૯૮૭૯૫૧૬૪૪૨ ૨ – નિલેશભાઈ સંઘવી - મો. : ૯૮૨૫૨૫૭૭૮૯ શ્રી રાંદેર રોડ જૈન સંઘ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯ ફોન : ૦૨૬૧-૨૭૮૭૪૮૮ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦. ફોન : ૦૨૮૪૮-૨૫૨૪૯૨ ભરત ગ્રાફિક્સ ૭, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬
• વીર સંવત - ૨૫૩૮ • વિક્રમ સંવત - ૨૦૬૮
ઈસ્વીસન્ – ૨૦૧૨
• નેમિ સંવત - ૬૮ ૦ આવૃત્તિ – પ્રથમ • પ્રત – પ૦૦
( કિંમત : રૂા. ૦૫-૦૦ ) (સેટ (ભાગ ૧ થી ૮) : રૂા. ૧૦૦૦-૦૦)
મુદ્રક: ભરત ગ્રાફિક્સ ૭, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
Ph. : 079-22134176, M: 9925020106 E-mail : bharatgraphics1@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Do CD).
હs %
RQrlis
શાસનસમ્રાટુ પ.પૂ. આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.
20
_6 વOS, ૨૪
POGOSCO
Deતુર
S
વાત્સલ્યવારિધિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા.
પ્રાકૃતવિશારદ પ.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.
Page #5
--------------------------------------------------------------------------
________________
૬)
જિનશાસનશણગાર પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચન્દ્રોદયસૂરીશ્વરજી મ. સા.
વ્યાં
છે
DRORRO
રી
ળિયુ
સૂરિમંત્રસમારાધક પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.
Boccaco
કે)
પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
Page #6
--------------------------------------------------------------------------
________________
પુણ્ય સ્મરણ
UR
પૂજ્ય પિતાશ્રી
પૂજ્ય માતુશ્રી કપુરચંદ રણછોડદાસ વારૈયા
જીવીબેન કપુરચંદ વારૈયા પાલીતાણા
પાલીતાણા - પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને આજીવન સભ્યજ્ઞાન પીરસી જીવન સફળ કર્યું, તેવા જ્ઞાનદાતા પૂજ્ય પિતાશ્રી (પૂ. કપૂરચંદજી રણછોડદાસ વારૈયા,
જન્મદાત્રી-સરકારદાત્રી પૂજ્ય માતુશ્રી (પૂ. જીવીબેન કપુરચંદજી વારૈયા),
સ્નેહદાતા પૂ. ભાઈ (સ્વ. છબીલભાઈ), મમતાદાત્રી પૂ. બેન (ચંદ્રિકા રજનીકાંત)
પુત્રીઓ પ્રવીણા નવનીતકુમાર મીતા જયેશકુમાર ઉષા અનંતરાય આરતી યંતકુમાર કીર્તિ તુષારકુમાર લતા રાજેશકુમાર નયના હરેશકુમાર આદિ પરિવાર
Page #7
--------------------------------------------------------------------------
________________
લાભાર્થી || Labharthi....
•
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
-
રવિ
તે
રીત
જિનશાસનશણગાર પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્રસમારાધક પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો ગુરુગુણાનુરાગી ભક્ત પરિવાર Comogenemocare conference pour le corps eigenen
પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઈ પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઈ ‘શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામહેસાણા'માં દ્રવ્યાનુયોગ, સંસ્કૃત, પ્રાકૃત આદિનો અભ્યાસ કરી મહેસાણા સંસ્થા સંચાલિત શ્રી સૂક્ષ્મતત્ત્વબોધ જૈન પાઠશાળા-પાલિતાણામાં અધ્યાપક તરીકે વિ.સં. ૨૦00 થી વિ.સં. ૨૦૪૯ સુધી રહ્યા.
વિશેષત : પૂ. સાધુ ભગવંતો, પૂ. સાધ્વીજી મ.સાહેબો તથા મુમુક્ષુઓને પાંચથી છ કલાક વિવિધ ગ્રન્થોનો અભ્યાસ કરાવતા.
- પંડિતશ્રીનો ક્ષયોપશમ ઘણો સારો હતો, અનુભવ પણ ગજબનો હતો. ભણાવવા સિવાયના સમયમાં પ્રુફસંશોધન, પ્રાચીન સ્તવનો, સઝાયો, સ્તુતિઓ, પદો વગેરેના અર્થ તથા કર્મસાહિત્ય સંબંધમાં લખાણ કરી ઘણી સંખ્યામાં નોટબુકો તૈયાર કરી હતી. તેમની પાસેથી પૂ.આ.ભ. શ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબને જે નોટો મળી તે કપૂર સુવાસ, કર્પર સુગંધ, કર્પર પરાગ આદિ આઠ વિભાગમાં સંકલિત કરી પુસ્તકરૂપે પૂ.આ.ભ. શ્રીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ છે.
મહેસાણા સંસ્થા તરફથી શ્રી શત્રુંજયમહાતીર્થ-પાલિતાણા નવટુંકમાં ફુલ, ધૂપ પહોંચાડવાની વ્યવસ્થા તથા પાલિતાણામાં બિરાજમાન પૂ. સાધુભગવંતો તથા પૂ. સાધ્વીજી મ.સાહેબોના આરોગ્ય સંબંધમાં વૈદરાજની વ્યવસ્થા રાખવામાં આવેલી તે ઉપર સંપૂર્ણ દેખરેખ શ્રી કપૂરચંદભાઈની રહેતી.
શ્રી શત્રુંજયમહાતીર્થ-પાલિતાણાની પાવનભૂમિ પર પધારતા પૂ. ગુરુભગવંતો પૂ. સાધ્વીજી મ.સાહેબો તથા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓના સંપર્કમાં પંડિતજીને આવવાનું થયું. જેથી તેઓશ્રીને ઓળખનાર વર્ગ મોટો હતો. નિઃસ્વાર્થભાવે સંસ્થામાં રહી સેવા કરવા સાથે પ્રમાણિકતા, મિલનસાર સ્વભાવ, બીજા પાસેથી મીઠાશપૂર્વક કામ કરાવવાની આવડત, દીર્ઘદૃષ્ટિ, સહનશીલતા આવા ગુણો શ્રી કપૂરચંદભાઈમાં હતા.
પંડિતજી ઉત્તરોત્તર જ્ઞાનયોગ અને ક્રિયાયોગની સાધનામાં આગળ વધે અને અંતે પરમપદના ભોક્તા બને એ જ પરિષદ્ પરિવારની શુભકામના.
શ્રી જૈનધર્મતત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ખુમચંદ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પૂર્વના મહાપુરુષો દ્વારા રચિત અને વિદ્વદ્વર્ય પંડિત શ્રી કપૂરચંદજી વારૈયા દ્વારા અનુવાદિત-ભાવાનુવાદિત એવા પ્રચલિતઅપ્રચલિત સ્તવનો-પદો-સઝાયો-આધ્યાત્મિક
પદો-સવૈયા-પ્રશ્નોત્તરરત્નમાળા-બાવની-છત્રીશીબત્રીશી-હરીયાળી-ભાવના ગીતો-જાણવા લાયક ખજાનો એટલે મઘમઘાયમાન થતો વિવિધતા ભર્યો હર્યોભર્યો સુંદર બગીચો એની સુવાસ એટલે જ
કર્પર સુવાસ ૧ કપૂર રાગ ૫ કપૂર સુગંધ ૨ કર્પર પરાગ ૭ કપૂર સુરભિ ૩ કર્પર મહેંક ૭.
કર્પર સૌરભ ૪ કર્પર ખુબુ ૮ શાસનસમ્રાટુ પ. પૂ. આચાર્ય વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. ના પટધર જિનશાસન શણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. તથા સૂરિમંત્ર સમારાધક પ. પૂ. આચાર્ય શ્રી | વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. આદિ પૂજ્યવરોની અસીમ દિવ્યકૃપા અમારા શ્રીસંઘ ઉપર વરસી રહી છે.
છે તે પુજ્યોના પરિવારના પ. પુ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના સંપૂર્ણ માર્ગદર્શનથી તેઓશ્રીના શિષ્યોપ્રશિષ્યો દ્વારા સંપાદિત-સંશોધિત ગ્રંથોની પ્રકાશનની જવાબદારી અમારો શ્રીસંઘ સંભાળી રહ્યો છે.
1 ઉપરોક્ત આઠ ય ભાગો પ. પૂ. આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજી મ. સા.એ સારી રીતે સંપાદન કર્યું અને તેને પ્રકાશન કરી શ્રીસંઘના કરકમલમાં અર્પતા અમો ઘણો જ આનંદ અનુભવી રહ્યા છે.
પુસ્તક પ્રકાશનમાં આર્થિક લાભ લેનાર તે તે પરિવારો-ભક્તજન પરિવારોને ધન્યવાદ છે કે પ્રાપ્ત કરેલી સુકૃતની લક્ષ્મી જ્ઞાનના માર્ગે વાપરી સફળ કરી છે.
મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સ-ભરતભાઈ-મહેન્દ્રભાઈ વગેરેએ સારો પરિશ્રમ ઉઠાવી સફળ કરેલ છે.
અંતમાં... કઠીન અને સરળ છતાં અર્થથી ગંભીર એવા મહાપુરુષોના અંતરના-અંદરના ઉંડાણભર્યા ભાવોને સમજવા માટે આવા અનુવાદો-ભાવાનુવાદોવાળા ગ્રંથોની-પુસ્તકોની આવશ્યકતા છે, તે ચિંતનમનન-વાંચન અને અભ્યાસ દ્વારા જરૂરથી ખ્યાલ આવશે.
લિ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
પંડિતવર્ય શ્રી કપૂરચંદજી વારૈયા દ્વારા અનુવાદિત-ભાવાનુવાદિત પ્રાચીન મહાપુરુષોના આંતરિક ભાવોને જાણવાનો-સમજવાનો યત્કિંચિત્ પ્રયાસ આપણા કરકમલમાં રહેલ ‘કપૂર સુવાસ' વગેરે આઠ ભાગો દ્વારા થયો, તે મારા માટે એક આનંદનો વિષય છે.
કોઈ પણ સ્તવન-પદ-સજ્ઝાય-આધ્યાત્મિકપદ-સવૈયા વગેરેને વારંવાર પ્રભુભક્તિ કે આધ્યાત્મિક ચિંતનના સ્તરમાં ગાવાથી-૨ટવાથીરીયાઝ કરવાથી એનો રસાસ્વાદ-ભાવ કંઈક ઓર જ હોય છે, પણ તે માટે તો તે તે શબ્દોના અર્થોનો ખ્યાલ-જાણકા૨ી હોય તો જ બની શકે છે, નહી તો નહી. તેની પૂર્તિ કંઈક અંશે પંડિતવર્યશ્રીએ અનુવાદભાવાનુવાદ કરવા દ્વારા કરી છે. તે આપણા માટે ગૌરવની વાત છે.
હજી પણ આવા, ઘણા સ્તવનો વગેરે છે, જે આવા પ્રયાસ કરવા દ્વારા સરળ કરવા જેવા છે.
દિવંગત પંડિતજીના આવા આશયોને પૂર્ણ કરવા તત્પર બનીએ એ જ અભ્યર્થના.
- શ્રીચંદ્રસૂરિ
Page #10
--------------------------------------------------------------------------
________________
શુભ આશીર્વાદ
શ્રાદ્ધરળ શિકાર્ય પંડિતજી શ્રી કપુરચંદભાઈ રણછોડદાસ પારયા
મહેસાણા પાઠશાળમાં વર્ષો પૂર્વે જે પંડિતજીઓ તૈયાર થઇ જિનશાસનનું નામ જગતમાં ઉજ્વલ કર્યું. તે હરોળની વિરલ વ્યક્તિ એટલે શ્રાદ્ધરત્ન વિદ્વર્ય પંડિતજી શ્રી કપૂરચંદભાઈ રણછોડદાસ વારૈયા.
જ્ઞાનનો, જાણકારીનો, અનુભૂતિનો ખજાનો. અભ્યાસ કરાવવામાં ક્યારેય આળસ-પ્રમાદ નહિ. પાલીતાણા તીર્થભૂમિમાં - જૈન શ્રેયસ્કર પાઠશાળામાં, તેમજ વિવિધ સ્થાનોમાં તેમની પાસે અભ્યાસ કરી અનેક પૂ. સાધુ-સાધ્વીજી મ. તૈયાર થયા છે. અમોએ અને અમારા સાધુઓએ પણ ૩૦ વર્ષ પહેલા તેમની પાસે પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથો-પ્રકરણ-સંસ્કૃત બુક વગેરેનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કરાવવાની એમની શક્તિ પ્રશસ્ય હતી. અધ્યયન-અધ્યાપન માટે તેમનો લગાવ અનેરો હતો, તે છેક સુધી જાળવી રાખ્યો. પાછલી અવસ્થામાં કોઈ સાથે મૂકી જાય-લઇ જાય, પરંતુ ભણાવવાનું ખરું જ. છેલ્લે તો શરીર સાથ ન આપતું તો ઘરે બેઠા-બેઠા પણ અભ્યાસ કરાવતા, પ્રશ્નોના સમાધાન આપતા, સચોટ જવાબો તેમની પાસેથી મળતા.
અધ્યાપન સાથે તેમની લેખનશક્તિ અજોડ હતી. મોતીના દાણા જેવા સુવાચ્ય અક્ષરો-જાણે ટાઇપીંગ કર્યા હોય તેવા લાગે. પાઠ ન હોય ત્યારે કંઇને કંઈ વિષય લઈ લખવાનું ચાલુ રાખતા. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના ભાષાંતર કર્યા. શત્રુંજયકલ્પવૃત્તિનો અનુવાદ કર્યો, શત્રુંજય
Page #11
--------------------------------------------------------------------------
________________
મહાભ્યનું વર્ણન લખ્યું. નાના સુવાચ્ય અક્ષરોમાં ય સ્મરણ વગેરે લખ્યા. વિભિન્ન રીતે નમસ્કારમહામંત્રનું આલેખન કર્યું.
પંડિતજી કપૂરચંદભાઈએ અનેક સ્તવનો, પદો, સક્ઝાયો, ઢાળ, પ્રચલિત કાવ્યોના (ગીતોના) અર્થો લખ્યા. તેની નોટો પોતે જ અમને સોંપતા ગયા હતા. સમયે પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેમની હાજરીમાં તે કાર્ય શક્ય ન બન્યું. સારો એવો વિલંબ થયો. અમારા આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસૂરિજી વારંવાર ટકોર કરતા પંડિતજીની નોટો અંગે કઈક કરો. છેવટે આચાર્યશ્રીએ જ બધી નોટો ભેગી કરી, યોગ્ય વિષય મુજબ વિભાગ કરી, પંડિતજીનું નામ જોડાય તેવી સદ્ભાવનાથી તે તે વિભાગને ‘કર્પર' નામ જોડી કપૂર સુવાસ વગેરે નામ રાખી આઠ વિભાગ કર્યા. જગદીશ-યોગેશ ટાઇપ સેટીંગ કર્યું. સહવર્તી સાધુ ભગવંતોએ સમયાનુસાર સહકાર આપ્યો. રાજારામ-શાંતારામ-દિલિપ વગેરેએ યથાયોગ મહેનત કરી. ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈમહેંદ્રભાઈ વગેરે સારું મુદ્રણ કાર્ય કર્યું. તે તે સંઘો તથા શ્રાવકોએ આર્થિક સહકાર આપ્યો.
પંડિતજીએ સ્તવનો, પદો, સક્ઝાયો આદિના અર્થ-ભાવાર્થ લખવામાં સારી એવી મહેનત ઉઠાવી છે. વાચક-જિજ્ઞાસુઓને એમાંથી ઘણું-ઘણું જાણવા મળશે. અમો એવી આશા રાખીએ કે શ્રદ્ધાળુ જીવો બધા ભાગોનું સારી રીતે વાંચન કરી પં. કપૂરચંદભાઇની મહેનત સફળ કરવા સાથે પરમ શાંતિની અનુભૂતિની સાથે શાશ્વત સુખના ભાગી બને તેવી અભ્યર્થના. શ્રી અશોકચંદ્રસૂરિ આરાધના ભવન
લિ. વિ. સં. ૨૦૬૮, મહા વદ-૭
અશોકદાદા’ ચરણકિંકર બોરસદ
સોમચંદ્ર વિ.
Page #12
--------------------------------------------------------------------------
________________
(पण्डितवर्य श्रीकपूरचंदजी कृत)
आत्मकथा-द्वात्रिंशिका श्रीमत्पार्श्वजिनं नत्वा, त्रापजग्राममण्डनम् । स्वकीयां हि कथां कुर्वे, केवलं स्मृतिहेतवे ।।१।। आत्मीयकथाकरणे, कश्चिद् दोषो न वर्तते । परकीयकथाकरणे, क्वचिद् दोषः प्रजायते ।।२।। त्रापजपुरके रम्ये, “वारै या”न्वयदीपकः । 'रणछोड' इति नामा, दयालस्य सुपुत्रकः ।।३।। तस्य भार्या हि सजाता, 'समरते'ति नामिका । आत्मधर्मरता नित्यं, लज्जादिगुणशालिनी ।।४।। तपोधर्मानुरक्ता या,_जिनधर्मपरायणा । सुतीर्थासेवने सक्ता, सामायिकव्रते रता ।।५।। तयोः पुत्रा हि चत्वारः, प्रथमोऽमरचन्द्रकः । द्वितीयो हि हठीचन्द्र-स्तृतीयो हेमचन्द्रकः ।।६।। चतुर्थस्तु हि कर्पूरः, सद्ज्ञानाध्ययने रतः । एवंविधैः सुतैर्युतौ, कालं गमयतः सदा ।।७।। पुत्र्यो जाताश्चतस्रो हि, प्रथमा 'प्रेमिका'ह्वया । द्वितीया 'रत्निका' नाम, ‘चम्पा'नाम्नी तृतीयका ।।८।। 'रंभा'नाम्नी चतुर्थी हि, सर्वा धर्मसमन्विताः । जिनधर्मरता नित्यं, प्रेमी-चम्पे दिवं गते ।।९।। व्यवहारिज्ञानं प्राप्य, कलिकातापुरीं गताः । धार्मिकाध्ययनं कर्तुं, महिशानां तु कर्पूरः ।।१०।। यशोविजयसंस्कृत-पाठशालास्थितस्तु यः । धर्मतत्त्वं पठितोऽभूत्, संस्कृतादिसमन्वितम् ।।११।। कलिकातापुरि सर्वे, भ्रातरः समवस्थिताः । वाणिज्यार्थं रता नित्यं, स्व-स्व-धर्मसमन्विताः ।।१२।।
Page #13
--------------------------------------------------------------------------
________________
ज्येष्ठामरस्य सुभार्या, ह्यनुपमेति नामिका द्वितीया हठीचन्द्रस्य, त्वजवालीसदाह्वया ।।१३।। तृतीया हेमचन्द्रस्य, शान्तेति नामिका स्मृता । चतुर्थी कर्पूरस्यास्ति, 'जीवी'ति नामधारिका ।।१४।। महायुद्धे हि सञ्जाते, सर्वे देशं समागताः 1 एकोनविंशतिशता-धिकेऽष्टनवते समे ।।१५।।
।
।।१७।।
I
।।१८।।
I
।।२०।।
माघशुक्ले षष्ठीदिने, 'जीवी' नाम्नीं तु कन्यकाम् । कर्पूरस्तु पर्यणयत्, पित्राग्रहवशंवदः ।।१६।। भावाभिधपुरे सर्वे, भ्रातरः समवस्थिताः कर्पूरोऽध्यापनार्थं तु, पादलिप्तपुरं गतः श्रेयस्करयुते जैने, मण्डले समवस्थितः सूक्ष्मतत्त्वप्रबोधिन्यां, शालायां ज्ञानपाठकः द्विसहस्रे समे जातः, कर्पूरस्य सुपुत्रकः I भाद्रशुक्लदशम्यां हि, छबीलेति सुनामकः ।।१९।। स्वल्पायुर्भोगं कृत्वा, पादलिप्ते दिवं गतः राधाकृष्णदशम्यां हि, एकाधिद्विसहस्रके ततः परं हि सञ्जाता, पुत्र्योऽष्टौ क्रमतः खलु । शान्तरससमापन्ना, गाम्भीर्यादिगुणान्विताः ।।२१।। प्रथमा प्रवीणानाम्नी, द्वितीया चन्द्रिका स्मृता । तृतीयोषाभिधाना हि चतुर्थी कीर्तिनामिका ।। २२ ।। पञ्चमी नयना रम्या, षष्ठी मीतेति नामिका । सप्तम्यारतिसन्नामा, लताऽष्टमी सदाह्वया ।। २३ ।। प्रवीणा परिणायिता, नवनीतकुमारकम् । त्रयः पुत्रास्तयोर्जाताः, प्रथमः केतनो मतः ।।२४।। द्वितीयस्तु हिमांशुर्यः, शिरोऽर्तिव्याधिबाधितः । धर्मपथ्यादनं प्राप्य, पादलिप्ते दिवं गतः ‘जयेश' इति नामा च, तृतीयो बुद्धिबन्धुरः । चतुर्थी पुत्रीका जाता, ऊर्मीति शुभनामिका ।।२६।। चन्द्रिका परिणायिता, रजनीकान्तकुमारकम् । पुत्रस्तयोर्हि सञ्जातो, राजनेति सुनामकः ।।२७।।
।।२५।।
Page #14
--------------------------------------------------------------------------
________________
कालधर्मं समापन्ना, चन्द्रिका शान्तसौहृदा समेषामाघातकरं, मोहमय्यां पुरि हि या ।।२८।। उषा हि परिणायिता ऽनन्तरायकुमारकम् द्वौ पुत्रौ हि तयोर्जातौ, पिंकेश-केतुलाभिधौ ।।२९।। कीर्तिस्तु परिणायिता, श्रीतुषारकुमारकम् । भावाभिधपुरे रम्ये, जातो लग्नमहोत्सवः ।।३०।। पादलिप्तपुरे रम्ये, गिरिराजसमन्विते व्यतीतकालो मनसि, स्मरणपथमागतः चतुस्त्रिंशत्तमे वर्षे द्विसहस्राधिके वरे आषाढकृष्मषष्ठयां हि, लिखिता स्वकथा मया
वि.सं. २०३४, आषाढ वद-६
1
।।३१।।
।
।। ३२ ।।
कर्पूरेण हि संक्लृप्ता, द्वात्रिंशच्छ्लोकसम्मिता । भवभावविभाविका, निर्वेददायिका सदा 11
कर्पूरचन्द्र आर.
वारैया
Page #15
--------------------------------------------------------------------------
________________
C
વિષય
સવૈયા–એકત્રીસા
પ્રશ્નોરત્નમાળા (પ્રસ્તાવના)
મંગલાચરણ-દોહા
૧૧૪ પ્રશ્નો
૧૧૪ પ્રશ્નોના ઉત્તર
પરમાત્મ છત્રીશી
અધ્યાત્મ બાવની
હિતશિક્ષા
અનુક્રમણિકા
દયા છત્રીશી
યતિધર્મ બત્રીશી-સંજમ બત્રીશી
હરિયાળી
કર્તા
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ.
ચિદાનંદજી મ..
.............
ઉપા. યશોવિજયજી મ...............S
પૃષ્ઠ
.૧
.૨૯
.૩૦
....૩૨
.૩૫
..૪૫
.પર
.૭૩
..૭૩
Page #16
--------------------------------------------------------------------------
________________
॥ શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમઃ ॥ ॥ શાસનસમ્રાટ્ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદયઅશોકચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ ।
શ્રી ચિદાનંદજી કૃત સાર્થ (સવૈયા એકત્રીસા-સાર્થ)
ઓંકાર અગમ અપાર પ્રવચનસાર, મહાબીજ પંચ પદ ગરભિત જાણીએ; જ્ઞાન ધ્યાન પરમ નિધાન સુખથાનરૂપ, સિદ્ધિબુદ્ધિદાયક અનુપ એ વખાણીયે. ગુણ દરિયાવ ભવજળનિધિમાંહે નાવ, તત્ત્વકો લિખાવ હિયે જોતિરૂપ ઠાણીયે; કીનો હે ઉચ્ચાર આદ આદિનાથ તાત યાકો, ચિદાનંદ પ્યારે ચિત્ત અનુભવ આણીએ. ૧
સવૈયા એકત્રીસા-અર્થ
‘અરિહંતનો ‘', અશરીરી(સિદ્ધ)નો ‘ત્ર', આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયનો ‘૩’, અને મુનિનો મ્ (અ-ગ-મ-૩-=ોમ્). એ પંચ પરમેષ્ઠિના મહાબીજથી ગર્ભિત ૐકાર થયેલ છે. તે અગમ્ય-ન જાણી શકાય તેવો, અપાર-જેના મહિમાનો પાર નથી એવો, જૈન પ્રવચનના સારભૂત, જ્ઞાન અને ધ્યાનના પરમ નિધાનરૂપ, સુખના સ્થાનરૂપ, અષ્ટ મહાસિદ્ધિ અને બુદ્ધિને આપનાર એવો અનુપમ છે' એમ વખાણીએ. કાર ગુણોનો સમુદ્ર છે, સંસારસમુદ્રમાં વહાણ તુલ્ય, સર્વ તત્ત્વોના સમાવેશરૂપ અને જ્યોતિરૂપ છે, તેને હૃદયમાં સ્થાપન કરીએ. જેનો પ્રથમ ઉચ્ચાર જગતના પિતા શ્રી આદિનાથ પ્રભુએ કરેલ છે. હે પ્યારા ચિદાનંદ ! તે પ્રણવમંત્રનો અનુભવ ચિત્તમાં લાવીએ. ૧
Page #17
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭
નમત સકળ ઈંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનીંદ યાકું ધ્યાન મજ્ઞ ધારહિ; સુરતિ નિરતિમેં સમાય રહે આઠુ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસારહિ. લીન હોય પીનતા પ્રણવ સુખકારી લહે, દહે ભવબીજ વિષે વાસ પરજારહિ, ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસો ધ્યાન ધર મિથ્યાભાવકું વિસારહિ. ૨ મુખમાંહિ રામ` હરામમાંહિ મન ફિરે, ગિરે ભયકૂપમાંહિ કર દીપ ધારકે; વિષય વિકારમાંહિ રાગી મુખ ઈમ કહે, મેં તો હું વિરાગી માલા તિલક જ્યું ધારકે.
જે ૐકારને બધા ઈંદ્રો અને ચંદ્રો નમે છે, જેને ધ્યેયરૂપે જાણીને મુનીન્દ્રો ધ્યાનની મધ્યે ધારણ કરે છે, ધ્યાનની આસક્તિમાં આઠે પહોર સમાઈ રહે છે-મગ્ન રહે છે, જેવી રીતે ગાય પોતાના વાછરડાને ભૂલતી નથી. સુખકારી એવા પ્રણવ-ૐકારને મેળવીને તેમાં લીન થાય છે, અને પુષ્ટ થાય છે, સંસારના બીજભૂત વિષયોને બાળી નાંખે છે, અને વાસનાઓને પ્રજાળે છે-બાળી નાંખે છે, હે પ્યારા ચિદાનંદ ! શુભ ચેતનાને પ્રગટ કરી એવું ધ્યાન ધર કે જેથી મિથ્યાભાવને વિસારી દેવાય. ૨ જેઓ મુખથી રામ બોલે છે-ભગવાનનું નામ બોલે છે, અને મન અનીતિમાં ફરતું હોય, તેઓ હાથમાં દીવો લઈને સંસારરૂપી કૂવામાં પડે છે. જેઓ વિષયવિકારોમાં રાગી થઈને, માળા અને તિલક ધારણ કરીને મુખેથી એમ કહે છે કે ‘હું વિરાગી છું’ તેઓ પણ સંસારરૂપી કૂપમાં પડે છે. યોગની યુક્તિ
Page #18
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ
જોગકી જુગતિ વિના જાને જો કહાવે જોગી, ગલામાંહે સેલી અરુ કાલી કંથા ડાર કે; વિના ગુરુગમ મિથ્યાજ્ઞાન ભમે ઈણવિધ, ફોગટ જયું જાવે એ મનુષ્યભવ હારકે. ૩ શિર પર શ્વેત કેશ ભયા તોહુ નાંહિ ચેત, ફિરત અચેત ધન હેત પરદેશમેં; મેરોમેરો કરત ધરત ન વિવેક હિયે, મોહ અતિરેક ધર પરત કિલેશમેંઃ પડ્યો નાનાવિધ ભવકૂપ મેં સહત દુઃખ, મગન ભયો હે મધુબિંદુ લવલેશમેં; આતપત્ર છાયો સોઉ મન હુંત ભયો અબ, ચિદાનંદ સુખ પાયો સાધુ કે સુવેશમેં. ૪
૩
જાણ્યા વિના, ગળામાં રાખ લગાડી કાળી કંથા પહેરીને જે પોતાને યોગી કહેવરાવે છે, પણ તેઓ ગુરુગમ વિના મિથ્યાજ્ઞાનથી સંસારમાં ભમે છે, અને આ રીતે મળેલા મનુષ્યભવને હારી જઈને ફોગટ ગુમાવે છે. ૩
માથા ઉપર સફેદ વાળ થયા, તો પણ આ જીવ ચેતતો નથી, અને અચેતન એવા ધન માટે પરદેશમાં ફરે છે ‘આ મારું, આ મારું' એમ કર્યા કરે છે, પણ હૃદયમાં વિવેકને ધારણ કરતો નથી. મોહના ઉત્કર્ષને ધારણ કરીને કલેશમાં પડે છે. સંસારરૂપી કૂવામાં પડી જુદા જુદા પ્રકારનાં દુઃખોને સહન કરે છે. સુખની તૃષ્ણાને લીધે વિષયરૂપ મધુબિંદુના અંશમાત્રટીપામાં મગ્ન થાય છે. જ્યારે મન સાવધાન થયું ત્યારે છત્રની છાયા સારખા સાધુના ઉત્તમ વેશમાં ચિદાનંદસ્વરૂપ આત્મા સુખને પામ્યો. ૪
Page #19
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ ધન અરુ ધામ સહુ પડ્યો હિ રહેનો નર, ધાર કે ધરામે તું તો ખાલી હાથ જાવેગો; દાન અરુ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ, હોય કે જમાઈ કોઈ દુસરો હિ ખાવેગો. કૂડ અરૂ કપટ કરી પાપબંધ કીનો તાતે, ઘોર નરકાદિ દુઃખ તેરો પ્રાણી પાવેગો; પુન્ય વિના દુસરો ન હોયગો સખાઈ તવ, હાથ મલ મલ માખી જિન પસતાવેગો. ૫ અગમ અપાર નિજ સંપતિ સંભાર નર, મોહકું વિકાર આપ આપ ખોજ લીજીયે; અચળ અખંડ અલિપ્ત બ્રહ્મડ માંહિ,
વ્યાપક સ્વરૂપ તાકો અનુભવ કીજીએ હે માનવ ! ધન અને હાટ-હવેલી એ બધું તારું અહીં પડ્યું રહેશે, ધનને જમીનમાં દાટીને તું તો ખાલી હાથે ચાલ્યો જઈશ. હે માનવ ! તે પોતાના હાથે દાન અને પુણ્ય કર્યું નથી, તારી માલમિલકત કોઈ બીજો જ જમાઈ આદિરૂપે ખાઈ જશે. તેં તો ફૂડ અને કપટ કરીને પાપબંધ કર્યો છે, તેથી તારો જીવ ભયંકર નરકાદિકનાં દુઃખો પામશે. પુણ્ય વિના બીજો કોઈ તારો સહાયક-મિત્ર થશે નહિ. તું મળની માખીની જેમ હાથ ઘસીને પસ્તાઈશ. ૫
અગમ્ય-જાણી ન શકાય તેવી અને અપાર-પાર વિનાની પોતાની આત્મસંપત્તિને સંભારીને-યાદ કરીને, મોહનું વિદારણ કરીને-મોહનો નાશ કરીને, પોતાના આત્માની શોધ કરીએ. જે આત્મા અચળ છે, અંખડ છે, અલિપ્ત-કોઈપણ પ્રકારના લેપથી રહિત છે, બ્રહ્માંડમાં વ્યાપક સ્વરૂપે રહેલ છે, તેવા પોતાના
Page #20
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ
ખીર નીર જિમ પુદ્ગલ સંગ એકીભૂત, અંતર સુદૃષ્ટિ ખોજ તાકો લવ લીજીયે; ધાર એસી રીત હી એ પરમ પુનિત ઈમ, ચિદાનંદ પ્યારે અનુભવરસ પીજીયે. ૬ આપકે અચાનક કૃતાંત ક્યું ગગો તોહે, તિહાં તો સખાઈ કોઉ દુસરો ન હોવેગો; ધરમ વિના તો ઓર સકલ કુટુંબ મિલી, જાનકે પરેતાં કોઈ સુપને ન જોવેગો. લટક સલામ કે સખાઈ વિના અંત સમે, નેણમાંહિ નીર ભર ભર અતિ રોવેગો; જાન કે જગત એસો જ્ઞાની ન મગન હોત, અંબ ખાવા ચાહે તે તો બાઉલ ન બોવેગો. ૭
આત્માનો અનુભવ કરીએ. ક્ષીર-દૂધ) અને પાણીની જેમ આત્મા પુદ્ગલના સંગથી એકરૂપ થઈ ગયો છે, તેથી હૃદયમાં સમયગ્દષ્ટિને ધારણ કરી, આત્માની શોધ કરી, તેનો અંશ પ્રાપ્ત કરીએ. આવી પરમ પવિત્ર રીતને ધારણ કરી, હે પ્યારા ચિદાનંદ ! પરમ પવિત્ર અનુભવરસનું પાન કરીએ. ૬
જ્યારે અચાનક આવીને કાળ ગ્રહણ કરશે, ત્યારે બીજો કોઈ રક્ષણ કરનાર ધર્મ વિના થશે નહિ. સર્વ કુટુંબ (પરેતાંપ્રેત થયેલ) મરણ પામેલ જાણીને, સ્વપ્નમાં પણ જોશે નહિ. લટક સલામવાળો સખાઈ તે (જુહાર) પ્રણામમિત્ર-ધર્મ વિના અંતસમયે સર્વ નેત્રમાં પાણી ભરી ભરીને ઘણો રોશે. જગતને આવું જાણીને જ્ઞાની આત્મા સંસારમાં આસક્ત થતો નથી. જે આમ્ર કેરી ખાવા ઇચ્છે, તે બાવળને વાવતો નથી. ૭
Page #21
--------------------------------------------------------------------------
________________
૬
કપૂર મહેક-૭
(સવૈયા તેવીસા)
આપકું આપ કરે ઉપદેશ જ્યું, આપકું આપ સુમારગ આણે; આપકું આપ કરે સ્થિર ધ્યાનમેં, આપણું આપ સમાધિમેં તાણે. આપકું આપ લિખાવે સ્વરૂપશું, ભોગનકી મમતા નવ ઠાણે; આપકું આપ સંભારત યા વિધ, આપકો ભેદ તો આપ હિ જાણે. ૮ આપ થઈ જગજાળથી ન્યારો જયું, આપ સ્વરૂપમેં આપ સમાવે; આપ તજે મમતા સમતા ધર, શીલશું સાચો સનેહ જગાવે. આપ અલેખ અભેખ નિરંજન, પરજન અંજન દૂર વહાવે; યા વિધ આપ અપૂરવ ભાવથી, આપણો મારગ આપ હિ પાવે. ૯
સવૈયા તેવીસા-અર્થ
જે આત્મા પોતાને ઉપદેશ કરે છે, તે આત્મા આત્માને સન્માર્ગમાં લાવે છે, આત્મા આત્માને ધ્યાનમાં સ્થિર કરી પોતાના આત્માને સમાધિમાં લાવે છે. આત્મા આત્માના સ્વરૂપને ઓળખીને ભોગોની મમતાને કરતો નથી. આ રીતે જે આત્મા આત્માને સંભારે છે, તે આત્મા પોતાનો-આત્માનો ભેદ જાણે છે. ૮
આ આત્મા પોતે સંસારની જાળથી જુદો થઈ, પોતાના સ્વરૂપમાં પોતાને સ્થિર કરે, પોતે મમતાનો ત્યાગ કરી, સમતાને ધારણ કરી શીલ-સદાચાર સાથે સાચો સ્નેહ જાગ્રત કરે. આ આત્મા જેનું સ્વરૂપ લખાય નહિ એવો છે, અભેખ-ભેખ (વેશ) વિનાનો છે, નિરંજન-મૂળસ્વરૂપમાં કર્મરૂપ અંજન વિનાનો છે, અન્ય લોકોએ કરેલ અંજન-મિથ્યાત્વને દૂર કરનાર છે, આ રીતે આત્મા અપૂર્વભાવથી પોતાનો-આત્માનો માર્ગ પોતે જ પ્રાપ્ત કરે છે.
૯
Page #22
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ વેદ ભણો ક્યું કિતાબ ભણો અરુ, દેખો જિનાગમકું સબ જોઈ; દાન કરો અરુ સ્નાન કરો ભાવે, મૌન ધરો વનવાસી હોઈ. તાપ તપો અરુ જાપ જપો કોઉ, કાન ફિરાય ફિરો ફુનિ દોઈ; આતમ ધ્યાન અધ્યાતમ જ્ઞાન, સમો શિવસાધન ઓર ન કોઈ. ૧૦ જે અરિનમિત્ત બરાબર જાનત, પારસ ઓર પાષાણ ક્યું દોઈ; કંચન કીચ સમાન અહે જસ, નીચ નરેશમેં ભેદ ન કોઈ. માન કહા અપમાન કહા મન, ઐસો વિચાર નહિ તસ હોઈ; રાગ રુ રોષ નહિ ચિત્ત જાકે મ્યું, ધન્ય અહે જગમેં નર સોઈ. ૧૧ જ્ઞાની કહોર્યું અજ્ઞાની કહો કોઈ, ધ્યાની કહોમતમાની ક્યું કોઈ; જોગી કહોભાવે ભોગી કહો કોઈ, જાકુંજિસ્યો મન ભાસત હોઈ. દોષી કહો નિરદોષી કહો, પિંડ-પોષી કહો ઓગુન જોઈ; રાગ રુ રોષ નહિ સુન જાકે જ્ય, ધન્ય અહે જગમેં જન સોઈ. ૧૨ | વેદ ભણો કે ધર્મગ્રંથો ભણો, સર્વ જિનાગમોને જુઓ, દાન કરો, અથવા સ્નાન કરો, વનમાં નિવાસ કરીને મૌન ધારણ કરો, તપ તપો, કે કોઈ જાપ જપો, બન્ને કાન (ફિરાય) ફડાવીને ફરો, પણ આત્માનું ધ્યાન અને અધ્યાત્મના જ્ઞાન સમાન બીજું કોઈ મોક્ષનું સાધન નથી. ૧૦
જેઓ શત્રુ અને મિત્રને સમાન જાણે છે, પારસમણિ (જેના સ્પર્શથી લોઢું સુવર્ણપણાને પામે છે) અને પથ્થરને સમાન ગણે છે, સોનું અને (કીચ-માટી જેને સમાન છે, નીચસામાન્યજન અને રાજામાં જેને કોઈ ભેદ નથી, જેના મનમાં માન કે અપમાનનો કોઈ વિચાર નથી, જેના ચિત્તમાં રાગ કે દ્વેષ નથી, તે મનુષ્ય જગતમાં ધન્ય છે. ૧૧
કોઈ જ્ઞાની કહે કે અજ્ઞાની કહે, કોઈ ધ્યાની કહે કે કદાગ્રહી કહે, કોઈ યોગી કહે કે ભોગી કહે, જેના મનમાં જેવું મહેક-૭/૨
Page #23
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ સાધુ સુસંત મહંત કહો કોલ, ભાવે કહો નિરગંથ પિયારે; ચોર કહો ચાહે ઢોર કહો કોઉં, સેવ કરો કોઉ જાન દુલારે. વિનય કરો કોઉ ઉંચે બેઠાય , દૂરથી દેખ કહો કોઉ જા રે, ધારે સદા સમભાવ ચિદાનંદ, લોક કહાવતનું નિત ન્યારે. ૧૩ માનીકું હોય ન મક્વતા ગુણ, મદ્વતા તબ કાહે કો માની? દાની ન હોય અદત્તજિકો ર્યું, અદત્ત ભયો તે તો કાહકો દાની? ધ્યાનીકું ચંચળતા નહિ વ્યાપત, ચંચળતા તદ કાહકો ધ્યાની? જ્ઞાની ન હોય ગુમાની સુનો નર, માન અહે તદ કાકો જ્ઞાની? ૧૪
લાગે તેમ કહે, કોઈ દોષિત કહે કે કોઈ નિર્દોષી કહે, કોઈ અવગુણ દેખીને પિંડપોષી કહે, જે સાંભળીને જેના મનમાં રાગ કે રોષ ન થાય, તે મનુષ્ય જગતમાં ધન્ય છે. ૧૨
કોઈ સાધુ સુસંત કે મહંત કહે, કોઈ પ્યારા નિગ્રંથ કહે, કોઈ ચોર કહે કે પશુ કહે, કોઈ જાણતો માણસ પ્રેમથી સેવા કરે, કોઈ ઉચે સ્થાને બેસાડીને વિનય કરે, કોઈ દૂરથી જોઈને જાકારો આપે, તો પણ ચિદાનંદ-આત્મા હંમેશાં સમભાવને ધારણ કરે અને લોકના કથનથી હંમેશાં ન્યારોઅલગ રહે. ૧૩
માની પુરુષને માદવતા-મૂદુતા નિરભિમાનપણું) ગુણ હોતો નથી, જો માર્દવતા ગુણ હોય તો તે માની કઈ રીતે હોય ? જે દાની હોય તેને અદત્ત (નહિ આપેલ) લે તે દાની કેવી રીતે હોય ? ધ્યાની આત્માને ચંચળતા હોતી નથી, જો ચંચળતા છે તો તે ધ્યાની કેવી રીતે હોય ? જે જ્ઞાની હોય તે અભિમાની ન હોય, જો માન છે તો તે જ્ઞાની કઈ રીતે હોય ? ૧૪
Page #24
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ જોબન સંધ્યા કે રાગ સમાન ન્યું, મૂઢ કહાં પરમાદકું સેવો? સંપત તો સરિતાકો હી પૂર જું, દાન કરી ફળ પાકો જ્યુ લેવો. આયુ તો અંજળિકે જળ ક્યું નિત, છિજત હલખ એસો જ્યુ લેવો; દેહ અપાવન જન સદા તુમ, કેવળીભાખિત મારગ સેવો. ૧૫ સંસાર અસાર ભયો જિનકું, મરવેકો કહા તિનકું ડર હે; તે તો લોક દેખાવ કહા ક્યું કહો, જિનકે હિયે અંતર થિત રહે. જિને મુંડ મુંડાય કે જોગ લીયો, તિનકે શિર કોન રહી કરહે; મન હાથ સદા જિનકું તિનકે, ઘર હિ વન હે વન હિ ઘરહે. ૧૬ શુભ સંવર ભાવ સદા વરતે, મન આશ્રવ કેરો કહા ડર હે; સહુ વાદવિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસો નર હે.
આ યોવન સંધ્યાના રંગ જેવું વિનશ્વર છે, તે મૂઢ માણસ ! શા માટે પ્રમાદને સેવો છો ? આ સંપત્તિ તે તો નદીના પૂર જેવી છે, દાન કરીને તેનું ફળ મેળવો. આ આયુષ્ય તે “અંજલિમાં રહેલ પાણીની જેમ હંમેશાં ઘટતું જાય છે, આ હકીકત લક્ષમાં લે. આ શરીરને હંમેશાં તું અપવિત્ર જાણ. કેવળી ભગવંતે કહેલા માર્ગને સેવો. ૧૫
જેને આ સંસાર અસાર જણાયો છે, તેને મરવાનો ભય કયાંથી હોય ? તે શા માટે લોકોમાં દેખાવ કરવા માટે કહે, જેના હૃદયમાં આત્મ સ્વરૂપની સ્થિતિ છે, જેણે મસ્તક મુંડાવીને યોગમાર્ગને ગ્રહણ કર્યો છે, તેના મસ્તક ઉપર કઈ જાતનો (કર-)વેરો છે ? જેને મન હાથમાં છે-કબજામાં છે, તેને ઘર એ જ વન છે, અને વન એ ઘર છે. ૧૬
જે હંમેશા શુભ સંવરભાવ(આવતાં કર્મને રોકનાર ભાવ)માં વર્તે છે, તેના મનમાં આશ્રવ(કર્મ)નો ડર ક્યાંથી હોય ? સર્વ વાદવિવાદને ભૂલી જઈને અપાર સમતાને જે મનુષ્ય ધારણ કરે
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
કપૂર મહેક-૭ નિજ શુદ્ધ સમાધિમેં લીન રહે, ગુરુ જ્ઞાનકો જાકું દિયો વરહે; મન હાથ સદા જિનકે તિનકે, ઘર હિ વન હે વન હિ ઘર છે. ૧૭ મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન હે; જાકું ભેદ-વિજ્ઞાનની દૃષ્ટિ કરી, અહિ-કંચુકી જેમ જુદો તન હે. વિષયાદિક પંક નહિ ઢીક જાકું ક્યું, પંકજ જિમ જિકા જન હે; મન હાથ સદા જિનકું તિનકે, વન હિ ઘર હે ઘર હિ વન હે. ૧૮ માખી કરે મધ ભેરો સદા તે તો, આન અચાનક ઓર હિ ખાવે; કીડી કરે કણકે જિમ સંચિત, તાહુકે કારણ પ્રાણ ગુમાવે લાખ કરોરકું જોર અરે નર, કહેલું મૂરખ ! સૂમ કહાવે; ધર્યો હિ રહેગો ઈહાં કે ઈહાં સહુ, અંત સમે કછુ સાથ ન આવે. ૧૯ છે, જે આત્માની શુદ્ધ સમાધિમાં લીન રહે છે, ગુરુએ જેને જ્ઞાનનું વરદાન આપેલ છે, જેને મન કબજામાં છે, તેને ઘર એ વન છે, વન એ ઘર છે. ૧૭
જેના મનમાં અંશમાત્ર મમતા નથી, સર્વ ધનને જે ધૂળ સમાન ગણે છે, જેની ભેદવિજ્ઞાન(જડ-ચૈતન્યના વિવેક)ની દૃષ્ટિ સ્થિર છે, “સર્પની કાંચળીની જેમ જેનું શરીર આત્માથી જુદું છે, જેને વિષયાદિક કાદવ ઢાંકી શકતા નથી, કમળની જેમ જેનો (જન) આત્મા સંસારથી અલિપ્ત છે, જેને મન કબજામાં છે-વશ છે, તેને વન એ ઘર છે, અને ઘર એ વન છે. ૧૮
હંમેશાં માખી મધ ભેળું કરે છે, તેને અચાનક આવીને કોઈ બીજો જ ખાય છે, કીડી જેમ અનાજનો સંચય કરે છે, પણ તેને માટે પોતાનો પ્રાણ ગુમાવે છે, લાખ અને ક્રોડના બળથી હે મૂર્ખ માણસ ! શા માટે તું પોતાને (સૂમ-)કંજૂસ કહેવડાવે છે ? તે ધન બધું અહીંને અહીં જ પડ્યું રહેશે. અંતસમયે-મરણ વખતે તેમાંનું કાંઈપણ સાથે આવશે નહિ. ૧૯
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૧
સવૈયા-સાર્થ પંચક બીજ ધરામાંહિ બોવત, તાકો અનેક ગુણો ફીર પાવે; કાલ વસંતકું જાચક જાનકે, પાને દિયે તિનકું નવ આવે. જાણ અનિત સભાવ વિવેકશું, સંપત પાય સુમારગ લાવે; કરતિ હોગી ઉનોંકી દશ દિશ, બેઠ સભામે દાતાર કહાવે. ૨૦ માટીકા ભાંડ હોવે શતખંડ જ્યુ, લાગત જાસ જરા ઠણકા; ઈમ જાણ અપાવન રૂપ અરે નર, નેહ કહા કરીએ તનકા? નિજ કારજ સિદ્ધિ ન હોય કછુ, પર રંજન શોભ કરે ગણકા; ચિદાનંદ કહા જપમાલકું ફેરત, ફેર અરે મનકે મણકા. ૨૧ જ્ઞાનાવિકા ઉદ્યોત ભયા તવ, દૂર ગયા ભ્રમ-ભાવ અંધેરા; આપ સ્વરૂપકું આપ નિહારત, જૂઠ સ્વરૂપ લિખ્યા જગકેરા.
જે (રંચક-) નાના સરખા બીજને પૃથ્વીમાં વાવે છે, તેનું તે અનેકગણું ફરીથી પામે છે, વસંતઋતુને યાચક જાણીને (વૃક્ષો) પાન આપે છે, તો તેથી તે વૃક્ષોને નવાં પાન આવે છે. વિવેકપૂર્વક પદાર્થોનો અનિત્ય સ્વભાવ જાણીને જે સંપત્તિ પામીને ઉત્તમ માર્ગમાં વાપરે છે-ખર્ચે છે, તેઓની કીર્તિ દશે દિશામાં ફેલાય છે. સભામાં બેસીને તે દાતાર કહેવાય છે. ૨૦ | માટીના વાસણને જેમ ઠોકર વાગવાથી સો કટકા થઈ જાય છે, તેવી રીતે તે મનુષ્ય ! આ શરીરના રૂપને તું અપવિત્ર જાણ. તેવા શરીરનો સ્નેહ શા માટે કરીએ ? તેનાથી પોતાના કાર્યની કોઈ સિદ્ધિ થતી નથી. વેશ્યા સ્ત્રી બીજાને ખુશ કરવા માટે શરીરની શોભા કરે છે. તે ચિદાનંદ ! તું શા માટે જપમાળાને ફેરવે છે, તું મનના મણકાને ફેરવ. ૨૧
જયારે જ્ઞાનરૂપી સૂર્યનો ઉદ્યોત થયો ત્યારે મિથ્યાભાવરૂપી અંધકાર દૂર થયો. જયારે આત્મા પોતાના સ્વરૂપને જોવે છે ત્યારે જગતના ખોટા સ્વરૂપને ઓળખે છે. માયાને તોડીને
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
કપૂર મહેક-૭ માયાકું તોર રુ ધ્યાનમું જોરકે, પાયા જિનુને સુવાસ વસેરા; યા વિધ ભાવ વિચાર ચિદાનંદ, સોઈ સુસંત અહે ગુરુ મેરા. ૨૨ કાકું દેશ-વિદેશ ફિરે નર ? કહેલું સાયરકું અવગાહે ? કહેલું આશ કરે પરકી શઠ? નીચ નરેશકી ચાકરી ચાહે ? કહેલું સોચ વિચાર કરે તન? અંતર તાપથી કાટેકું દાહે ? દીનો અહે અવતાર તોહે જિણ, તાકો તો ભારણું તેડુ નિવાહે. ૨૩ કહેલું જંતર મંતર સાધત, કાલેકું નિસા મસાણમેં જાવો; કહેલું દેવકી સેવ કરો તુમ? કાલેકું આક-ધતુર ક્યું ખાવો? પંચક વિત્ત અસારકે કારણ, કાયેલું ઓર કે દાસ કહાવો ? આશ કહા કરીએ પરકી નર ! હોઈ નિરાશ નિરંજન બ્રાવો. ૨૪ ધ્યાનના બળે જેણે આત્મસ્વરૂપમાં રમણતારૂપ ઉત્તમ નિવાસ સ્થાનમાં જેણે વસવાટ કર્યો છે. તે ચિદાનંદ ! આ રીતે જેઓ ભાવોનો વિચાર કરે છે, તે ઉત્તમ સંત મારા ગુરુ છે. ૨૨
હે મનુષ્ય ! શા માટે દેશ-વિદેશમાં ફરે છે ? શા માટે સમુદ્રમાં સફર કરે છે ? હે મૂર્ખ ! શા માટે પારકી આશા કરે છે ? શા માટે નીચ રાજાની ચાકરી ઇચ્છે છે ? હે શરીર ! શા માટે સંતાપ કરે છે ? વિચાર કરે છે ? અંતરના તાપથી શા માટે બળે છે ? તને જેણે અવતાર-જન્મ આપ્યો, તેના ભારને તે જ (નિવાહ-) ઉપાડે છે. ૨૩
શા માટે યંત્ર-મંત્ર સાધો છો ? શા માટે રાત્રિએ સ્મશાનમાં જાઓ છો ? શા માટે તમે દેવની સેવા કરો છો ? શા માટે આકડો અને ધતુરો ખાઓ છો? સંચમાત્ર અસાર ધનને માટે શા માટે બીજાના નોકર થાઓ છો ? હે માનવ ! શા માટે પરની-બીજાની આશા કરીએ ? આશારહિત થઈને આશાનો ત્યાગ કરીએ. નિરંજન પરમાત્માનું ધ્યાન કરો. ૨૪
Page #28
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ
સુતો કહા પરમાદમે પ્યારે તું ? સાથમેં તેરે તો ચોર લગે રે; માત રુ તાત રુ ભ્રાત રુ ભામિની, સ્વારથકે સહુ જાન સગે રે. કુણકો સંગી સનેહી અહે તું જો ? કુણ અહે જગમાંહિ જ્યું તેરે ? આયો કિહાંથી કિહાં ફુનિ જાવેગો ? એસો વિચાર કરો મનમેં રે. ૨૫ નંદમહાનિધિ સિદ્ધિ કહા કરું ? કહા કરું સુખ દેવગતિકો ? કહા કરું મણિ માણેક મોતી જ્યું ? કહા કરું તેરો રાજ્યકો ટીકો ? કહા કરું જનરંજન વેશકું ? કહા કરું મતધાર તિ કો ? એક નિરંજન નામ વિના જગ, ઓર સહુ મોહ લાગત ફીકો. ૨૬
ફૂલકે સંગ ફૂલેલ ભયો તિલ-તેલ તે તો સહુ કે મન ભાવેઃ પારસ કે પર સંગથી દેખીએ, લોહા જ્યું કંચન હોય બિકાવે.
૧૩
હે પ્યારા ચેતન ! તું પ્રમાદમાં કેમ સૂતો છે ? તારી પાછળ(કાળરૂપ અગર તો કષાયરૂપ)ચોર લાગ્યા છે, માતા કે પિતા, ભાઈ કે સ્ત્રી, એ બધાને તું સ્વાર્થના સગા જાણ. તું કોનો સંગી કે સ્નેહી છે ? જગતમાં તારું કોણ છે ? તું કયાંથી આવ્યો ? વળી તું કયાં જવાનો છે ? આ વિચાર તું તારા મનમાં કર. ૨૫
હું નવ મહાનિધિ અને અષ્ટસિદ્ધિને શું કરું ? દેવગતિના સુખને પણ શું કરું ? મણિ-માણેક અને મોતીને પણ શું કરું? તારા રાજ્યના તિલકને પણ શું કરું ? લોકોને રંજન કરનાર એવા વેશને પણ શું કરું ? મતવાદીઓની મતિને પણ શું કરું? એક નિરંજન-પરમાત્માના વિના આ જગતમાં બીજું બધું મન ફીકું-શુષ્ક-નિરસ લાગે છે. ૨૬
ફૂલનો સંગ થવાથી તલનું તેલ ફૂલેલ-સુગંધી તેલ થાય છે, અને એ બધાના મનમાં ગમે છે, પારસમણિનો સંગ થવાથી લોઢું સુવર્ણ-સોનું થઈને વેચાય છે, ગંગાનદીમાં નદીઓનું
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
કપૂર મહેક-૭ ગંગામેં જાય મિલ્યો સરિતા જળ, તે હું મહાજળ ઓપમ પાવે; સંગતકો ફળ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉચ્ચ કહાવે. ૨૭ નલિની દલમેં જલબુંદ તે તો, મુગતા ફળ કેરી ક્યુ ઓપમા પાવે; મલયાગર સંગ પલાસ તરુ લખ, તાહુ મેં ચંદનતા ગુણ આવે. (સુ)ગંધ સંજોગ થકી મૃગકો મદ, ઉત્તમ લોક સહુ મિલ ખાવે; સંગતકો ફલ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉચ્ચ કહાવે. ૨૮ ધીર વિના ન રહે પુરુષારથ, નીર વિના તરખા નહિ જાવે; ભૂપ વિના જગ નીતિ રહે નહીં, રૂપ વિના તન શોભ ન પાવે. દિન વિના રજની નવિ ફીટત, દાન વિના ન દાતાર કહાવે; જ્ઞાન વિના ન લહે શિવમારગ, ધ્યાન વિના મન હાથ ન આવે. ૨૯ પાણી મળવાથી તે મહાન પવિત્રજળની ઉપમા પામે છે. તે ચિદાનંદ! તું સંગતના ફળને જો, સારી સંગતથી નીચ પદાર્થ પણ ઉચ્ચ કહેવાય છે. ૨૭
કમલિનીના પત્ર ઉપર પડેલ પાણીનું બિંદુ મુકતાફળમોતીની ઉપમા પામે છે, મલયાચળનો સંગ થવાથી ખાખરા વગેરેનાં વૃક્ષો ચંદનપણાના ગુણને પામે છે, સુગંધનો સંગ થવાથી હરણનો મદ-કસ્તુરીને સર્વ ઉત્તમ લોકો મળીને ખાય છે. હે ચિદાનંદ ! તું સંગતના ફળ જો. સંગતથી નીચ પદાર્થ ઉત્તમ કહેવાય છે. ૨૮
વૈર્ય વિના પુરુષાર્થ રહેતો નથી, પાણી વિના તૃષા (તરસ) દૂર થતી નથી, રાજા વિના જગતની નીતિ રહેતી નથી, રૂપ વિના શરીર શોભા પામતું નથી, દિવસ વિના રાત્રિ દૂર થતી નથી, દાન વિના દાતાર કહેવાતો નથી, જ્ઞાન વિના મોક્ષ માર્ગ મળતો નથી, ધ્યાન વિના મન હાથ આવતું નથી-કબજે થતું નથી. ૨૯
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫
સવૈયા-સાર્થ પથિક આય મિલે પંથમેં ઈમ, દોય દિનાંકા યહે જગ મેલા નાંહિ કિસીકા રહ્યા ન રહેગા જ્ય; કોન ગુરુ અરુ કોનકા ચેલા? સાસા તો છીજત હે સુન એસે ક્યું, જાત વહ્યા જેસા પાણીના રેલા; રાજ સમાજ પડ્યા હી રહે સહુ, હંસ તો આખર જાત અકેલા. ૩૦ ભૂપકા મંડન નીતિ યહે નિત, રૂપકા મંડન શીલ સુજાણો; કાયાકા મંડન હંસ જ હે જગ, માયાકા મંડન દાન વખાણો. ભોગીકા મંડન હે ધનથી ફુન, જોગી કા મંડન ત્યાગ પિછાનો; જ્ઞાની કા મંડન જાણ ક્ષમા ગુણ, ધ્યાનીકા મંડન ધીરજ ઠાણો. ૩૧ એક અનિષ્ટ લગે અતિ દેખત, એક લગે સહુકું અતિ પ્યારા; એક ફીરે નિજ પેટને કારણ, એક હિ હે લખ કોટી આધારા.
મુસાફરો આવીને જેમ રસ્તામાં ભેગા થાય, તેમ આ જગતમાં મેળાપ બે દિવસોનો અલ્પ છે, કોઈ કોઈનું રહ્યું નથી અને રહેશે નહિ, તેથી કોણ ગુરુ અને કોણ ચેલો ? જેવી રીતે પાણીનો રેલો વહી જાય છે, તેમ શ્વાસોશ્વાસ ઘટતા જાય છે, એ તું સાંભળ. રાજાના સામ્રાજ્ય પણ બધા પડ્યા રહે છે. હંસ-જીવ આખરે એકલો જાય છે. ૩૦
રાજાની શોભા નીતિ’ હંમેશાં છે, રૂપની શોભા “શીલ'સદાચાર જાણો. કાયાની શોભા “આત્મા' જ છે, જગતમાં લક્ષ્મીની શોભા “દાન” વખણાય છે, ભોગીની શોભા “ધન'થી છે, યોગીની શોભા “ત્યાગ' છે, એમ સમજો, જ્ઞાનીની શોભા ક્ષમા'ગુણ છે, ધ્યાનીની શોભા “ધીરજ સમજો. ૩૧
એકને જોતાં તે બધાને અપ્રિય લાગે છે, એક બધાને ઘણો પ્યારો લાગે છે, જગતમાં એક પેટને કારણ ફરે છે, અને એક લાખ અને ક્રોડ લોકોના આધારભૂત થાય છે, એક પગમાં પગરખાંને પણ પામતો નથી, એકના મસ્તક ઉપર છત્ર ધારણ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
કપૂર મહેંક-૭ એકન ઉપનહિ નહિ પાવત, એકનકે શિરછત્ર ક્યું ધારા; દેખ ચિદાનંદ હે જગમેં ઈમ, પાપ » પુચકા લેખા હિ ન્યારા.૩૨ પાપ » પુન્યમેં ભેદ નહિ કછુ, બંધન રૂપ દોઉ તમે જાણો; મોહની માતા તાત દોઉંકે ક્યું, મોહમાયા બલવંત વખાણો. બેડી તો કંચન લોહમયી દોઉ, યાવિધ ભાવ હિયે નિજ આણો; હંસા સ્વભાવ ધારકે આપણો, દોઉથી જ્યારે સરૂપ પિછાનો. ૩૩ પૂજત હે પદપંકજ તાકે જ્યુ, ઈંદ નરિંદ સહુ મિલ આઈ; ચાર નિકાયકે દેવ વિનેયુત, કષ્ટ પડે તાકું હોત સહાઈ. ઉરધ ઔર અધોગતકી સબ, વસ્તુ અગોચર દેત લખાઈ; દુર્લભ નાંહિ કછું તિનકું નર, સિદ્ધિ સુધ્યાનમથી જિણે પાઈ. ૩૪ કરાય છે. તે ચિદાનંદ ! આ જગતમાં તું પુણ્ય અને પાપનાં લેખાં જુદાં જુદાં છે, તે જો. ૩૨
નિશ્ચયનયથી વિચારતાં પાપ અને પુણ્યમાં કોઈ ભેદ નથી, તમે બંનેને બંધનરૂપ જાણો. બંનેના માતા અને પિતા મોહનીય કર્મ છે, મોહમાયા બળવંત છે એમ જાણો. પુણ્ય અને પાપ એ બન્ને સોનાની અને લોઢાની બેડી સમાન છે એ ભાવ હૃદયમાં-પોતાના હૃદયમાં લાવો. પોતાના આત્મસ્વરૂપને ધારણ કરીને તે બન્નેથી (પુણ્ય-પાપથી) જુદું પોતાનું સ્વરૂપ ઓળખો. ૩૩
જે આત્માઓએ કેવળજ્ઞાનમય સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેઓના ચરણકમળને સર્વે ઇંદ્રો અને નરેંદ્રો આવીને પૂજે છે, ચારે નિકાયના દેવતાઓ વિનયયુકત થઈને કષ્ટ પડે ત્યારે તેમના સહાયક થાય છે, ઉર્ધ્વલોક અને અધોલોકની સર્વ અગોચર વસ્તુઓ જેમને પ્રત્યક્ષ દેખાય છે, તે કેવલજ્ઞાનીને તે મનુષ્ય ! કોઈ વસ્તુ દુર્લભ નથી. ૩૪
Page #32
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ
જાણ અજાણ દોઉમેં નહિ જડ, પ્રાણી એસો દુર્વિદગ્ધ કહાવે; વિરંચ સમાન ગુરુ જો મિલે તો હિ, વ્યાલતણી પરે વાંકો હિ જાવે. જાણ વિના હિ એકાંત ગહે સબ; આપ તપે પરકું જ્યું તપાવે; વાદવિવાદ કહા કરે મૂરખ, વાદ કિયે કછુ હાથ ન આવે. ૩૫
૧૭
વેલુકું પીલત તેલ લહે નહિં, તૂપ લહે નહિ તોય વિલોયા; સિંગકું દુહત દૂધ લહે નહિ, પાક લહે નહિ ઉખર બોયા. બાઉલ બોવત અંબ લહે નહિ, પુન્ય લહે નહિ પારકો તોયા; અંતર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકું કહા ધોયા ? ૩૬
દ્રવ્ય અરુ ભાવના કરમથી ન્યારો નિત, લેશ્યા ગતિ જોગ કો સંજોગ ન હુ પાઈએ;
જ્ઞાનીમાંએ ન ગણાય અને અજ્ઞાનીમાંએ ન ગણાય એવો જડ પ્રાણી દુર્વિદગ્ધ-બહુ મુશ્કેલીએ સમજાવી શકાય તેવો કહેવાય છે, જો બ્રહ્મા જેવા ગુરુ મળે તો પણ તે સાપની જેમ વાંકો જ ચાલે છે, સમ્યજ્ઞાન વિના તે બધી વસ્તુઓ એકાંતપણે જ ગ્રહણ કરે છે, પોતે મિથ્યાત્વવડે તપે છે અને બીજાને તપાવે છે. પણ હે મૂર્ખ ! શા માટે તું વાદ-વિવાદ કરે છે ? વાદ કરવાથી કાંઈપણ હાથમાં આવતું નથી. ૩૫
વેળુ-રેતીને પીલવાથી તેલ નીકળતું નથી, પાણીને વલોવવાથી માખણ-ઘી મેળવાતું નથી, શીંગડાને દોહવાથી દૂધ મળતું નથી, ખારી જમીનમાં વાવવાથી પાક(=અનાજ) મળતો નથી, બાવળ વાવવાથી કેરી મળતી નથી, પરને-બીજાને (તોયા=) તપાવવાથી પુણ્ય મળતું નથી, તેવી રીતે હૃદયને શુદ્ધ કર્યા સિવાય શુદ્ધિ થતી નથી, ઉપરથી શરીરને ધોવાથી શું થાય ? ૩૬
આત્માનું શુદ્ધસ્વરૂપ કેવું છે ? તે બતાવે છે : આ આત્મા દ્રવ્યકર્મ (૮ કર્મ) અને ભાવકર્મ(રાગ-દ્વેષ)થી અલગ છે,
આ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
કપૂર મહેંક-૭ કોઈથી ન કહ્યો જાય કરથી ન ગ્રહ્યો જાય, રહ્યો છે સમાય તાકું કેસે કે બતાઈએ ? નય અરુ ભંગ ન નિષેપ કો પ્રવેશ જિહાં, ઉગતિ જુગતિ તામેં કોન ભાત લાઈએ; ચિદાનંદ નિયત સરૂપ નિજ એસો ધાર, વિવહારસે હિ નાના ભેદ દરસાઈએ. ૩૭ તું તો અવિનાશી કાયા પ્રગટ વિનાશી, અરુ તું તો હે અરૂપી એતો રૂપી વસ્તુ જોઈએ; મળકેરી કયારી મોહરાયકી પિયારી એ તો, હોયગી ન્યારી એ તો વૃથા ભાર ઢોઈએ. મહા દુઃખખાની દુરગતિકી નીસાની તાતે, યાકે તો ભસે નિહચિંત નહિ સોઈએ;
આત્મામાં લેશ્યા, ગતિ અને યોગનો સંયોગ પ્રાપ્ત થતો નથી, એ આત્માનું સ્વરૂપ કોઈથી કહી શકાય એવું નથી, આ આત્મા હાથથી ગ્રહણ કરી શકાતો નથી, જેનામાં નય, ભંગ અને નિક્ષેપનો પ્રવેશ નથી, ઉક્તિ (વચન) અને યુક્તિ તેમાં કઈ રીતે લગાડી શકાય? હે ચિદાનંદ! આત્માનું આવું નિશ્ચિત સ્વરૂપ તું ધારણ કર. ખરેખર વ્યવહારથી જ એના જુદાજુદા ભેદ દેખાડવામાં આવે છે. ૩૭
તું (આત્મા) તો અવિનાશી-નિત્ય છે, અને શરીર એ પ્રકટપણે વિનાશી-અનિત્ય છે. તું તો અરૂપી છે, અને શરીર એ તો રૂપી વસ્તુ છે. એ કાયા તો મળની કયારી છે, મોહરાજાની પ્યારી છે. એ કાયા છેવટે જુદી થઈ જવાની છે, તેનો તો ફોગટ ભાર ઉઠાવીએ છીએ. એ કાયા મોટા દુઃખની ખાણ છે, તે દુર્ગતિની નિશાની છે, તે કાયાના ભરોસે
Page #34
--------------------------------------------------------------------------
________________
સવૈયા-સાર્થ
ચિદાનંદ તપ જપ કિરિયાકો લાહો લીજે, નીકો નરભવ પાય વિરથા ન ખોઈએ. ૩૮
થીર કરી પંચ બીજ વાયુકો પ્રચાર કરે. ભેદે ખટ ચક્રકો અવક્ર ગતિ પાયકે; પ્રાણાયામ જોગ સપ્ત ભેદકો સ્વરૂપ લહી, રહત અડોલ વંકનાલમેં સમાયકે.
૧૯
નિશ્ચિતપણે ન સૂઈએ, હે ચિદાનંદ આત્મા ! તપ, જપ અને ક્રિયાનો લાભ લઈએ. ઉત્તમ મનુષ્યભવ પામીને તેને ફોગટ ન ગુમાવીએ. ૩૮
પાંચ બીજ-પાંચ તત્ત્વ(પૃથ્વીતત્ત્વ, જલતત્ત્વ, અગ્નિતત્ત્વ, વાયુતત્ત્વ અને આકાશતત્ત્વ)ને સ્થિર કરી, વાયુ પ્રાણવાયુના પ્રચારને સ્થિર કરે. (પ્રાણવાયુની સ્થિરતા જેટલે અંશે થાય તેટલા અંશે મનની પણ સ્થિરતા થાંય છે).
છ ચક્ર- ૧ કંઠના મધ્યભાગમાં વિશુદ્ધિચક્ર, ૨ હૃદયના ભાગમાં અનાહતચક્ર, ૩ જઠરના ભાગમાં મણિપૂરકચક્ર, ૪ આંતરડાના ભાગમાં સ્વાધિષ્ઠાનચક્ર, ૫ ગુદાસ્થાનમાં મૂલાધારચક્ર અને ૬ મગજમાંના તંતુઓના જાળામાંથી જે સૂક્ષ્મતંતુચક્ર બન્યું છે, તે સહસ્રારચક્ર. આ ચક્રમાં પ્રાણવાયુ રહેલો છે, તેમાં સંયમ કરવાની ષટ્ચક્રનું ભેદન થાય છે, અને તેથી સરલ ગતિ પ્રાપ્ત થાય છે. પ્રાણાયામ (શ્વાસ-ઉશ્વાસની ગતિ રોકવી તે) અને યોગના સાત ભેદોનું સ્વરૂપ જાણી, શ્વાસનો પ્રકાશ ભ્રકુટિચક્રથી હોય છે અને તે વંકનાલમાં થઈ નાભિમાં નિવાસ કરે છે તે સમજી, દેહના ભાનને ભૂલી, જ્ઞાનને મજબૂતપણે ધારણ કરી, અતિ પ્રીતિ લાવીને પરમ આનંદના સ્થાનરૂપ સૂક્ષ્મ, સ્વાનુભવથી ગમ્ય, અને દ્વાદશાંત સ્થાનની નીચે તેલની
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
કપૂર મહેકદેહકો વિસાર ભાન દઢ અતિ ધાર જ્ઞાન અનાહત નાદ સુણે અતિ પ્રીત લાયકે; સુધાસિંધુરૂપ પાવે સુખ હોય જાવે તબ, મુખથી બતાવે કહા મુંગા ગોળ ખાયકે. ૩૯ ધરમ સુકલ ધ્યાન હિરમેં ધારિયે , આરત રૂદર દોઉ ધ્યાનકું નિવારીએ; પ્રથમ પ્રથમ ચાર ચાર પાયે હે ક્યું,
તાકો તો સરૂપ ગુરુગમથી વિચારીએ. ધારા પેઠે અવિચ્છિન્નપણે ચાલતો અને દીર્ઘ ઘંટાનાદની જેમ લાંબો તાર શબ્દ પ્રગટ કરતો અનાહત નાદ-પ્રણવ-ઓકારનાદ સાંભળે, તે અમૃતના સમુદ્ર જેવું સુખ પામે. તે સુખ જેમ મૂંગો ગોળ ખાઈને બતાવી ન શકે, તેમ મુખથી કઈ રીતે બતાવી શકાય ? ૩૯
ધર્મધ્યાન અને શુકલધ્યાન હૃદયમાં ધારણ કરીએ, અને આર્તધ્યાન અને રૌદ્ર એ બે ધ્યાનને નિવારીએ. એ ચારે ય ધ્યાનના ચાર-ચાર પાયા છે. જેમ કે : (૧) ધર્મધ્યાનના ચાર પાયા : ૧ આજ્ઞાવિચય, ૨ અપાયરિચય.
૩ વિપાકવિચય અને ૪ લોકસંસ્થાનવિચય (૨) શુકલધ્યાનના ચાર પાયા : ૧ પૃથકૃત્વવિતર્ક સવિચાર, ૨
એક_વિતર્ક અવિચાર, ૩ સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી, ૪ સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ. આર્તધ્યાનના ચાર પાયા: ૧ અનિષ્ટસંયોગ આર્તધ્યાન, ર ઈષ્ટસંયોગ આર્તધ્યાન, ૩ રોગચિંતા આર્તધ્યાન અને ૪
અગ્રશૌચ આર્તધ્યાન. (૪) રૌદ્રધ્યાનના ચાર પાયા : ૧ હિંસાનંદ રૌદ્રધ્યાન, ૨
(૩).
Page #36
--------------------------------------------------------------------------
________________
૨
૧
સવૈયા-સાર્થ
એસો ધ્યાન અગનિ પ્રજાર કાયકુંડ બીચ, કર્મકાષ્ટ કરી ર્યું આહુતિ તામેં ડારીએ; દુર્થોન દૂર હોય આપ ધ્યાન ભુરી ભયે, શુદ્ધ હી સરૂપ નિજ કર થિર ધારીએ. ૪૦ ભૂલ્યો ફિરે ફુલ્યો મોહ મદિરાકી છાકમાંહિ, ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચારકું; પંડિત કહાયો ગ્રંથ પઢી આયો નાંહિ સાચો, ભેદ પાયો અરુ ધાયો દેહકે વિકારકું; પ્રભુતાઈ ઘોર નવિ પ્રભુકું સંભારે મુખ, જ્ઞાન તો ઉચારે નવિ મારે મનજાર; ખોટો ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે, તે તો નવિ પાવે ભવઉદધિકે પારકું. ૪૧ અસત્યાનંદ રૌદ્રધ્યાન, ૩ ચૌર્યાનંદ રૌદ્રધ્યાન અને ૪ સંરક્ષાનુબંધી રૌદ્રધ્યાન.
આનું સ્વરૂપ ગુરુગમથી ધારણ કરીએ. કાયારૂપી કુંડની અંદર આવો. ધ્યાનરૂપી અગ્નિ પ્રજવલિત કરી તેમાં કર્મરૂપી કાષ્ઠની આહુતિ નાખીએ. જેમ જેમ દુર્થાન દૂર થાય તેમ તેમ આત્મધ્યાન વિશેષ થાય. પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાનું કરી તેને સ્થિરપણે ધારણ કરીએ. ૪૦
અજ્ઞાનથી ભૂલો પડેલો મોહ-મદિરામાં બેભાન થયેલો ફૂલ્યો ફરે છે. આત્માના અધ્યાત્મવિચારને જે ધારણ કરતો નથી. જે ગ્રંથો ભણીને પંડિત કહેવાયો પણ સાચા ભેદને પામ્યો નહિ. અને દેહના વિકારો તરફ દોડ્યો, મોટાઈને ધારણ કરે પણ મુખથી પ્રભુને યાદ ન કરે. જ્ઞાનનો ઉચ્ચાર કરે પણ વ્યભિચારી મનને મારે નહિ, લોકોને ખોટો ઉપદેશ આપે અને ઘણા
Page #37
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મચ્છકચ્છા અસનાન પયપાન શિશુ જાણીએ; ખર અંગ ધાર છાર ફણિ પૌનકૌ આહાર; દીપસિખા અંગ જાર સલભ પિછાનીએ. ભેડ મૂલ ચાલે લઠ પશુઅન પટા અરુ. ગડર મુંડાવે મુંડ બોત કા વખાણીએ; જટાધાર વટકેરો વૃક્ષ જ્યે વખાણે તાકો, ઇત્યાદિક કરણી ન ગિણતીમેં આણીએ. ૪૨ છાંડકે કુસંગત સુસંગથી સનેહ કીજે, ગુણ ગ્રહી લીજે અવગુણ દૃષ્ટિ ટારકે; ભેદજ્ઞાન પાયા જોગ જ્વાલા કરી ભિન્ન કીજે,
કનક ઉપલકું વિવેક ખાર ડારકે. અનાચારોનું સેવન કરે, તે જીવ સંસારસમુદ્રના પારને પામતો નથી. ૪૧
ધ્યાન તો બગલા પણ ધરે છે, પોપટ પણ મુખથી જ્ઞાન બોલે છે, માછલાં અને કાચબા પણ સ્નાન કરે છે, બાળક પણ દૂધનું પાન કરે છે, ગધેડા પણ શરીર ઉપર ધૂળ-રાખ લગાવે છે, સર્પ પણ પવનનો આહાર કરે છે, પતંગિયું દીવાની શિખામાં અંગ બાળીને મૃત્યુ સ્વીકારે છે, બોકડો ઝાડનાં મૂળિયાં ખાઈને જીવનનિર્વાહ કરે છે, પશુઓ પણ શરીરને મજબૂત કરે છે, ઘેટાઓ પણ મુંડન કરાવે છે, તો મુંડનનાં વધારે વખાણ કેમ કરીએ ? ૪૨
ખરાબ સોબતનો ત્યાગ કરી, સારી સોબત સાથે સ્નેહ કરવો, અવગુણ દૃષ્ટિનો ત્યાગ કરીને ગુણને ગ્રહણ કરી ગુણ લેવા. જેમ સુવર્ણના અર્થી ક્ષાર મૂકી કનક અને પત્થરને જુદા પાડે છે, તેમ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને યોગરૂપી વાળા પ્રગટાવી
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૩
સયા-સાર્થ
જ્ઞાની જો મિલે તો જ્ઞાનધ્યાનકો વિચાર કીજે, મિલે જો અજ્ઞાની તો રહીજે મૌન ધારકે; ચિદાનંદ તત્ત્વ એહી આતમ વિચાર કરજે, અંતર સકલ પરમાદ ભાવ ગાયક. ૪૩ જૂઠો પક્ષ તાણે, વિના તત્ત્વકી પિછાણ કરે, પક્ષ જાય ઈસ અવતાર આય લીનો હે; ભયે હે પાષાણ ભગવાન શિવજી કહાત, બિદા (વિધુ) કોપ કરકે સરાપ જબદીનો હે; તિહું લોકમાંહિ શિવલિંગનો વિસ્તાર ભયો, વજ વજ કરી તાકું ખંડ ખંડ કીનો હે; ચિદાનંદ એસો મનમત ધાર મિથ્યામતિ મોક્ષમાર્ગ જાણ્યા વિના મિથ્યામતિ ભીનો હે. ૪૪
વિવેકરૂપ ક્ષાર મૂકી આત્મા સાથે મળેલાં કર્મોને છૂટાં પાડી દઈએ. જો જ્ઞાની મળે તો જ્ઞાન-ધ્યાનનો વિચાર કરીએ અને અજ્ઞાની મળે તો મૌન ધારણ કરીને રહીએ. હે ચિદાનંદ ! અંતરના સર્વ પ્રમાદભાવને ગાળી દઈને આ આત્મતત્વનો વિચાર કરીએ. ૪૩
હવે મિથ્યાત્વમતિવાળા કેવા હોય છે, તે કહે છે : તત્ત્વની ઓળખાણ વિના જેઓ ખોટો પક્ષ ખેંચે છે, તેઓ કહે છે કે : “મોક્ષમાં જઈને ઈશ્વર ફરી આવીને અવતાર લે છે, જે પત્થર હોય તેને શિવ ભગવાન કહે છે, બ્રહ્માએ કોપ કરીને જ્યારે શ્રાપ આપ્યો ત્યારે ત્રણે લોકમાં શિવલિંગનો વિસ્તાર થયો, ઇન્દ્ર વજથી તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા.' હે ચિદાનંદ ! આવો મિથ્યાત્વીઓ અસત્ય મત ધારે છે, તેઓ મોક્ષમાર્ગ જાણ્યા વિના મિથ્યામતિમાં રક્ત રહે છે. ૪૪ મહેક-૭૩
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪
કપૂર મહેંક-૭ રોમ રોમ દીઠ પોણે બે બે રોગ તનમાંહે, સાડે તીન કોડ રોમ કાયામેં સમાયે હે; પાંચ ક્રોડ અડસઠ લાખ નિન્નાણુ હજાર, છસેથી અધિક પંચતાલી રોગ ગાયે હે. એસો રોગ સોગ ઓર વિજોગકો સ્થાન જામે, મૂઢ અતિ મમતાકું ધારકે લોભાયો છે; ચિદાનંદ યાકો રાગ ત્યાગ કે સુજ્ઞાની જીવ, સાચો સુખ પાય અવિનાશી જ્યે કહાયો હે. ૪૫ યોહિ આજકાલ તોરે કરત જનમ ગયો, લહ્યો ન ધરમકો મરમ ચિત્ત લાયકે; સુદ્ધ-બુદ્ધ ખોઈ એસે માયામેં લપટ રહ્યો, ભયો હે દીવાનો તું ધતુરો માનું ખાય કે. ગહેગો અચાન જેસે લવાયું સેચાન તેમેં, ધરી પલ છીનમાં જ રવિસુત આયકે;
આ જીવના શરીરમાં એક એક રૂવાંટે પોણા બે પોણા બે રોગ રહેલા છે, એક શરીરમાં સાડા ત્રણ ક્રોડ રૂવાંટા છે, આ રીતે એક શરીરમાં પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવાણું હજાર, છસો અને પિસ્તાલીશ રોગ કહ્યા છે, જે શરીર આવા રોગ, શોક અને વિયોગનું સ્થાન છે, તે શરીરમાં મૂઢ જન અતિ મમતા ધારણ કરી મોહ્યો છે. તે ચિદાનંદ ! સુજ્ઞાની જીવ! આ શરીરનો રાગ છોડી દઈને સાચું સુખ પ્રાપ્ત કરે છે, જે સુખને અવિનાશી કહ્યું છે. ૪૫.
હે જીવ ! “હું આજે ધર્મ કરીશ, કાલે ધર્મ કરીશ” એમ કરીને તેં તારો જન્મારો ફોગટ ગુમાવ્યો, ધર્મના મર્મને ચિત્તમાં વિચારી ન મેળવ્યો. તે તારી શુદ્ધિ અને બુદ્ધિ ગુમાવી તું
Page #40
--------------------------------------------------------------------------
________________
૨
૫
સવૈયા-સાર્થ
ચિદાનંદ કાચકે શકલ કાજ ખોયો ગાઢ, નરભવ રૂ૫ રૂડો ચિંતામણિ પાયકે. ૪૬ લવસત્તમિક દેવ જાણે ખટ દ્રવ્ય ભેવ, પરકી ન કરે સેવ એસે પદ પાયો છે; સાગર પ્રમિત છે તે તીસ જાકુ આયુ થિતિ, બોધરૂપ અંતર સમાધિ લક્ષ લાયો છે. અલ્પ હે વિકાર અરુ સુખ તે અનંત જાકું, સૂત્રપાઠ કરી એસો પ્રગટ બતાયો હે; ચિદાનંદ એસો સુખ તેહુ જિનરાજ દેવ, ભાવના પ્રથમ મેં અનિત્ય દરસાયો હે. ૪૭ વનિતાવિલાસ દુઃખકો નિવાસ ભાસ પર્યો,
જંબૂસ્વામી ધર્યો તાતેં મનમેં વિરાગ ન્યું; માયામાં લપટાઈ રહ્યો. તું ધતૂરો ખાઈને ગાંડો બન્યો. જેમ સિંચાણો પક્ષી પક્ષીનાં બાળકોને પકડે તેમ અચાનક ક્ષણવારમાં જ (રવિસુત5)યમ-કાળ આ જીવને પકડશે. હે ચિદાનંદ ! આ ચિંતામણિરત્ન સમાન સુંદર મનુષ્યજન્મ પામીને કાચના ટુકડાને માટે નકામો ગુમાવ્યો. ૪૬
લવસત્તમદેવ-સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ કે જેઓ પદ્ધવ્યના ભેદોને જાણે છે, કાઈની સેવા ન કરે એવા અહિમિંદ્ર પદને પામ્યા છે, જેઓના આયુષ્યની સ્થિતિ તેત્રીશ સાગરોપમ છે, જેઓ બોધરૂપ અંતરસમાધિ આત્મસમાધિના લક્ષ્યને પામ્યા છે, જેઓનો વિકાર અતિઅલ્પ છે, જેઓનું સુખ અનંત છે, જેઓ હંમેશાં સૂત્રપાઠ-ધર્મગ્રંથોનું વાંચન કરે છે એમ બતાવ્યું છે. હે ચિદાનંદ ! આવાં તે સુખોને પણ શ્રી જિનેશ્વરદેવે પ્રથમ અનિત્યભાવનામાં અનિત્ય બતાવેલ છે ૪૭
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
કપૂર મહેંક-૭
વનિતાવિલાસી નાનાવિધ દુઃખ પાયે એસે, આમિષ આસકત કષ્ટ લહ્યો જૈસે કાગ જ્યું. નવપરણિત નાર વસુ ધન ધામ ત્યાગ, છિનમાં જ લહે ભવઉદધિકે પાર જ્યું; ચિદાનંદ નરકવાર હે પ્રગટ નાર, જ્ઞાનહીન કરે તેથી અતિ અનુરાગ જ્યું. ૪૮
સુણી ભંગકેરા શબ્દ કીટ ફીટ ભંગ ભયો, લોહકો વિકાસ ગયો પારસ ફરસથી; ફુલકે સંજોગ તિલતેલ હુ ભયો ફુલેલ, તરુ ભયે ચંદન સુવાસકે ફરસથી;
‘સ્ત્રીઓની સાથેનો વિલાસ એ દુઃખનો નિવાસ છે' એમ જેમને સમજાયું તેથી શ્રી જંબૂસ્વામીએ મનમાં વિરાગ ધારણ કર્યો. સ્ત્રીઓની સાથે વિલાસ કરનાર અનેક પ્રકારનાં દુઃખને પામે છે, જેવી રીતે માંસમાં આસક્ત એવો કાક-કાગડે કષ્ટ પામે છે, આથી નવી પરણેલી સ્ત્રીઓ સુવર્ણ, ધન અને ઘરનો ત્યાગ કરીને ક્ષણવારમાં જ ચારિત્ર લઈ શ્રી જંબૂસ્વામી સંસાર સમુદ્રનો પાર પામ્યા-મોક્ષે ગયા. હે ચિદાનંદ ! સ્ત્રી એ પ્રગટ નરકનું દ્વાર છે, જે અજ્ઞાની છે તે તેની સાથે ઘણો અનુરાગ કરે છે. ૪૮
ભ્રમરનો શબ્દ સાંભળી ઈયળ તેના ધ્યાનમાં રહી ઈયળપણાનો ત્યાગ કરી ભ્રમર થાય છે, પારસમણિનો સ્પર્શ થવાથી લોઢાનો વિકાર જાય છે, અર્થાત્ લોઢું સુવર્ણ થાય છે, ફૂલનો સંયોગ થવાથી તલનું તેલ ફૂલેલ-સુગંધી થાય છે, ચંદનની સુવાસના સ્પર્શથી તેથી નજીકમાં રહેલાં વૃક્ષો સુગંધી થાય છે, છીપના સંયોગથી સ્વાતિ નક્ષત્રનું છીપમાં પડેલ પાણીનું બિંદુ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨
૭
સવૈયા-સાર્થ
મુક્તાફળ સ્વાતકે ઉદક ભયો સીપસંગ, કાષ્ટ હુ પાષાણ ક્યું સીલોદક સરસથી; ચિદાનંદ આતમ પરમાતમ સરૂપ ભયો, અવસર પાય ભેદ-જ્ઞાનકે દરસથી. ૪૯ ખટ કાય મઝ ધાર ચોલણે ચોરાસી લાખ, નાના રૂપ સજ બહુવિધ નાચ કિનો હે; પંચ જો મિથ્યાતરૂપ સજ સણગાર અંગ, મોહમયી મદિરાકો કેફ અતિ પીનો હે; કુમતિ કુસંગ લીયો ઉભટ વેસ કીયો, ફીરત મગન ક્રોધ-માન રસ ભીનો હે; ચિદાનંદ આપકો સરૂપ વિસરાય એસે, સાંસારિક જીવકો બિરૂદ મોટો લીનો હે. ૫૦
મોતી થાય છે, શીલોદકથી અને સરેશથી લાકડું પત્થર જેવું થાય છે, તે ચિદાનંદ! અવસરે ભેદજ્ઞાનનું દર્શન પામીને આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. ૪૯
આ જીવે પૃથ્વીકાય આદિ છ કાયની અંદર ચોરાશી લાખ યોનિરૂપ વેષ ધારણ કરીને જુદાં જુદાં રૂપો સજી ઘણા પ્રકારે નાચ કર્યો. પાંચ મિથ્યાત્વરૂપ શણગારને અંગ ઉપર સજી, મોહરૂપ મદિરાનું પાન કરી ઉન્મત્ત થયો. કુમતિનો કુસંગ કરી ઉભટ વેષ ધારણ કર્યો. ક્રોધ અને માનમાં મગ્ન થઈ તેના રસમાં રકત થઈ ચાર ગતિમાં ફર્યા કરે છે. તે ચિદાનંદ ! આ રીતે જીવે પોતાના સ્વરૂપને ભૂલી સાંસારિક જીવનું મોટું બિરુદ પ્રાપ્ત કર્યું. ૫૦
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
કપૂર મહેક-૭
શિવ સુખ કાજ ધર્મ કહ્યો જિનરાજ દેવ, તાકે ચાર ભેદ જ્યે આચારાદિક જાણીયે ; દાન શીલ તપ ભાવ હૈ નિમિત્તકો લિખાવ, નિહચે વવહારથી દુવિધ મન આણીએ. સ્યાદ્વાદરૂપ અતિ પરમ અનૂપ એસો, દયારસ કૂપ પરતક્ષ પહચાણીએ; ચિદાનંદ શંકિતાદિ દૂષણ નિવાર સહુ, ધરમ પ્રતીત ગાઢી ચિત્તમાંહિ ઠાણીએ. ૫૧
હંસકો સુભાવ ધાર કીનો ગુણ અંગીકાર, પન્નગ સુભાવ એક ધ્યાનસે સુણીજીયે; ધારકે સમીરકો સુભાવ જ્યું સુગંધ યાકી,
શ્રી જિનેશ્વરદેવે મોક્ષસુખ માટે ધર્મ કહ્યો છે, તેના જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર અને વીર્યાચાર એ ચાર ભેદ છે, તેમજ દાન શીલ, તપ અને ભાવ એ ચાર ભેદ નિમિત્તરૂપે કહ્યા છે, (નિહચે=)નિશ્ચય અને વ્યવહારથી તેના બે ભેદ મનમાં લાવીએ. સ્યાદ્વાદરૂપ, અત્યંત શ્રેષ્ઠ, અનુપમ, દયારસના કૂપ સમાન એવા ધર્મને પ્રત્યક્ષપણે ઓળખીએ. હે ચિદાનંદ ! શંકા આદિ દૂષણોનો ત્યાગ કરી, ગાઢપણે ધર્મનો વિશ્વાસ ચિત્તની અંદર સ્થાપન કરીએ. ૫૧
હંસનો સ્વભાવ ધારણ કરી ગુણને અંગીકાર કરીએ. (હંસ જળમિશ્રિત દૂધમાં જળનો ત્યાગ કરી દૂધ ગ્રહણ કરે છે). સર્પનો સ્વભાવ એક ધ્યાનથી સાંભળીએ. (સર્પના મુખમાં પડેલ પાણીનું બિંદુ વિષરૂપ બને છે). વાયુનો સ્વભાવ ધારણ કરીસમજી સુગંધ ધારણ કરી ઠેકાણે ઠેકાણે જ્ઞાનીઓના સમૂહમાં પ્રકાશ કરીએ. હે ગુણવંત ! પરોપકાર કરવા માટે અમારી વિનંતિ છે. તે વિનંતિને હૃદયમાં ધારણ કરી સ્થિર કરી દઈએ.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
ઠોર ઠોર જ્ઞાતાવૃંદમે પ્રકાશ કીજીયે; પર ઉપકાર ગુણવંત વિનતિ હમારી, હિરદેમેં ધાર યાકું થિર કરી દીજીયે; ‘ચિદાનંદ' કેવે અરુ સુણકો સાર એહિ, જિન આણા ધાર નરભવ લાહો લીજીયે. પર
શ્રી ચિદાનંદજી કત પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ (પ્રસ્તાવના) ચિદાનંદ પદકજ નમી, ચિદાનંદ સુખદેવ; ચિદાનંદ સુખમાં સદા, મગન કરે તતખેવ. ૧ ચિદાનંદ પ્રભુની કળા, કેવળબીજ અનપાય; જાણે કેવળ અનુભવી, કિણથી કહી ન જાય. ૨ ચિદાનંદ પ્રભુની કૃતિ, અર્થ ગંભીર અપાર;
મંદમતિ હું તેહનો, પાર ન લહું નિરધાર. ૩ અને શ્રી ચિદાનંદજી કહે છે કે : “આ સાંભળવાનો સાર એ જ છે કે “શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને ધારણ કરી આ મનુષ્યજન્મ મળ્યાનો લહાવો લઈએ.” પર
ઈતિ શ્રી ચિદાનંદજી કૃત સવૈયા સમાપ્ત.
પ્રશ્નોત્તરરત્નમાળા-અર્થ શ્રી ચિદાનંદજી મહારાજના ચરણકમળને નમીને જ્ઞાન અને આનંદ(ચારિત્ર)ના સુખનો હેતુ છે, જે જ્ઞાન અને ચારિત્રના સુખમાં સદા મગ્ન કરે છે, તે ચિદાનંદ પ્રભુની કળા જે કેવળજ્ઞાનનું વિધ્વરહિત બીજ છે, જે કેવળ અનુભવી જ જાણે, તે કોઈથી કહી શકાય તેવી નથી. ૧-૨
ચિદાનંદપ્રભુની કૃતિ ઘણી અર્થથી ગંભીર છે, મંદબુદ્ધિવાળો હું તેનો નિશ્ચ પાર પામી શકું તેમ નથી. ૩
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
કપૂર મહેક-૭ તો પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ. તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ. ૪ કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉદાર; તાસ વિવરણ કરવા ભણી, આત્મ થયો ઉજમાળ. ૫ બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બોલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તોલ. ૬
મંગલાચરણ-દોહા પરમ જ્યોતિ પરમાતમા, પરમાનંદ અનૂપ; નમો સિદ્ધ સુખકર સદા, કલાતીત ચિરૂપ. ૧ પંચમહાવ્રત આદરત, પાળત પંચાચાર; સમતારસ સાયર સદા, સત્તાવીશ ગુણધાર. ૨
તો પણ જેઓ મારાથી વધારે મંદ બુદ્ધિવાળા છે, તેઓના હિતને માટે તેમજ સ્વહિતને માટે ચિદાનંદજી મહારાજની કૃતિ જોઈ, અને તેઓની વિશાળ ઉત્તરમાળ જોઈ, તેનું વિવરણ કરવા માટે મારો આત્મા ઉજમાળ થયેલ છે. ૪-૫
હું બુદ્ધિ વગરનો છું, છતાં ભક્તિના વશથી સુખ કરનારા એવા બોલોને બોલું છું. બાળક જે કાલું કાલું બોલે તેની તોલે કોણ આવે ? ૬
(આ કોઈ વિવરણકારનું પ્રસ્તાવનારૂપ મંગલાચરણ છે. મૂળગ્રંથ તો હવે પછી શરૂ થાય છે.)
મંગલાચરણ દોહા-અર્થ પરમાત્મા પરમજયોતિર્મય છે, પરમ આનંદસ્વરૂપ છે, કોઈની સાથે તેમને ઉપમા આપી શકાય તેમ નથી, જેઓ સર્વ કળાઓનો પાર પામેલા છે, સુખ કરનારા છે, અને જ્ઞાનસ્વરૂપ છે, તે શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. ૧
જેઓ પાંચ મહાવ્રતોને આદરે છે, જ્ઞાનાચાર આદિ પાંચ
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
પંચ સમિતિ ગુપતિધરા, ચરણ કરણ ગુણધાર; ચિદાનંદ જિનકે હિયે, કરુણાભાવ અપાર. ૩ સુરગિરિ હરિ સાયર સે, ઘર વીર ગંભીર; અપ્રમત્ત વિહારથી, માનું અપર સમીર. ૪ ઇત્યાદિક ગુણયુક્ત જે, જંગમ તીરથ જાણ; તે મુનિવર પ્રણમ્ સદા, અધિક પ્રેમ મન આણ. ૫ લાખ બાતકી એક બાત, પ્રશ્ન પ્રશ્નમેં જાણ; એક શત ચૌદે પ્રશ્નકો, ઉત્તર કહું વખાણ. ૬ પ્રશ્નમાળ એ કંઠમેં, જે ધારત નર-નાર;
તાસ હિયે અતિ ઉપજે, સાર વિવેક વિચાર. ૭ આચારોનું પાલન કરે છે, જેઓ સમતારસના સમુદ્ર છે, અને સત્તાવીશ ગુણોને ધારણ કરે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે, ચરણસિત્તરી અને કરણસિત્તરીના ગુણોને ધારણ કરે છે, જેઓના હૃદયમાં જ્ઞાનનો આનંદ છે, જે અપાર છે, જેઓ મેરુપર્વત સમાન ધીર છે, સિંહ સમાન વીર છે, સમુદ્ર જેવા ગંભીર છે, વાયુની જેમ અપ્રમત્ત વિહારવાળા છે. ૨-૩-૪ | ઇત્યાદિ જે ગુણયુક્ત હોય, તે જંગમતીર્થ સમાન જાણવા. તેવા મુનિઓને મનમાં અધિક પ્રેમ લાવીને હંમેશાં નમન કરું છું. ૫
અહીં જે પ્રશ્નો પૂછવામાં આવે છે, તે એક એક પ્રશ્નમાં લાખ વાતની એક વાત કહી છે, એવા એકસો ચૌદ (૧૧૪). પ્રશ્નોના ઉત્તર વ્યાખ્યાન કરી સમજાવી કહું છું. ૬
આ પ્રશ્નોની માળાને જે સ્ત્રી-પુરુષ કંઠમાં ધારણ કરે છે, તેઓના હૃદયમાં વિવેકના સારભૂત એવા ઘણા વિચારો ઉત્પન્ન થાય છે. ૭
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
કપૂર મહેંક-૭
૧૧૪ પ્રશ્નો
દેવ રધરમ અરુ ગુરુ કહા ? ་સુખ દુઃખ ‘જ્ઞાન અજ્ઞાન; ધ્યાન ધ્યેય ધ્યાતા કહા ? કહા ૧૧માન ૧૨અપમાન. ૧ ૧૩જીવ ૧૪અજીવ કહો કહા ? પુણ્ય પાપ કહા હોય ? ૧૭આશ્રવ ૧૮સંવર નિર્જરા, બંધ મોક્ષ કહા દોય ? ૨
હેય જ્ઞેય ફુનિ હે કહા ? ૨૪ઉપાદેય કહા હોય ? ૨૫બોધ અબોધ વિવેક કહા ? ફુનિ અવિવેક સમોય. ૩
કૌન ચતુર મૂરખ કવણ ? રાવ ૨૨ક ગુણવંત ? ૩૪જોગી પતિ કહો જીકે, કો જગ સંત મહંત ? ૪
૧૧૪ પ્રશ્નો-અર્થ
૧ દેવ કોણ ?, ૨ ધર્મ કોણ ?, ૩ ગુરુ કોણ ?, ૪ સુખ શું ?, પ્ દુઃખ શું ?, ૬ જ્ઞાન શું ?, ૭ અજ્ઞાન શું?, ૮ ધ્યાન શું ?, ૯ ધ્યેય શું ?, ૧૦ ધ્યાતા શું ?, ૧૧ માન શું ?, ૧૨ અપમાન શું ? ૧
૧૩ જીવ કોણ ?, ૧૪ અજીવ કોણ ?, ૧૫ પુણ્ય કેવી રીતે થાય ?, ૧૬ પાપ કેવી રીતે થાય ?, ૧૭ આશ્રવ કેવી રીતે થાય ?, ૧૮ સંવર કેવી રીતે થાય ?, ૧૯ નિર્જરા કેવી રીતે થાય ?, ૨૦ બંધ કેવી રીતે થાય ?, ૨૧ મોક્ષ કેવી રીતે થાય ? ૨
૨૨ હેય શું ?, ૨૩ જ્ઞેય શું ?, ૨૪ ઉપાદેય શું ?, ૨૫ બોધ શું ?, ૨૬ અબોધ શું ?, ૨૭ વિવેક શું ?, ૨૮ અવિવેક શું ? ૩
૨૯ ચતુર કોણ ?, ૩૦ મૂર્ખ કોણ ?, ૩૧ રાજા કોણ ?, ૩૨ ૨ેક કોણ ? ૩૩ ગુણવંત કોણ ?, ૩૪ યોગી કોણ ?, ૩૫ યતિ કોણે ?, ૩૬ જગતમાં સંત કોણ, ૩૭ મહંત કોણ ? ૪
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
૩૩ શૂરવીર ૩૯કાયર કવણ ? કો પશુ માનવ દેવ ?
બાહ્મણ ક્ષત્રિય પર્વશ કો ? કહો “શુદ્ર કહા ભેવ ? ૫ કહા ૪૭અથિર થિર હે કહા? છિલ્લર કહા અગાધ? તપ પ૨જપ સંજમ હે કહા? કવણ પજચોર કો સાધ ? ૬ અતિદુર્જય જગમેં કહા? અધિક પકપટ કહાં હોય? નીચ પ૯ઉંચ ઉત્તમ કહા ? કહો કૃપા કર સોય. ૭ અતિ પ્રચંડ 'અગ્નિ કહા ? કો દુરદમ માતંગ; વિષવેલી જગમેં કહા ? જસાયર પ્રબલ તરંગ. ૮ કિણથી ડરીએ સર્વદા ? કિણથી મળીએ ધાય ? કિણકી સંગત ગુણ વધે ? કિણ સંગત પત “જાય ? ૯
૩૮ શૂરવીર કોણ?, ૩૯ કાયર કોણ?, ૪૦ પશુ કોણ?, ૪૧ માનવ કોણ ?, ૪૨ દેવ કોણ?, ૪૩ બ્રાહ્મણ કોણ?, ૪૪ ક્ષત્રિય કોણ ? ૪૫ વૈશ્ય કોણ ?, ૪૬ શૂદ્ર કોણ ? ૫
૪૭ અસ્થિર કોણ ?, ૪૮ સ્થિર કોણ ?, ૪૯ છિલ્લર કોણ ?, ૫૦ અગાધ કોણ, ૫૧ તપ શું ?, પર જપ શું ?, પ૩ સંયમ શું ? ૫૪ ચોર કોણ ? ૫૫ સાધુ કોણ ? ૬
જગતમાં અતિદુર્જય શું ?, પ૭ અધિક કપટ શું ?, ૫૮ નીચ કોણ ?, ૫૯ ઉંચ કોણ ?, ૬૦ ઉત્તમ કોણ ? તે કૃપા કરીને કહો. ૭
૬૧ અતિ પ્રચંડ અગ્નિ શું ?, ૬ર દુર્દમ હાથી શું ?, ૬૩ જગતમાં વિષવેલડી શું ?, ૬૪ પ્રબલ તરંગવાળો સમુદ્ર કયો ? ૮
૬૫ કોનાથી હંમેશાં ડરીએ ?, ૬૬ કોને દોડીને જઈ મળીએ?, ૬૭ કોની સંગતથી ગુણ વધે?, ૬૮ કોની સંગતથી આબરૂ જાય ? ૯
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
કપૂર મહેક-૭ ચપળા તિમ ચંચળ કહા? કહા અચળ કહા "સાર? ફુનિ અસાર વસ્તુ કહા ? કો જગ નરકદુવાર ? ૧૦
અંધ બધિર જગ મૂક કો? માત પિતા રિપુ મિત? પંડિત મૂઢ સુખી “દુઃખી, કો જગમાંહે “અભીત ? ૧૧ મ્હોટા ભય જગમેં કહા ? કહા જરા અતિઘોર? પ્રબળ વેદના હે કહા ? કહા વક્ર કિશોર ? ૧૨ કલ્પવૃક્ષ "ચિંતામણિ, ૯૨કામગવી શું થાય ? ચિત્રાવેલી હે કહા ? સાધ્યાં દુઃખ જાય ? ૧૩ “શ્રવણ નયન ૯૭મુખ કર ભુજા, હૃદય ૧૦૧કંઠ અરુ ભાળ; ઈનકા ૧૦૨મંડન હે કહા ? કહા જગ હારે ૧૦જાળ ? ૧૪
૬૯ વિજળી જેવું ચંચળ શું ?, ૭૦ અચળ શું ?, ૭૧ સાર શું ?, ૭ર અસાર વસ્તુ કઈ ?, ૭૩ જગતમાં નરકનું દ્વાર શું ? ૧૦
૭૪ અંધ કોણ ?, ૭૫ બહેરો કોણ ?, ૭૬ મૂંગો કોણ?, ૭૭ માતા કોણ ?, ૭૮ પિતા કોણ ?, ૭૯ શત્રુ કોણ?, ૮૦ મિત્ર કોણ ?, ૮૧ પંડિત કોણ ?, ૮૨ મૂઢ કોણ?, ૮૩ સુખી કોણ ?, ૮૪ દુ:ખી કોણ ?, ૮૫ જગતમાં ભયરહિત કોણ ? ૧૧
૮૬ જગતમાં મોટો ભય કયો ?, ૮૭ અતિભયંકર જરા કોણ ?, ૮૮ પ્રબળ વેદના કઈ ?, ૮૯ વક્ર અશ્વ કોણ ? ૧૨
૯૦ કલ્પવૃક્ષ કોણ ?, ૯૧ ચિંતામણિ કોણ ?, ૯૨ કામધેનુ કોણ ?, ૯૩ ચિત્રાવેલી શું ?, ૯૪ શું સાંધવાથી દુઃખ જાય ? ૧૩
૯૫ કાન, ૯૬ આંખ, ૯૭ મુખ, ૯૮ કર, ૯૯ ભુજા, ૧૦૦ હૃદય, ૧૦૧ કંઠ અને ૧૦૨ કપાળ તેનાં ભૂષણ કયાં? ૧૦૩ જગતમાં મોટી જાળ કઈ ? ૧૪
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
૩૫ ૧૦ પાપ ૧૦૫રોગ અરુ દુઃખના ? કહો ૧૦૬ કારણ શું હોય? અશુચિ ૧૦૭વસ્તુ જગમેં કહા? કહા શુચિ કહા જોય? ૧૫ કહા ૧૦૯સુધા અરુ વિષ કહા? કહા સંગ ૨કુસંગ? કહા હે ૧૧૩રંગ પતંગકા ? કહા મજીઠી ૧૧૪રંગ ? ૧૬
૧૧૪ પ્રશ્નોના ઉત્તર
| (ચોપાઈ) દેવ શ્રી અરિહંત નિરાગી, દયામૂળ શુચિ ધર્મ સોભાગી; હિત ઉપદેશ ગુરુ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ. ૧ ઉદાસીનતા સુખ જગ માંહિ, જન્મ-મરણ સમ દુઃખ કોઈ નાહીં; આત્મબોધ જ્ઞાન હિતકાર, પ્રબળ અજ્ઞાન ભ્રમણ સંસાર. ૨
૧૦૪ પાપ, ૧૦૫ રાંગ અને ૧૦૬ દુઃખના કારણે કયાં? ૧૦૭ જગતમાં અપવિત્ર વસ્તુ કઈ ?, ૧૦૮ પવિત્ર વસ્તુ કઈ જાણવી ? ૧૫
૧૦૯ અમૃત શું ?, ૧૧૦ વિષે શું ?, ૧૧૧ સંગ શું ?, ૧૧૨ કુસંગ શું ?, ૧૧૩ પતંગનો રંગ શું ?, ૧૧૪ મજીઠનો રંગ શું ? ૧૬
૧૧૪ પ્રશ્નોના ઉત્તર ૧ રાગ-દ્વેષ રહિત અરિહંત પરમાત્મા, તે દેવ છે. ૨ દયા છે મૂળ જેનું એવો પવિત્ર ધર્મ સૌભાગ્ય સ્વરૂપ છે. ૩ હિતનો ઉપદેશ કરનાર ઉત્તમ સાધુ કે જે અગમ્ય અને અગાધ એવા ગુણોને ધારણ કરે છે, તે ગુરુ છે. ૧
૪ ઉદાસીનતા એ જગતમાં સુખ છે. ૫ જન્મ-મરણ સમાન કોઈ દુ:ખ નથી. ૬ આત્માનો બોધ કરાવે તેવું જ્ઞાન હિતકારી છે. ૭ પ્રબળ અજ્ઞાન, એ સંસારમાં ભ્રમણ કરાવનાર છે. ૨
Page #51
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેંક-૭ ‘ચિત્તનિરોધ તે ઉત્તમ ધ્યાન, ધ્યેય વીતરાગી ભગવાન; ધ્યાતા તાસ મુમુક્ષુ વખાન, જે જિનમત તત્ત્વારથ જાણ. ૩ લહી ભવ્યતા મોટો માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન;
ચેતનલક્ષણ કહીએ જીવ, રહિત અચેતન જાન અજીવ. ૪ પર "ઉપગાર પુણ્ય કરી જાણ, પરપીડા તે પાપ વખાણ; આશ્રવ કર્મ આગમન ધારે, સંવર તાસ વિરોધ વિચારે. ૫ નિર્મળ હંસ અંશ જિહાં હોય, નિર્જરા દ્વાદશવિધ તપ જોય; વેદ ભેદ બંધન દુઃખરૂપ, બંધ "અભાવ તે મોક્ષ અનૂપ. ૬
૮ ચિત્તનો નિરોધ કરવો-કાબૂમાં રાખવું, તે ઉત્તમ ધ્યાન છે. ૯ વીતરાગ ભગવંત એ ધ્યેય (ધ્યાન કરવા લાયક) છે. ૧૦ જે જે સંસારથી છૂટવાની ઇચ્છાવાળો (મુમુક્ષુ) એ ધ્યાતા છે, જે જિનેશ્વર મતના તત્ત્વોના અર્થને જાણે છે. ૩
૧૧ જેણે ભવ્યતા મેળવી છે, તે મોટું માન છે. ૧૨ ત્રણ ભુવનમાં અભવ્ય જેવું બીજું કયું અપમાન છે? અર્થાત્ અભવ્યપણું એ અપમાન છે. ૧૩ જેનામાં ચૈતન્ય હોય તે જીવ કહેવાય. ૧૪ ચેતના રહિત જીવ, તે અજીવ છે. ૪
૧૫ જે બીજા ઉપર ઉપકાર કરે, તે પુણ્ય જાણવું. ૧૬ જે બીજાને પીડા કરે, તે પાપ જાણવું. ૧૭ જે કર્મોનું આત્મામાં આગમન થાય, તે આશ્રય. ૧૮ “આવતા કર્મોને રોકવા, તે સંવર' એમ વિચારો. ૫
૧૯ આત્મા અંશથી નિર્મળ થાય, કર્મોનો જેનાથી આંશિક ક્ષય થાય તે બાર પ્રકારનો તપ, તે નિર્જરા જાણવી. ૨૦ વેદન, ભેદન અને બંધન જેનાથી થાય, તે કર્મબંધ દુઃખરૂપ છે. ૨૧ બંધનો અભાવ તે મોક્ષ છે, તેને કોઈની સાથે ઉપમા આપી શકાય નહિ. ૬
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ પરપરિણતિ મમતાદિક હય, સ્વસ્વભાવ જ્ઞાન કર જોય; ઉપાદેય આતમગુણવંદ, જાણો ભવિક મહાસુખકંદ. ૭ ૨૫પરમબોધ મિથ્યાદગુરોધ, મિથ્યાદગુ દુઃખહેત અબોધ;
આતમહિતચિંતા સુવિવેક, તાસ વિમુખ જડતા અવિવેક. ૮ પરભવ સાધક ચતુર કહાવે, મૂરખ તે જે બંધ બઢાવે; "ત્યાગી અચળ રાજપદ પાવે, જે લોભી તે રંક કહાવે. ૯ ઉત્તમ ગુણરાગી ગુણવંત, જે નર લહત ભવોદધિ અંત, જોગી જસ ૩૪મમતા નહીં રતિ, મન ઇંદ્રી જીતે તે જતિ. ૧૦
૨૨ મમતા વગેરે કે જે પરપરિણતિરૂપ છે, તે હેયછાંડવા લાયક છે. ૨૩ જે પોતાના આત્માના સ્વભાવને જાણવો, તે જ્ઞેય છે. ૨૪ આત્માના ગુણોનો સમૂહ, તે ઉપાદેય-આદરવા યોગ્ય છે, હે ભવ્યજીવો ! મહાસુખના મૂળ તેને જાણો. ૭
૨૫ જે મિથ્યા-ખોટી દષ્ટિને રોધ-દૂર કરે, તે પરમબોધ છે. ૨૬ મિથ્યાદૃષ્ટિરૂપ અજ્ઞાન, તે દુઃખનો હેતુ છે. ૨૭ આત્મહિતની વિચારણા કરવી, તે સુવિવેક છે. ૨૮ જે આત્મહિતથી વિમુખ કરે, તે જડતા અવિવેક છે. ૮
૨૯ જે પોતાના પરભવને સાધે, તે ચતુર કહેવાય છે. ૩૦ જે આત્મામાં કર્મનો બંધ વધારે, તે મૂર્ખ છે. ૩૧ જે ત્યાગી છે, તે ચલાયમાન ન થાય તેવા રાજપદને પામે છે. ૩૨ જે લોભી છે, તે રંક કહેવાય છે. ૯
૩૩ જે ઉત્તમ ગુણોનો અનુરાગી હોય, તે ગુણવંત પુરુષ સંસારસમુદ્રના અંતને પામે છે. ૩૪ જેને રતિમાત્ર પણ મમતા ન હોય, તે યોગી કહેવાય. ૩૫ જેણે મન અને ઇંદ્રિયોને જીતી છે, તે જતિ કહેવાય. ૧૦
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
કપૂર મહેંક-૭ સમતારસસાયર સો સંત, તજત માન તે પુરુષ મહંત; શૂરવીર જે કંદ્રપ “વારે, કાયર કામ આણા શિરધારે. ૧૧ ૪૦અવિવેકી નર પશુ સમાન, માનવ જસ ઘટ ૪ આતમજ્ઞાન; દિવ્યદૃષ્ટિધારી જિનદેવ, કરતા તાસ ઇંદ્રાદિક સેવ. ૧૨ બ્રાહ્મણ તે જે બ્રહ્મપિછાણે, ક્ષત્રી કર્મરિપુ જીવશ આણે; વૈશ્ય હાણિ વૃદ્ધિ જે લખે, શુદ્ર ભક્ષ અભક્ષ જે ભખે. ૧૩ અથિરરૂપ જાણો ૪૭સંસાર, થિર એક જ જિનધર્મ હિતકાર; ૪૯ઇંદ્રિયસુખ છિલ્લરજલ જાણો, પશ્રમણ અતીદ્રિ અગાધ વખાણો.૧૪
૩૬ જે સમતારસનો સમુદ્ર છે, તે સંત કહેવાય. ૩૭ જે માનનો ત્યાગ કરે, તે પુરુષ મહંત કહેવાય. ૩૮ જે મુનષ્ય કામદેવને વારે છે, દૂર કરે છે, તે શૂરવીર છે. ૩૯ જે કામદેવની આજ્ઞા મસ્તકે ધારે છે, તે કાયર કહેવાય છે. ૧૧
૪૦ વિવેક વગરનો માણસ, પશુ સમાન છે. ૪૧ જેના હૈયામાં આત્મજ્ઞાન છે, તે માનવ કહેવાય. ૪૨ જે દિવ્યદૃષ્ટિનેકેવળજ્ઞાનને ધારણ કરે છે, તે જિનેશ્વર દેવ કહેવાય. તેઓની સેવા ઇંદ્ર વગેરે પણ કરે છે. ૧૨
૪૩ જે આત્માને ઓળખે, તે બ્રાહ્મણ કહેવાય. ૪૪ જે કર્મરૂપી શત્રુઓને વશમાં લાવે, તે ક્ષત્રિય કહેવાય. ૪૫ જે હાનિ અને વૃદ્ધિને સમજે, તે વૈશ્ય કહેવાય. ૪૬ જે ભક્ષ્યઅભક્ષ્ય બધું ખાય, તે શૂદ્ર કહેવાય. ૧૩
૪૭ આ સંસારને અસ્થિર રૂપે જાણો. ૪૮ હિતને કરનાર શ્રી જિનધર્મને એક સ્થિરરૂપે જાણો. ૪૯ ઇંદ્રિયના સુખને છિલ્લર જળરૂપ જાણો. ૫૦ જે ઇંદ્રિયાતીત શ્રમણ છે, તેને અગાધ વખાણો. ૧૪
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
૩૯ પઇચ્છારીધન તપ મનોહાર, જપ ઉત્તમ જગમેં પરનવકાર; સંજમ પરુઆતમથિરતાભાવ, ભવસાયર. તરવાકો નાવ; ૧૫ છતી શક્તિ ૫૪ગોપવે તે ચોર, પશિવસાધક તે સાધ કિશોર; અતિ દુર્જય મનકી પગતિ જોય, અતિકપટ પનારીમેં હોય. ૧૬ નીચ સોઈ પરદ્રોહ વિચારે, ઉંચ પુરુષ પરવિકથા નિવારે; ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શોક હૃદયે નવિ આણે. ૧૭
અતિ પ્રચંડ અગ્નિ હે ક્રોધ, દુર્દમ માન મતંગ જ જોધ; વિષવલ્લી માયા જગમાંહી, જલોભ સમો સાયર કો નાહિ. ૧૮ નીચસંગથી ડરીયે ભાય, મળીએ સદા અસંતકું જાય; સાધુસંગ ગુણવૃદ્ધિ થાય, નારીકી સંગત પત જાય. ૧૯
૫૧ ઇચ્છાનો રોધ કરવો, તે સુંદર તપ છે. પ૨ જગતમાં ઉત્તમ જપ નવકાર મંત્ર છે. પ૩ આત્માનો સ્થિરભાવ, તે સંયમ છે. જે સંસારસમુદ્રને તરવા નાવ સમાન છે. ૧૫
૫૪ જે છતી શક્તિને ગોપવે છે, તે ચોર છે. ૫૫ જે જીવ મોક્ષની સાધના કરે છે, તે સાધુ છે. પ૬ મનની ગતિ, તે અત્યંત દુર્જય છે. પ૭ સ્ત્રીમાં અતિકપટ હોય છે. ૧૬
૫૮ જે પારકાનો દ્રોહ કરવાની વિચારણા કરે છે, તે નીચ છે. ૫૯ જે પારકાની વિકથાને નિવારે છે-દૂર કરે છે, તે ઉચ્ચ પુરુષ છે. ૬૦ જે સોનાને કીચડ સમાન માને છે, અને હૃદયમાં હર્ષ કે શોક લાવતો નથી, તે ઉત્તમ પુરુષ છે. ૧૭
- ૬૧ અતિ પ્રચંડ અગ્નિ ક્રોધ છે. ૬૨ માન યોદ્ધો દુર્દમ હાથી સમાન છે. ૬૩ જગતમાં માયા એ વિષવેલ છે. ૬૪ લોભ સમાન કોઈ સમુદ્ર નથી. ૧૮
૬૫ હે ભાઈ ! નીચના સંગથી ડરીએ. ૬૬ હંમેશાં સંતપુરુષ પાસે જઈને મળીએ. ૬૭ સાધુનો સંગ કરવાથી ગુણોની વૃદ્ધિ થાય. ૬૮ સ્ત્રીનો સંગ કરવાથી આબરૂ જાય. ૧૯ મહેક-૭/૪
Page #55
--------------------------------------------------------------------------
________________
४०
કપૂર મહેક-૭ ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજલિ જળ જેમ છિજે, ઈણવિધ જાણી મમત કહા કીજે. ૨૦ ચપળા તિમ ચંચળ ધન ધામ, અચળ એક જગમેં પ્રભુનામ;
ધર્મ એક ત્રભુવનમેં સાર, તન ધન યોવન સકલ અસાર. ૨૧ નરકધાર ૭૩નારી નિત જોણો, તેથી રાગ હિયે નવિ આણો; અંતરલક્ષ રહિત તે અંધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ. ૨૨ જે નવિ સુણત સિદ્ધાંત ૭૫વખાણ, બધિર પુરુષ જગમેં તે જાણ; અવસર ઉચિત બોલી નવિ જાણે, તામું જ્ઞાની મૂક વખાણે. ૨૩
૬૯ મનુષ્યનું આયુષ્ય એ વીજળીની જેમ ચંચળ છે. જેમ પવનથી વૃક્ષનાં પાન ખરી જાય અને ખોબામાં રહેલું પાણી જેમ ઓછું થાય-ક્ષય પામે છે, એ રીતે આયુષ્યને જાણી તેની મમતા કેમ કરીએ ? ૨૦
ધન મકાન વગેરે પણ વીજળીની જેમ ચંચળ છે. ૭૦ જગતમાં પ્રભુનું નામ એ જ એક અચળ છે. ૭૧ ધર્મ એ જ એક ત્રણ ભુવનમાં સાર છે. ૭૨ શરીર, ધન, યૌવન વગેરે સર્વ વસ્તુ અસાર છે. ૨૧
૭૩ હંમેશાં નારી નરકનું દ્વાર જાણો, તેથી હૃદયમાં સ્ત્રીનો રાગ ન લાવો. ૭૪ જે અંતરના લક્ષ્યરહિત છે, અને મોક્ષ અને બંધને જાણતો નથી, તેને અંધ જાણો. ૨૨
૭૫ જે સિદ્ધાંત-શાસ્ત્રનાં વ્યાખ્યાનો સાંભળતો નથી, તે પુરુષને જગતમાં બધિર-મ્હરો જાણો. ૭૬ જે અવસરને ઉચિત બોલવાનું જાણતો નથી, તેને જ્ઞાની પુરુષો મૂક-મૂંગો કહે છે. ૨૩
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૧
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ સકળ જગતજનની હે દયા, કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ, તે તો ધર્મ ચિત્ત સદ્હીએ. ૨૪ ૭૯મોહ સમાન રિપુ નહીં હોય, દેખો સહુ અંતરગત જોય; સુખમેં મિત્ત સકળ સંસાર, દુઃખમેં મિત્ત નામ આધાર. ૨૫ ડરત પાપથી પંડિત સોય, હિંસા કરત મૂઢ સો હોય; સુખિયા સંતોષી જગમાંહી, જાકું ત્રિવિધ કામના નાંહિ, ૨૬ જાકું તૃષ્ણા અગમ અપાર, તે મ્હોટા દુઃખિયા તનુધાર; થયા પુરુષ જે વિષયાતીત, તે જગમાંહે પરમ અભીત. ૨૭
મરણ સમાન ભય નહીં કોય, પંથ સમાન જરા નવિ હોય; પ્રબળ વેદના “ક્ષુધા વખાણો, વક્ર તુરંગ ઇદ્રી મન આણો. ૨૮
૭૭ સકળ જગતની માતા દયા છે કે જે સર્વ જીવો ઉપર કૃપા કરે છે. ૭૮ “જે પાલન કરે, તે પિતા કહેવાય અને તેવા પિતા તો ધર્મ છે' એમ શ્રદ્ધા કરીએ. ૨૪
૭૯ મોહ સમાન કોઈ શત્રુ નથી તે સર્વ અંતર્ગત જઈને જુઓ. ૮૦ સુખમાં તો સંસારમાં બધાય મિત્રો હોય છે, પણ જે દુઃખમાં આધારરૂપ હોય તે સાચો મિત્ર છે. ૨૫ ( ૮૧ જે પાપથી ડરે, તે પંડિત છે. ૮૨ જે હિંસા કરે છે, તે મૂઢ છે. ૮૩ જે સંતોષી છે, તે જગતમાં સુખી છે. જેને મન, વચન, કાયાથી કોઈ ઈચ્છા નથી. ૨૬
૮૪ જેને ન જાણી શકાય એવી પાર વગરની તૃષ્ણા છે, તે જીવો મોટા દુઃખીયા છે. ૮૫ જે પુરુષ વિષયવિકારથી રહિત હોય તે જગતમાં પરમ અભીત-ભયરહિત છે. ૨૭
મરણ સમાન કોઈ ભય નથી. ૮૭ પંથ (મુસાફરી) સમાન કોઈ જરા નથી. ૮૮ પ્રબળ વેદના તે સુધા-ભૂખ જાણો. ૮૯ વક્ર ઘોડા તે ઇંદ્રિયો અને મન છે, તે જાણો. ૨૮
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
કપૂર મહેંક-૭ કલ્પવૃક્ષ સંજમ સુખકાર, "અનુભવ ચિંતામણિ વિચાર; કામગવી વર વિદ્યા જાણ, ચિત્રાવેલી ભક્તિ ચિત્ત આણ. ૨૯ ૯૪સંજમ સાધ્યા સવિ દુઃખ જાવે, દુઃખ સહુ ગયા મોક્ષપદ પાવે; શ્રવણ શોભા સુણીયે “જિનવાણી, નિર્મળ જિમ ગંગાજળ પાણી. ૩૦ નયનશોભાજિનબિંબ નિહારો, જિનપડિમાજિનસમ કરી ધારો;
સત્ય વચન મુખ શોભા સારી, તજ તંબોલ સંત તવારી. ૩૧ કરકી શોભા ૯૯દાન વખાણો, ઉત્તમ ભેદ પંચ તસ જાણો; ભુજાબળ તરીએ સંસાર, ઇણવિધ ભુજ શોભા ચિત્ત ધાર૩૨
૯૦ સંયમ, તે સુખને કરનાર કલ્પવૃક્ષ છે. ૯૧ “અનુભવ એ ચિંતામણિ રત્ન છે' એમ વિચારો. ૯૨ શ્રેષ્ઠ વિદ્યા, એ કામધેનુ ગાય છે. ૯૩ “પરમાત્માની ભક્તિ, એ ચિત્રાવેલી છે? એમ જાણો. ૨૯
૯૪ સંયમની સાધના કરવાથી સર્વ દુઃખો જાય અને સર્વ દુ:ખો જવાથી આત્મા મોક્ષપદને પામે છે. ૯૫ શ્રવણની શોભા તે જિનેશ્વર ભગવંતની વાણી છે, તે ગંગાનદીના પાણીની જેવી નિર્મળ છે. ૩૦
૯૬ નેત્રની શોભા, તે જિનેશ્વરના બિંબનાં દર્શન કરવાં તે છે, જિનેશ્વરની પ્રતિમાને જિનેશ્વરની સમાન કરીને ધારો. ૯૭ સત્ય વચન બોલવું, તે મુખની શોભા સારી છે. તે સપુરુષ ! તંબોલનો ત્યાગ કરો. ૩૧
૯૮ “હાથની શોભા દાન છે' એમ વખાણો, તે દાનના પાંચ ઉત્તમ ભેદ છે. ૯૯ ભુજાના બળથી સંસારને તરીએ, આ રીતે ભુજાની શોભા હૃદયમાં ધારણ કરો. ૩૨
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
નિર્મળ નવપદ ૧૦ધ્યાન ધરીજે, હૃદયશોભા ઇણવિધ નિત કીજે; ''પ્રભુગુણ મુક્તામાળ સુખકારી, કરો કંઠ શોભા તે ભારી. ૩૩ સતગુરુ ચરણરેણુ૧૦૨ શિર ધરીએ, ભાળ શોભા ઈણવિધ ભવિ કરીએ; ૧૦૩મોહજાળ હોટો અતિ કહીએ, તાકું તોડ અક્ષયપદ લહીએ. ૩૪ પાપકા મૂળ ૧૦૪લોભ જગમાંહીં, રોગ મૂળ ૧૦પરસ દુજા નાંહી; દુ:ખકા મૂળ ૧૦૬સનેહ પિયારે, ધન્ય પુરુષ તિનુથી ત્યારે. ૩૫ અશુચિ વસ્તુ જાણો નિજ ૧૦૭કાયા, શુચિ પુરુષ જે વરજિત ૧૦માયા; સુધાસમાન ૧૯અધ્યાતમવાણી, વિષસમ કુકથા પાપ કહાણી. ૩૬
૪૩
૧૦૦ નિર્મળ નવપદનું ધ્યાન ધરીએ અને એ રીતે હૃદયની શોભા હંમેશાં કરીએ. ૧૦૧ પ્રભુના ગુણરૂપ સુખકારી મુક્તામાળ કંઠમાં ધારણ કરી કંઠની ભારે શોભા કરો. ૩૩
૧૦૨ સદ્ગુરુના ચરણની રજને મસ્તકે ધારણ કરીએ, અને એ રીતે કપાળની શોભા હે ભવ્ય જીવ ! કરીએ. ૧૦૩ આ સંસારમાં મોહ એ મોટી જાળ છે, એમ કહીએ તેને તોડીને અક્ષયપદ-મોક્ષપદ વરીએ. ૩૪
૧૦૪ જગતમાં પાપનું મૂળ લોભ છે. ૧૦૫ રોગનું મૂળ રસ (છ વિગઈઓ) છે, બીજું નથી. હે પ્યારા આત્મા ! ૧૦૬ દુઃખનું મૂળ સ્નેહ છે. જે પુરુષ તેનાથી ન્યારા છે-અલગ છે તેને ધન્ય છે. ૩૫
૧૦૭ અશુચિ વસ્તુ, તે પોતાનું શરીર છે. ૧૦૮ જે માયા રહિત છે, તે પુરુષ પવિત્ર છે. ૧૦૯ અધ્યાત્મની વાણી, તે અમૃત સમાન છે. ૧૧૦ પાપની કથનીરૂપ કુકથા, એ વિષ સમાન છે. ૩૬
Page #59
--------------------------------------------------------------------------
________________
४४
કપૂર મહેંક-૭ જિહાં બેઠા 11 પરમારથ લહીએ, તાકું સદા સુસંગતિ કહીએ; જિહાં ગયા અપલક્ષણ આવે, તે તો સદા કુસંગ કહાવે. ૩૭ રંગ પતંગ દુરજનકા નેહા, મધ્ય ધાર જે આપત છે; સજ્જન ૧૧૪સ્નેહ મજીઠી રંગ, સર્વ કાળ જે રહત અભંગ. ૩૮ પ્રશ્નોત્તર ઈમ કહી વિચારી, અતિસંક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઈણ કેરા સુણત મિટે મિથ્યાત અંધેરા. ૩૯
રસ પૂર્ણ નંદ સુચંદ સંવત (૧૯૦૬) માસ કાર્તિક જાણીએ, પક્ષ ઉવલ તિથિ ત્રયોદશી, વાર અચળ (શનિ) વખાણીએ; આદીશ પાસ પસાય પામી, ભાવનગર રહી કરી, ચિદાનંદ' નિણંદ વાણી, કહી ભવસાયર તરી. ૪૦
૧૧૧ જેમની પાસે બેસવાથી પરમાર્થની પ્રપ્તિ થાય, તેને હંમેશાં સુસંગતિ કહેવાય. ૧૧૨ જેમની પાસે જવાથી અપલક્ષણ આવે, તે હંમેશાં કુસંગ કહેવાય. ૩૭
૧૧૩ પતંગના રંગ જેવો દુર્જનનો સ્નેહ છે, જે વચગાળામાં જ છેહ-દગો આપે છે. ૧૧૪ સજ્જનોનો સ્નેહ, એ મજીઠના રંગ જેવો છે, જે સર્વ કાળ અભંગ રહે છે. ૩૮
આ રીતે પ્રશ્નો અને ઉત્તરો અતિસંક્ષપથી પોતાની બુદ્ધિ અનુસારે વિચારવા. આના અર્થ અતિવિસ્તારથી ઘણા થાય છે, જે સાંભળવાથી મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થાય છે. ૩૯
સંવત ૧૯૦૬ ની સાલમાં કાર્તિક માસના ઉજ્જવળ પક્ષની તેરમી તિથિએ (વિ. સં. ૧૯૦૬, કારતક સુદ-૧૩) શનિવારે શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી ભાવનગરમાં રહીને શ્રી ચિદાનંદજીએ જિનેશ્વરની વાણી કે જે સંસારસમુદ્રને તરવામાં હોડી સમાન છે, તે કહી. ૪૦
ઇતિ શ્રી ચિદાનંદજીકૃત પ્રશ્નોત્તરરત્નમાળા સમાપ્ત
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૫
પરમાત્મા છત્રીશી-સાર્થ
૪૫ પરમાત્મા છત્રીશી-સાર્થ પરમદેવ પરમાતમા, પરમજ્યોતિ જગદીશ; પરમભાવ ઉર આનકે, પ્રણમત હું નિશદિશ. ૧ એક ક્યું ચેતન દ્રવ્ય હે, તામેં કહ્યો તીન પ્રકાર; બહિરાતમ અંતર કહ્યો, પરમાતમ પદ સાર. ૨ બહિરાતમ તાÉ કહે, લખે ન બ્રહ્મસ્વરૂપ; મગન રહે પરદ્રવ્યમેં, મિથ્યાવંત અનૂપ. ૩ અંતર આતમ જીવ સો, સમ્યગ્દષ્ટિ હોય; ચોથે અરુ ફુનિ બારમે, ગુણથાનક લોં સોય. ૪ પરમાતમ પરબ્રહ્મકો, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ; લોકાલોક પ્રમાણ સબ, ઝલકે તિનસે આય. ૫
પરમાત્મા છત્રીશી-અર્થ જે શ્રેષ્ઠ દેવ છે, શ્રેષ્ઠ આત્મા છે, પરમજયોતિસ્વરૂપ છે, જગતના સ્વામી છે, તે પરમાત્માને હૃદયમાં પરમભાવ લાવીને હું હંમેશાં નમન કરું છું. ૧
જે એક ચેતન દ્રવ્ય છે, તેમાં ત્રણ પ્રકાર છે. ૧ બહિરાત્મા, ૨ અંતરાત્મા અને ૩ શ્રેષ્ઠ પરમાત્મા કહ્યા છે. ૨
બહિરાત્મા તેને કહેવાય કે : જે આત્મસ્વરૂપને જાણે નહિ, ઓળખે નહિ, અને પરદ્રવ્યમાં મગ્ન રહે. તે ઉપમા આપી ન શકાય એવો મિથ્યાત્વી છે. ૩
જે સમ્યગ્યદૃષ્ટિ હોય, તે જીવ અંતરાત્મા છે. જે ચોથાથી બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. ૪
જેને પરબ્રહ્મ-આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો છે, અને જેમના કેવળજ્ઞાનમાં લોક, અલોક પ્રમાણ સર્વ દ્રવ્યો આવીને દેખાય છે, તે પરમાત્મા છે. ૫
Page #61
--------------------------------------------------------------------------
________________
४६
કપૂર મહેંક-૭ બહિર આતમભાવ તજ, અંતર આતમ હોય; પરમાતમપદ ભજતુ હે, પરમાતમ વહ સોય. ૬ પરમાતમ સોય આતમા, અવર ન દૂજો કોય; પરમાતમકું ધ્યાવત, યહ પરમાતમ હોય. ૭ પરમાતમ એહ બ્રહ્મ છે, પરમજ્યોતિ જગદીશ; પરસું ભિન્ન નિહારીએ, જોઈ અલખ સોઈ ઈશ. ૮ જે પરમાતમ સિદ્ધમે, સોહી આતમમાંહિ; મોહ-માયેલ દેગ લગ રહ્યો, તામેં સૂજત નહિ. ૯ મોહ-માયલ-રાગાદિકે, જા જિન કિજે નાસ; તા છિન એહ પરમાતમાં, આપ હી લહે પ્રકાસ. ૧૦ આતમ સો પરમાતમા, પરમાતમ સોઈ સિદ્ધ; બિચકી દુવિધા મિટ ગઈ, પ્રગટ ભઈ નિજ રિદ્ધ. ૧૧
બહિરાત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મા થઈ, જે પરમાત્માના પદનું સેવન કરે છે, તે પરમાત્મા થાય છે. ૬
આત્મા એ જ પરમાત્મા છે, તે બીજા કોઈ નથી. પરમાત્માનું ધ્યાન કરવાથી આ આત્મા જ પરમાત્મા થાય છે. ૭
આ પરમજયોતિસ્વરૂપ આત્મા એ જ પરમાત્મા છે, જગતનો સ્વામી છે, તે આત્માને પરદ્રવ્યથી ભિન્ન જોઈએ-ઓળખીએ તો તે જ અલક્ષ્ય ન જાણી શકાય એવો ઈશ-સ્વામી છે. ૮
જે સિદ્ધમાં પરમાત્મા છે, તે જ આત્મામાં છે. જ્યાં સુધી આ આત્મા મોહથી મલીન દૃષ્ટિવાળો છે, ત્યાં સુધી તે પરમાત્માને સમજી શકતો નથી. ૯
જયારે મોહથી મેલા એવા રાગાદિકનો નાશ થાય તે જ ક્ષણે આ પરમાત્મા પોતાની મેળે જ પ્રકાશ પામે. ૧૦
આ આત્મા તે જ પરમાત્મા છે, જે પરમાત્મા છે, તે જ સિદ્ધ છે. વચ્ચેની દ્વિવિધા (રાગ-દ્વેષ) મટી જાય કે તરત જ પોતાની આત્મસમૃદ્ધિ પ્રગટ થાય. ૧૧
Page #62
--------------------------------------------------------------------------
________________
४१
પરમાત્મા છત્રીશી-સાર્થ
મેં હિ સિદ્ધ પરમાતમા, મેં હિ આતમરામ; મેં હિ ધ્યાતા ધ્યેયકો, ચેતન મોરો નામ. ૧૨ મેં હિ અંનત સુખકો ધની, સુખમેં મોહિ સોહાય; અવિનાશી આનંદમય, સોડહં ત્રિભુવનરાય. ૧૩ શુદ્ધ હમારો રૂપ છે, શોભિત સિદ્ધ સમાન; ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન. ૧૪ જેસો શિવપે તહીં વસે, તેસો યા તનમાંહિ; નિશ્ચયદૃષ્ટિ નિહાળતાં, ફેર પંચ કચ્છ નહિ. ૧૫ કરમનકે સંજોગતે, ભએ તીન પ્રકાર; એક હી આતમા દ્રવ્યÉ, કર્મ નટાવણહાર. ૧૬ કર્મસંઘાતે અનાદિકે, જોર કછુ ન બસાય; પાઈ કલા વિવેકકી, રાગ દ્વેષ છિન જાય. ૧૭
હું જ સિદ્ધ પરમાત્મા છું, હું જ આત્મામાં રમણતા કરનારો છું, હું જે ધ્યેયને ધ્યાન કરનારો છું, મારું નામ ચેતન છે. ૧૨
હું અનંત સુખનો ધણી છું, હું જ સુખમાં શોભી રહ્યો છું, હું અવિનાશી છું, આનંદમય છું, તે જ હું ત્રણ ભુવનનો રાજા છું. ૧૩
મારું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન શોભે છે, મારો આત્મા અનંતગુણે કરીને સંયુકત છે, ચિદાનંદ ભગવાન છે. ૧૪
જેવી રીતે આત્મા મોક્ષમાં વસે છે, તેવી જ રીતે આ શરીરમાં નિશ્ચયદષ્ટિથી જોતાં તેમાં જરા પણ ફેર નથી. ૧૫
કર્મના સંયોગથી ત્રણ પ્રકાર પડ્યા છે. આત્મદ્રવ્ય એક જ છે, કર્મ તેને નચાવે છે. ૧૬
કર્મના અનાદિના સંયોગથી આત્માનું કોઈ જોર ચાલતું નથી, પણ જયારે વિવેકની કળા પ્રાપ્ત થાય છે, ત્યારે રાગવૈષનો ક્ષય થાય છે. ૧૭
Page #63
--------------------------------------------------------------------------
________________
४८
Íર મહેક-૭ કરમનકી જર રાગ હે, રાગ જરે જર જાય; પરમ હોત પરમાતમા, વો હી સુગમ ઉપાય. ૧૮ કહેલું ભટકત ફિરે, સિદ્ધ હોને કે કાજ; રાગ દ્વેષકું ત્યાગ દે, વો હી સુગમ ઇલાજ. ૧૯ પરમાતમ-પદકો ધની, રંક ભયો વિલ લાય; રાગ-દ્વેષકી પ્રીતિસે, જન્મ અકારથ જાય. ૨૦ રાગ-દ્વેષકી પ્રીતિ તુમ, ભૂલ કરો જન પંચ; પરમાતમપદ ડાંકકે, તુમ હિ કિયો તિરયંચ ૨૧ તપ જપ સંજય સબ ભલે, રાગ-દ્વેષ જો નાંહિ; રાગ-દ્વેષકે જાગતે, એ સબ ભએ વૃથા હિ. ૨૨
કર્મની જડ (મૂળ) રાગ છે, રાગ બળે તો કર્મ ખરી જાય છે-નાશ પામે છે. અને આત્મા શ્રેષ્ઠ પરમાત્મા થાય છે, અને તે જ તેનો સુગમ ઉપાય છે. ૧૮
હે જીવ ! તું સિદ્ધ થવા માટે શા માટે ભટકતો ફરે છે, રાગ-દ્વેષનો ત્યાગ કર, તે જ સિદ્ધ થવાનો સુગમ ઉપાય છે. ૧૯
આ આત્મા પરમાત્મપદનો ધણી છે, રાગ-દ્વેષની પ્રીતિ કરવાથી રંક બનીને દુઃખ પામે છે, અને તેનો જન્મ વ્યર્થ જાય છે. ૨૦ | હે માનવ ! તમે ભૂલથી પણ જરાય રાગ-દ્વેષની પ્રીતિ ન કરો. જે રાગ-દ્વેષે તમારા પરમાત્મપદને ઢાંકી દઈને તમને તિર્યંચ બનાવેલ છે. ૨૧
જો આત્મામાં રાગ-દ્વેષ ન હોય તો તપ, જપ, સંયમ એ બધા સારા છે, પણ જો રાગ-દ્વેષ આત્મામાં જાગતાં હોય તો તે બધા નકામા થાય છે. ૨૨
Page #64
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા છત્રીશી-સાર્થ
૪૯ રાગ-દ્વેષકે નાસતે, પરમાતમ પરકાસ; રાગ-દ્વેષકે ભાસતે, પરમાતમ પદ નાસ ૨૩
જો પરમાતમ પદ ચહે, તો તું રાગ નિવાર; દેખી સંજોગ સામીકો, અપને હિયે વિચાર. ૨૪ લાખ બાતકી બાત યહ, તોકું દેઈ બતાય; જો પરમાતમપદ ચહે, રાગ-દ્વેષ તજ ભાય. ૨૫ રાગ-દ્વેષ ત્યાગે બિન, પરમાતમપદ નાંહિ; કોટિ કોટિ તપ જપ કરે, સબ અકારથ જાય. ૨૬ દોષ હિ આતમકું યહ, રગ-દ્વેષકો સંગ; જેસે પાસ મજિઠમેં, વસ્ત્ર ઓર હિ રંગ. ૨૭ રાગ-દ્વેષનો નાશ થવાથી પરમાત્મભાવ પ્રગટ થાય છે. જ્યાં સુધી રાગ-દ્વેષ પ્રકાશ કરતા હોય, ત્યાં સુધી પરમાત્મ પદનો નાશ થાય છે. ૨૩
હે આત્મા ! જો તું પરમાત્મપદને ઇચ્છતા હો તો રાગને દૂર કર. સ્વામીનો સંયોગ જોઈને પોતાના હૃદયમાં વિચાર કર. ૨૪. ' હે ભાઈ ! તને લાખ વાતની આ એક વાત બતાવી દીધી. “જો પરમાત્મપદને તું ઇચ્છે છે, તો રાગ-દ્વેષનો ત્યાગ કર'. ૨૫
રાગ-દ્વેષનો ત્યાગ કર્યા વિના પરમાત્મપદ પ્રાપ્ત થતું નથી. ક્રોડો ગમે તપ કે જપ કરે તો પણ તે સર્વ વ્યર્થ જાય છે. ર૬
એ આત્માનો જ દોષ છે કે જે રાગ અને દ્વેષનો સંગ કરે છે, જેવી રીતે મજીઠની પાસે રહેલ વસ્ત્રનો રંગ જુદો જ થાય છે. ૨૭
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
કપૂર મહેંક-૭ તેસે આત્મદ્રવ્યનું, રાગ-દ્વેષકે પાસ કર્મરંગ લાગત રહે, કેસે લહે પ્રકાશ ? ૨૮ ઈણ કરમનકો જીતવો, કઠિન બાત હૈ વીર ! જર ખોદે બિનુ નહિ મિટે, દુષ્ટ જાત યે પીર. ૨૯ લલાપત્તોકે કિયે, એ મિટવેકે નહિ; ધ્યાન અગ્નિ પરકાશકે, હોમ દેહિ તે માંહિ. ૩૦
ર્યું દારુકે ગંજકું, નર નહીં શકે ઉઠાય; તનક આગ સંજોગસે, છિન એકમેં ઉડ જાય. ૩૧ દેહ સહિત પરમાતમા, એહ અચરજકી બાત; રાગ-દ્વેષકે ત્યાગને, કર્મશક્તિ જરી જાત. ૩૨
તેવા આત્મદ્રવ્યને રાગ-દ્વેષના પાસથી કર્મનો રંગ લાગ્યા કરે છે, તેથી તે પોતાનો પ્રકાશ કેવી રીતે પામે ? ૨૮
હે વીર ! આ કર્મને જીતવો તે કઠણ વાત છે. તેને જડમૂળથી ખોદી નાંખ્યા વિના-કર્મને મૂળમાંથી નાશ કર્યા વિના આ દુષ્ટ જાતની પીડા મટે નહિ. ૨૯
લલોપતો કરવાથી (વલોપાત કરવાથી) એ કર્મની પીડા મટવાની નથી. ધ્યાનરૂપી અગ્નિના પ્રકાશમાં તે કર્મને હોમી દે. ૩૦
જેવી રીતે લાકડાના ઢગલાને મનુષ્ય ઉઠાવી શક્તો નથી પણ થોડી આગના સંયોગથી એક ક્ષણવારમાં તે ઉડી જાય છેનાશ પામે છે. ૩૧
પરમાત્મા શરીર સહિત હોય છે, તે આશ્ચર્યની વાત છે. પણ રાગ-દ્વેષનો ત્યાગ કરવાથી કર્મની શક્તિ જરી જાય છેનાશ પામે છે. ૩૨
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૧
પરમાત્મા છત્રીશી-સાર્થ
પરમાતમકે ભેદ દ્રય, નિકલ સકલ પરવાન; સુખ અનંતમેં એકસેં, હવકે દ્રવ્ય થાન. ૩૩ ભાઈ એહ પરમાતમા, સોહે તુમમેં યાહિ; અપની શક્તિ સંભારકે, લિખાવત દે તાંહિ. ૩૪ રાગ-દ્વેષકું ત્યાગકે, ધરી પરમાતમ ધ્યાન; ચું પાવે સુખ શાશ્વત, ભાઈ એ કલ્યાન. ૩૫ પરમાતમ-છત્રીસીકો, પઢિયો પ્રીતિ સભાર; ચિદાનંદ' તુમ પ્રતિ લિખી, આતમકે ઉદ્ધાર. ૩૬
પરમાત્માના બે ભેદ છે, (૧) નિષ્કલ અને (૨) સકલ. જે (પરવાન-)કર્મ સહિત છે, તે નિષ્કલ છે. જે અનંત સુખના સ્થાન-મોક્ષમાં જે આત્મદ્રવ્ય રહેલ છે, તે સકલ પરમાત્મા છેસિદ્ધ પરમાત્મા છે. ૩૩
હે ભાઈ ! આ આત્મા એ જ પરમાત્મા છે અને તે તું જ છે. પોતાની શક્તિને સંભારીને તે પરમાત્માને તું ઓળખી લે. ૩૪
- રાગ-દ્વેષનો ત્યાગ કરી, પરમાત્મપદનું ધ્યાન કરી, શાશ્વત સુખને પ્રાપ્ત કર. હે ભાઈ ! એ જ સાચું કલ્યાણ છે. ૩૫
શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે : “આ પરમાત્માછત્રીશીને પ્રીતિસહિત કહી, અને તમારા આત્માના ઉદ્ધાર માટે લખી”. ૩૬
ઇતિ શ્રી ચિદાનંદજી કૃત પરમાત્મા છત્રીશી-સાથે સમાપ્ત
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિદાનંદજી કૃત અધ્યાત્મ બાવની-સાથે
(ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ) માયાજાળ તું મૂક પર, શ્રુત ચારિત્ર વિચાર; ભવજળ તારણ પોત સમ, ધર્મ હૈયામાં ધાર. ૧ ધર્મ થકી ધન સંપજે, ધર્મે સુખિયા હોય; ધર્મે યશ વાધે ઘણો, ધર્મ કરો સહુ કોય. ૨ ધર્મ કરે જે પ્રાણિયા, તે સુખિયા ભવમાંહ; જગમાં સહુ જી જી કરે, આવી લાગે પાય. ૩ ધર્મ ધર્મ સહુ કો કરે, ધર્મ ન જાણે કોય; ધર્મ શબ્દ જગમાં વડો, વીરલા બુજે કોય. ૪
અધ્યાત્મ બાવની-અર્થ હે આત્મા ! તું માયાજાળને છોડી દે, શ્રત અને ચારિત્રનો વિચાર કર, સંસાર-સમુદ્રને તારવામાં વહાણ સમાન ધર્મને હૃદયમાં ધારણ કર. ૧
ધર્મથી ધન પેદા થાય છે, જીવ ધર્મથી સુખી થાય છે, ધર્મથી ઘણો યશ વધે છે, માટે સર્વ કોઈ જીવો ધર્મ કરો. ૨
જે પ્રાણીઓ ધર્મ કરે છે, તે સંસારમાં સુખી થાય છે. જગતમાં સૌ “જી જી' કરે છે, અને આવીને પગમાં પડે છે-નમન કરે છે. ૩
બધા લોક “ધર્મ ધર્મ કરે છે, પણ કોઈ ધર્મને જાણતું નથી. “ધર્મ' શબ્દ જગતમાં મોટો છે. કોઈ વીરલા આત્માઓ જ ધર્મને સમજે છે. ૪
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૩
અધ્યાત્મ બાવની-સાર્થ
આતમસાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ ? જન-મન-રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ૫ પાવેગા તબ તો કહે, તબ લગ કહ્યો ન જાય; મન હૈ મેરો મસકરો, ભડકી ભાગી જાય. ૬ માણસ હોણા મુશ્કીલ હૈ, તો સાધ કિહાંસે હોય; સાધુ હુવા તબ સિદ્ધ ભયા, કહેણી ન રહી કોય. ૭ સાધુ ભયા તો કયા હુઆ, ન ગયા મનકા દ્વેષ; સમતાસું ચિત લાયકે, અંતરદૃષ્ટિ દેખ. ૮ ચેતનકું પરચ્યો નહિ, કયા હુવા વ્રત ધાર; શાળ-વિહુણા ખેતમેં, વૃથા બનાઈ વાડ. ૯
જે ધર્મ આત્માની સાક્ષીએ છે, ત્યાં લોકનું શું કામ છે? લોકોને મનને રંજન કરનાર (લોકોને રાજી રાખવા કરાયેલ) ધર્મનું એક બદામનું પણ મૂલ્ય નથી. ૫
જ્યારે ધર્મને મર્મ પમાશે, ત્યારે જ તે યથાર્થ વર્ણવી શકાશે, ત્યાં સુધી તે કહી શકાતો નથી, મારું મન મશ્કરી કરવાના સ્વભાવવાળું છે, એ ભડકીને ભાગી જાય છે. ૬
આ જગતમાં સાચા મનુષ્ય થવું એ પણ મુશ્કેલ છે, તો સાધુ કયાંથી થઈ શકાય ? જો સાધુ થયા તો સિદ્ધ થયા, તો પછી કાંઈ કહેવાનું રહે નહિ. ૭
સાધુ થયા પણ જો મનનો દ્વેષ ન ગયો તો સાધુ કેવી રીતે થયા ? સમતાને મનમાં લાવીને આંતરિક દૃષ્ટિથી જુઓ. ૮
જ્યાં સુધી આત્માને ઓળખ્યો નહિ, તો ત્યાં સુધી વ્રત ધારવાથી શું થાય ? શાળ (ચોખા) વગરના ખેતરમાં વાડી બનાવીએ તે નકામી છે. ૯
Page #69
--------------------------------------------------------------------------
________________
પ૪
કપૂર મહેંક-૭ આતમ અનુભવ વાસકી, કોઈક નવલી રીત, નાક ન પકરે વાસના, કાન ન ગ્રહે પરતીત. ૧૦ જિનવાણી નિત્યે નમું, કીજે આતમ શુદ્ધ; ચિદાનંદ સુખ પામીએ, મિટે અનાદિ અશુદ્ધ. ૧૧ શુદ્ધાતમ દરશન વિના, કર્મ ન છૂટે કોય; તે કારણ શુદ્ધાતમા, દરશન કરો થિર હોય. ૧૨ આતમ અનુભવ તીરસે, મિટે મોહ અંધાર; આપ રૂપમેં જળહળે, નહિ તસ અંત અપાર. ૧૩ તે આતમ ત્રિવિધા કહ્યો, બાહિજ અંતર નામ; પરમાતમ તિહાં તિસરો, સો અનંત ગુણ ધામ. ૧૪
આત્માના અનુભવરૂપી વાસની કોઈ નવી જ રીત છે, તેની વાસ-ગંધ નાક પકડતી નથી, કાન પણ તેની પ્રતીતિ મેળવતા નથી. ૧૦
શ્રી જિનેશ્વરની વાણીને હંમેશાં નમીએ, આત્માને શુદ્ધ કરીએ, ચિદાનંદ-આત્માના સુખને પામીએ, અને જે જિનવાણીથી અનાદિની અશુદ્ધિ મટી જાય છે-દૂર થાય છે. ૧૧
શુદ્ધ આત્માના દર્શન વિના કોઈ રીતે કર્મ છૂટતાં નથી, તે કારણથી સ્થિર થઈને શુદ્ધ આત્માનું દર્શન કરો. ૧૨
આત્માના અનુભવનો પાર પામવાથી મોહરૂપ અંધકાર નાશ પામે છે, આત્મા પોતાના સ્વરૂપે પ્રકાશે છે, અને તે પાર વગરનો પ્રકાશ અંત પામતો નથી. ૧૩
તે આત્મા ત્રણ પ્રકારે કહ્યો છે. ૧ બહિરાત્મા, ર અંતરાત્મા અને ૩ પરમાત્મા, કે જે અનંત ગુણોનું ઘર છે. ૧૪
Page #70
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ બાવની-સાર્થ
(બહિરાત્મ સ્વરૂપ)
પુદ્ગલસે રાતો રહે, જાને એહ નિધાન;
તસ લાભે લોભે રહ્યો, બહિરાતમ અભિધાન. ૧૫
9.
(અંતરાત્મ-લક્ષણ)
પુદ્ગળ ખળ સંગી પરે, સેવે અવસર દેખ; તનુ અશકત જ્યું લક્કડી, જ્ઞાન ભેદ પદ લેખ. ૧૬ બહિરાતમ તજ આતમા, અંતર આતમ રૂપ; પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સરૂપ. ૧૭ પુદ્ગલ ભાવ રુચિ નહિ, તાપેં રહે ઉદાસ; સો આતમ અંતર લહે, પરમાનંદ પ્રકાશ. ૧૮ સિદ્ધસ્વરૂપી જો કહે, કછુ ન દેખે રૂપ; અંતરદૃષ્ટિ વિચારતાં, એસેં સિદ્ધ અનુપ. ૧૯
૫૫
જે પુદ્ગલમાં રક્ત રહે છે, પુદ્ગલને જ જે નિધાન માને છે, અને પુદ્ગલના લાભે લોભી રહે છે, તેનું નામ બહિરાત્મા
૧૫
જે દુર્જનના સંગની જેમ અવસર દેખીને પુદ્ગલને સેવે છે, જેમ શરીરથી અશકત માણસ લાકડીનો ટેકો લે છે, તેમ ભેદ જ્ઞાનથી પોતાનું પદ ઓળખી પુદ્ગલને સાક્ષીરૂપે માને છે. ૧૬
બહિરાત્માનો ત્યાગ કરી, અંતરાત્મા બની, ૫રમાત્માનું ધ્યાન કરવાથી પોતાનું સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય છે. ૧૭
જેને પુદ્ગલભાવની રુચિ નથી, તે પુદ્ગલભાવમાં ઉદાસ રહે છે, તે અંતરાત્મા પરમાનંદના પ્રકાશને મેળવે છે. ૧૮ તે સિદ્ધસ્વરૂપી કહેવાય છે, જે કોઈ રૂપને (પુદ્ગલને) જોતો નથી, અંતરની દૃષ્ટિએ વિચારે છે, તે અનુપમ સિદ્ધ કહેવાય છે. ૧૯
મહેક-૭/૬
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬
કપૂર મહેક-૭ અનુભવ ગોચર વસ્તુકો, જાણે એહી આલ્હાદ; કહણ સુનનમેં કછુ નહિ, પામે પરમ આલ્હાદ. ૨૦ આતમ પરમાતમ હોવે, અનુભવરસ સંગતે; દ્વિતભાવ મળ નીસરે, ભગવંતની ભગતે. ૨૧ આતમસંગે વિલસતાં, પ્રગટે વચનાતીત; મહાનંદરસ મોકળો, સકળ ઉપાધિ રહિત. ૨૨ સિદ્ધસ્વરૂપી આતમાં, સમતારસ ભરપૂર; અંતરદૃષ્ટિ વિચારતાં, પ્રગટ આતમરૂપ. ૨૩
| (શુદ્ધ અનુભવ) આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. ૨૪
અનુભવના વિષયવાળી વસ્તુને જાણે, તે જ સાચો આહલાદ-આનંદ છે, કહેવા માત્રથી કે સાંભળવા માત્રથી કશું નથી, તે પરમ આનંદને પામે છે. ૨૦
અનુભવરસનો સંગ થવાથી આત્મા પરમાત્મા થાય છે, ભગવંતની ભક્તિથી વૈતભાવ(રાગ, દ્વેષ અને મોહરૂપ)રૂપી મળ નીકળી જાય છે-નાશ પામે છે. ૨૧
આત્માની સાથે વિલાસ કરવાથી સર્વ ઉપાધિથી રહિત, વચનથી ન કહી શકાય, તેવો અખૂટ મહાઆનંદનો રસ પ્રગટ થાય છે. ૨૨
સિદ્ધસ્વરૂપી આત્મા સમતારસથી ભરપૂર છે, અંતરદષ્ટિએ વિચાર કરવાથી આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. ૨૩
આત્મા આત્માનો વિચાર કરે તો મન વિશ્રામ-વિસામો પામે છે, અને સમભાવરૂપ રસના આસ્વાદનું સુખ ઉત્પન્ન થાય છે, અને તેનું નામ અનુભવ છે. ૨૪
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૭.
અધ્યાત્મ બાવની-સાર્થ
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસકૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. ૨૫ ચિદાનંદ ચિન્મય સદા, અવિચલ ભાવ અનંત; નિરમળ જ્યોતિ નિરંજનો, નિરાલંબ ભગવંત. ૨૬ કંત કમલ પરે પંકથી, નિઃસંગે નિરપ; જિહાં વિભાવ દુરભાવનો, નહિ લવલેશે ક્ષેપ. ૨૭
ક્લે નવનીતથી જળ બળે, તવ ધૃત પ્રગટે ખાસ; ત્ય અંતર આતમ થકી, પરમાતમ પરકાશ. ૨૮ શુદ્ધાતમ ભાવે રહ્યો, પ્રગટે નિર્મળ જ્યોત; તેત્રિભુવન શિર મુગટમણિ, ગયાપાપ સબછોડ. ૨૯
અનુભવ એ ચિંતામણિરત્ન છે, અનુભવ એ રસકૂપિકા છે, અનુભવ એ મોક્ષનો માર્ગ છે, અને અનુભવ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ૨૫
જ્ઞાન અને આનંદ સ્વરૂપ આ આત્મા હંમેશાં જ્ઞાનમય છે, અવિચળ છે, અંતન ભાવ સ્વરૂપ છે, નિર્મળ છે, જ્યોતિર્મય છે, નિરંજન છે, નિરાલંબન છે, અને ભગવંત છે. ૨૬
જેમ મનોહર કમળ કાદવથી સંગ વગરનું નિર્લેપ છે, તેવી રીતે આ આત્મામાં વિભાવ અને દુર્ભાવનો લવલેશ પણ ક્ષેપ નથી-સંગ નથી. ૨૭
જેમ માખણમાંથી પાણી બળી જવાથી ખાસું ઘી પ્રગટ થાય છે, તેમ અંતરાત્મામાંથી પરમાત્માનો પ્રકાશ પ્રગટ થાય છે. ૨૮
શુદ્ધ આત્મભાવમાં રહેવાથી નિર્મળ જ્યોતિ પ્રગટ થાય છે, અને તે આત્મા સર્વ પાપોને છોડી દેવાથી-ક્ષય કરવાથી ત્રણ ભુવનના શીરે મુગટમણિ બને છે. ૨૯
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
કપૂર મહેક-૭ નિજ સ્વરૂપ રહેતાં થકાં પરમ રૂપકો ભાસ; સહજ ભાવથી સંપજે, ઓર તે વચન વિલાસ. ૩૦ અંતરદૃષ્ટિ દેખીએ, પુગળ ચેતનરૂપ; પરપરિણતિ હોય વેગળી, ન પડે તે ભવપ. ૩૧ અંતરગત જાણ્યા વિના, જે પહેરે મુનિવેશ; શુદ્ધ ક્રિયા તસ નવિ હોવે, ઈમ જાણી ધરો નેશ. ૩૨ અંતરગતની વાતડી, નવિ જાણે મતિ-અંધ; કેવળ લિંગધારી તણો, ન કરો નેહ-પ્રસંગ. ૩૩ અંતર આત્મસ્વભાવ છે, જે જાણે મુનિરાય; કર્મમેલ દૂર કરી, ઈમ જણે મનમાંય. ૩૪
પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહેવાથી સહજભાવે પરમાત્મરૂપનો પ્રકાશ પેદા થાય છે, બીજો બધો તો વચનનો વિલાસ છે. ૩૦
અંતરદૃષ્ટિથી-વિવેકદૃષ્ટિથી પુદ્ગલ અને ચેતનના સ્વરૂપને જોવાથી પરવસ્તુની પરિણતિ-આસકિત દૂર થાય છે, અને તે આત્મા સંસારરૂપી કૂવામાં પડતો નથી. ૩૧
“પરમાર્થ-તત્ત્વને જાણ્યા વિના જે મુનિવેશ પહેરે છે, તેની ક્રિયા શુદ્ધ થતી નથી' એમ જાણીને પરમાર્થ-તત્ત્વનો ખપ કરો. ૩૨
જે બુદ્ધિથી અંધ છે-બુદ્ધિ વગરનો છે, તે અંતર્ગતનીવિવેકની વાત જાણતો નથી. ફકત જેઓ વેશધારી છે, તેની સાથે સ્નેહનો પ્રસંગ ન કરો. ૩૩
“આત્માનો સ્વભાવ આત્માની અંદર છે' એ પ્રમાણે મુનિરાજ જાણે છે, અને તે “કર્મમેલ દૂર કરવાથી પ્રગટ થાય છે' એમ મનમાં જાણે છે. ૩૪
Page #74
--------------------------------------------------------------------------
________________
પ૯
અધ્યાત્મ બાવની-સાર્થ
આતમ વસ્તુ સ્વભાવ છે, તે જાણે રિષિરાય; અધ્યાતમવેદી કહે, ઈમ જાણ્યો ચિત્તમાંય. ૩૫ આતમ ધ્યાને રમણતા, રમતાં આત્મસ્વભાવ; અષ્ટ કર્મ દૂર કરે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૩૬ લાખ ક્રોડ વરસાં લગે, કીરિયાએ કરી કર્મ જ્ઞાની સાસોસાસમાં, ઈમ જાણે તે મર્મ. ૩૭ અંતરમેલ સબ ઉપશમે, પ્રગટે શુદ્ધ સ્વભાવ; અવ્યાબાધ સુખ ભોગવે, કરી કર્મ અભાવ. ૩૮ અક્ષય ઋદ્ધિ લેવા ભણી, અષ્ટ કર્મ કર દૂર; અષ્ટકર્મના નાશથી, સુખ પામે ભરપૂર. ૩૯
વસ્તુનો સ્વભાવ તે આત્મા એમ ઋષિરાજ-મુનિરાજ જાણે છે, અધ્યાત્મને જાણનારા એ રીતે કહે છે, એમ મનમાં જાણ્યું છે. ૩૫
આત્મધ્યાનમાં રમણતા કરવાથી, આત્મસ્વભાવમાં રમવાથી આઠ કર્મને આત્મા દૂર કરે છે, અને શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ થાય છે. ૩૬
“ક્રિયાથી લાખો કે ક્રોડો વર્ષે જેટલાં કર્મ, ખપે તેટલાં કર્મ જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવે એ પ્રમાણે મર્મને તે મુનિ જાણે છે. ૩૭
અંદરના રાગ-દ્વેષ આદિ મળો શાંત થવાથી આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, અને કર્મનો અભાવ થવાથી આત્મા અવ્યાબાધ (પીડા વિનાના) સુખને ભોગવે છે. ૩૮
આત્માની અક્ષય ઋદ્ધિ મેળવવા માટે આઠ કર્મને દૂર કરો, આઠ કર્મનો નાશ થવાથી આત્મા ભરપૂર-સંપૂર્ણ સુખ પામે છે. ૩૯
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦
કપૂર મહેકસંતોષી તે સદા સુખી, સદા સુધારસ લીન; ઇંદ્રાદિક તસ આગળ, દીસે દુઃખીઆ દીન. ૪૦ જે સુખ નહિ સુરરાયમે, નહિ રાજા નહિ રાય; તે આતમ સુખ અનુભવે, શમ સંતોષ પસાય. ૪૧ સુરના સુખ ત્રિહું કાળના, અનંતગુણા તે કીધ; અનંત વર્ગ વર્ણિત કર્યા, તો પણ સુખ સમિધ. ૪૨ તે સુખની ઇચ્છા કરો, તો મૂકો પુદ્ગલ સંગ; અલેપ સુખને કારણે, દુઃખ ભોગવે પર સંગ. ૪૩
(પરમાત્મ લક્ષણ) પ્યારો આપ સરૂપમેં, ન્યારો પુગલ લેખ; સો પરમાતમ જાણીએ, નહિ જસ ભાવકો ભેખ. ૪૪
જે સંતોષી છે, તે હંમેશાં સુખી છે, હંમેશાં અમૃતરસમાં મગ્ન રહે છે, ઇંદ્ર આદિ દેવો પણ તેની આગળ દુઃખી અને દીન છે. ૪૦
જે સુખ દેવેંદ્રને નથી, રાજાઓને પણ નથી, તે આત્મસુખ જીવ શમ-ઉપશમ અને સંતોષના પસાયથી-કૃપાથી અનુભવે છે. ૪૧
ત્રણે કાળના દેવોનાં જે સુખ, તેને અનંતગુણા કરીએ અને અનંતા વર્ગ કરી તેને વર્ગિત કરીએ, તે છતાં તે સુખ આત્મિક સુખ પાસે કોઈ લેખામાં નથી. તે સુખો સમિધ-બાળવાના લાકડાં જેવાં છે, કારણ કે તે પૌદ્ગલિક ને વિનાશી છે. ૪૨
તેવા આત્મસુખની જો ઇચ્છા કરો છો તો પુદ્ગલના સંગનો ત્યાગ કરો, આ આત્મા અલ્પસુખ માટે પરનોવિષયકષાયનો સંગ કરી દુઃખ ભોગવે છે. ૪૩
જે પોતાના સ્વરૂપમાં પ્રેમ કરે, જે પુદ્ગલના દેખાવથી ન્યારો-અલગ હોય, જેને સંસારનો વેશ ન હોય, તે પરમાત્મા જાણીએ. ૪૪
Page #76
--------------------------------------------------------------------------
________________
૬ ૧
અધ્યાત્મ બાવની-સાર્થ
નામાતમ બહિરાતમા, થાપના કારણે જેહ; સો અંતર દ્રવ્યાતમા, પરમાતમાં ગુણ ગેહ. ૪૫ ભાવાતમસે (સો) દેખીએ, કર્મમર્મકો નાશ; જો કરુણા ભગવંતકી, ભાવે ભાવ ઉદાસ. ૪૬ પરમ અધ્યાતમ તે લખે, સગુરુ કેરે સંગ; તિણકું ભવ સફળો હોએ, અવિહડપ્રગટે રંગ. ૪૭ ધર્મધ્યાનનો હેતુ યહ, શિવસાધનકે ખેત; એસો અવસર કબ મિલે? ચેત શકે તો ચેત. ૪૮ વક્તા શ્રોતા સવિ મળે, પ્રગટે નિજગુણ રૂ૫; અને ખજાનો જ્ઞાનકો, તિન ભુવનકો ભૂપ. ૪૯
બહિરાત્મા તે નામાત્મા છે, જે કારણભૂત તે સ્થાપનાત્મા છે, જે અંતરાત્મા છે તે દ્રવ્યાત્મા છે, અને જે જ્ઞાનદિક ગુણોનું ઘર છે તે પરમાત્મા છે. ૪પ
જે કર્મોના મર્મનો નાશ કરે તે ભાવત્મા જાણવો. જો ભગવંતની કરુણા હોય-થાય તો આત્મા સંસારમાં ઉદાસભાવે રહે. ૪૬
સદ્દગુરુનો સંગ થવાથી આત્મા પરમ અધ્યાત્મને જાણે. તેનો આ મનુષ્યભવ સફળ થાય છે. અને તે આત્મામાં ગાઢ આનંદ પ્રગટ થાય છે. ૪૭
અને એ આનંદ ધર્મધ્યાનનો હેતુ છે, મોક્ષની સાધનાનું ક્ષેત્ર છે, તે આત્મા ! એવો અવસર કયારે મળશે ? જો તું ચેતી શકે તો ચેત. ૪૮
યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતા મળે તો પોતાના ગુણોનું સ્વરૂપે પ્રગટ થાય, જ્ઞાનનો અક્ષય ખજાનો પ્રગટ થવાથી ત્રણ ભુવનનો રાજા થાય. ૪૯
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨
કપૂર મહેંક-૭
અષ્ટ કર્મ વન દાહિકે, જેહ સિદ્ધ જિનચંદ; તા સમ જો અપ્પા ગણે, તાકું વંદે ઇંદ. ૫૦ કર્મરોગ ઔષધ સમી, જ્ઞાન સુધારસ વૃષ્ટિ; શિવસુખ અમૃત સરોવરે જય જય સમ્યગ્દષ્ટિ. ૫૧ જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અમર અગમ પદ ફળ લહો, જિનવર પદ અનુકૂળ. ૫૨
આઠ કર્મરૂપ વનને બાળીને જે સિદ્ધ ભગવંત થયા છે, તેના સમાન આત્માને જે જાણે છે-ઓળખે છે તેને (તેવા આત્મજ્ઞાનીને) ઇંદ્ર પણ વંદે છે. ૫૦
કર્મરૂપ રોગનો નાશ કરવા ઔષધ સમાન, જ્ઞાનરૂપી અમૃતરસની વૃષ્ટિ સમાન, મોક્ષસુખરૂપી અમૃતના સરોવર સમાન સમ્યગ્દષ્ટિ જયવંતી વર્તો. ૫૧
હે ભવ્યજીવો ! જ્ઞાનરૂપી વૃક્ષની સેવા કરો. જે ચારિત્ર અને સમકિત જેનું મૂળ છે, જ્યાંથી મરવાનું નથી, જ્યાંથી જવાનું નથી એવું મોક્ષપદરૂપ ફળ મેળવો, જે જિનેશ્વરના પદને અનુકૂળ છે. પર
ઇતિ અધ્યાત્મ બાવની
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિદાનંદજી કૃત
હિતશિક્ષા-સાર્થ (ચિદાનંદજીકૃત સ્વરોદયજ્ઞાનના શ્લોક ૩૭૧ થી ૪૧૫)
અવસર નિકટ મરણતણો, જબ જાણે બુધલોય; તબ વિશેષ સાધન કરે, સાવધાન અતિ હોય. ૧ ધર્મ અર્થ છે કામ શિવ, સાધન જગમેં ચાર; વ્યવહારે વ્યવહાર લખ, નિહચે નિજ ગુણ ધાર. ૨ મૂરખ કુલ આચારકું, જાણત ધરમ સદીવ; વસ્તુસ્વભાવ ધરમ સુધી, કહત અનુભવી જીવ. ૩ ખેહ ખજાનાકું અરથ, કહત અજ્ઞાની જીત; કહત દ્રવ્ય દરસાવવું, અર્થ સુજ્ઞાની ભીત. ૪
હિતશિક્ષા-અર્થ જયારે પંડિત લોક મરણનો અવસર નજીક જાણે ત્યારે વિશેષ સાધના કરે છે, અને અત્યંત સાવધાન થાય છે. ૧
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર સાધન-પુરુષાર્થ જગતમાં છે, વ્યવહારમાં જીવ વ્યવહારના લક્ષવાળો હોય છે. નિશ્ચયનયથી જીવ પોતાના ગુણોને ધારણ કરનાર હોય છે. ૨
મૂર્ખ માણસ હંમેશાં કુલાચારને ધર્મ માને છે, જ્યારે સારી બુદ્ધિવાળો અનુભવી જીવ વસ્તુના સ્વભાવને ધર્મ કહે
અજ્ઞાની જીવ ધનના ખજાનાને અર્થ કહે છે, અને ઉત્તમ જ્ઞાની જીવ છ દ્રવ્યને બતાવનારને અર્થ કહે છે. ૪
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪
કપૂર મહેક-૭ દંપતી રતિક્રીડા પ્રત્યે, કહત દુર્મતિ કામ; કામચિત્ત અભિલાખÉ, કહત સુમતિ ગુણધામ. ૫ ઇંદ્રલોકકું કહત શિવ, જે આગમદેગ હીણ; બંધ અભાવ અચલગતિ, ભાખત નિત પરવીન. ૬ ઈમ અધ્યાતમ પદ લખી, કરત સાધના જેહ; ચિદાનંદ નિજ ધર્મનો, અનુભવ પાવે તેહ. ૭ સમયમાત્ર પરમાદ નિત, ધર્મ સાધનામાંહિ; અથિરરૂપ સંસાર લખ, રે નર ! કરીએ નહિ. ૮
દુર્બુદ્ધિ-ખરાબ બુદ્ધિવાળો સ્ત્રી-પુરુષની રતિક્રીડાને કામ કહે છે, ગુણનું ઘર એવો સુમતિ-સારી બુદ્ધિવાળો ચિત્તની અભિલાષાને કામ કહે છે. ૫
જેઓ આગમદષ્ટિ વગરના છે-શાસ્ત્ર પ્રમાણેની દૃષ્ટિવાળા નથી, તેઓ ઇંદ્રલોકને-દેવલોકને શિવ કહે છે, પણ પ્રવીણબુદ્ધિશાળી આત્મા તો હંમેશાં બંધના અભાવરૂપ, અચળગતિમોક્ષને જ શિવ કહે છે. ૬
આવી રીતે અધ્યાત્મનાં સ્થાનોને ઓળખી-જાણી જેઓ સાધના કરે છે, તેવા જ્ઞાન અને આનંદસ્વરૂપ આત્મા, પોતાના ધર્મનો-આત્મસ્વભાવનો અનુભવ પ્રાપ્ત કરે છે. ૭
હે માનવ ! આ સંસારને અસ્થિર સ્વરૂપવાળો જાણીને હંમેશાં ધર્મની સાધનામાં સમયમાત્ર પણ પ્રમાદ ન કરીએ. શ્રી મહાવીર પરમાત્મા પણ શ્રી ગૌતમગણધરને કહે છે કે : “સમર્થ નયમ ! મા પમાયણ !' ૮
Page #80
--------------------------------------------------------------------------
________________
હિતશિક્ષા-સાર્થ
છીજત છિન છિન આઉખો, અંજલિ જલ જિમ મિત; કાલચક્ર માથે ભમત, સોવત કહા અભીત. ૯ તન ધન જોવન કારિમા, સંધ્યારાગ સમાન; સકલ પદારથ જગતમેં, સુપન રૂપ ચિત્ત જાન. ૧૦ મેરા મેરા મત કરે, તેરા હે નહીં કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દોય. ૧૧ ઐસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતરભાવ વિકાર. ૧૨ જ્ઞાનવિ વૈરાગ જસ, હિરદે ચંદ સમાન; તાસનિકટ કહો કિમ રહે? મિથ્યાતમ દુઃખ ખાન. ૧૩
૬૫
અંજલિમાં-ખોબામાં રહેલા પાણીની જેમ હે મિત્ર ! આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષય પામતું જાય છે, માથા ઉપર કાળનું ચક્ર ભમે છે, તું ભય રહિત કેમ સૂતો છે ? ૯
તન, ધન અને યૌવન કારમા-ભંયકર છે, સંધ્યાકાળના વાદળ સમાન અસ્થિર છે. આ જગતના સઘળાય પદાર્થો સ્વપ્ન સમાન છે' એમ ચિત્તમાં જાણો. ૧૦
હે જીવ ! તું ‘મારું, મારું' એમ ન કર, આ જગતમાં કોઈ તારું નથી, હે ચિદાનંદ ! આ સ્વજન-પરિવારનો મેળો બે દિવસનો છે. ૧૧
આ જગતના અનિત્ય ભાવોને હંમેશાં જોઈ, જ્ઞાનપૂર્વક વિચાર કરો, જ્ઞાનના વિચાર વિના અંતરના-હૃદયના ભાવ વિકારો નાશા પામતા નથી. ૧૨
જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્ય અને ચંદ્રસમાન વૈરાગ્ય પ્રકાશી રહ્યો હોય, તેની નજીકમાં દુ:ખની ખાણરૂપ મિથ્યાત્વરૂપી અંધકાર કેવી રીતે રહી શકે ? ૧૩
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૬
કપૂર મહેંક-૭
આપ આપણે રૂપમેં, મગન મમત મલ ખોય; રહે નિરંતર સમરસી, તાસ બંધ નિવ કોય. ૧૪ પરપરિણતિ પરસંગશું, ઉપજત વિણસત જીવ, મિટ્યો મોહ પરભાવકે, અચલ અબાધિત શિવ. ૧૫ જૈસે કંચુક ત્યાગથી, વિણસત નહીં ભુયંગ; દેહત્યાગથી જીવ પણ, તૈસે રહત અભંગ. ૧૬ જો ઉપજે સો તું નહી, વિણસત તે પણ નાંહિ; છોટા મોટા તું નહીં, સમજ દેખ દિલમાંહિ. ૧૭ વરણભાંતિ તોમેં નહીં, જાત પાત કુલ રેખ; રાવરંક તું હૈ નહીં, નહીં બાબા નહીં ભેખ. ૧૮
જે આત્મા મમત્વરૂપી મળનો નાશ કરી, પોતાના સ્વરૂપમાં સમરસ-સમતા ભાવથી નિરંતર રહે છે, તે આત્માને કોઈ જાતનો બંધ થતો નથી. ૧૪
પરપદાર્થનો સંગ કરવાથી પરવસ્તુની પરિણતિ ઉપજે છે અને વિનાશ પામે છે. જો પરપદાર્થનો મોહ મટી જાય તો અચલ અને અબાધિત એવો મોક્ષ થાય છે. ૧૫
જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ વિનાશ પામતો નથી, તેમ દેહનો ત્યાગ કરવાથી પણ આત્મા અભંગ-શાશ્વત રહે છે. ૧૬
જે (શરીર) ઉત્પન્ન થાય છે, તે તું (આત્મા) નથી, જે (શરીર) વિનાશ પામે છે, તે પણ તું (આત્મા)નથી, તું નાનો નથી કે મોટો પણ તું નથી' આ પ્રમાણે હૃદયમાં સમજીને તું જો. ૧૭
હે આત્મા ! તારામાં વર્ણની ભ્રાંતિ નથી, તારામાં જાતિ, પાંતિ કે કુલની રેખા નથી, તું રાજા કે રંક પણ નથી, તું બાબા (બાપા) નથી કે તારે કોઈ વેષ નથી. ૧૮
Page #82
--------------------------------------------------------------------------
________________
હિતશિક્ષા-સાર્થ
તું સહુમેં સહુથી સદા, ન્યાલા અલખ સરૂપ; અકથ કથા તેરી મહા, ચિદાનંદ ચિતૂપ. ૧૯ જનમ મરણ જિહાં હૈ નહીં, ઈત ભીત લવલેશ; નહીં શિર આણ નરિંદકી, સોહી આપણા દેશ. ૨૦ વિનાશિક પુદ્ગલ દિશા, અવિનાશી તું આપ; આપા આપ વિચારતાં, મિટે પુણ્ય અરુ પાપ. ૨૧ બેડી લોહ કનકમયી, પાપ પુણ્ય યુગ જાણ; દોઉથી ન્યારા સદા, નિજ સરૂપ પહિચાણ. ૨૨ જુગલ ગતિ શુભ પુણ્યથી, ઇતર પાપથી જોય; ચારું ગતિ નિવારીએ, તબ પંચમગતિ હોય. ૨૩
તું સર્વમાં સર્વથી ન્યારો હંમેશાં છે, તારું સ્વરૂપ અલક્ષ્ય છે, તારી મોટી કથા અકથ્ય છે, તું ચિદાનંદ છે, અને જ્ઞાનમય સ્વરૂપવાળો છે-જ્ઞાનસ્વરૂપ છે. ૧૯
જે પ્રદેશમાં જન્મ-મરણ નથી, કોઈ ઇતિ (દુષ્કાળનાં કારણો) નથી, લવલેશ જ્યાં ભીતિ (ભય) નથી, જ્યાં મસ્તકે રાજાની આજ્ઞા નથી, તે (મોક્ષ) આપણો દેશ છે. ૨૦
પુગલની દશા વિનાશશીલ છે, તું (આત્મા) પોતે અવિનાશી છે, આત્મા દ્વારા આત્માનો વિચાર કરવાથી પુણ્ય અને પાપકર્મો નાશ પામે છે. ૨૧
પુણ્ય અને પાપ એ બંને લોઢાની અને સોનાની બેડી છે, પોતાનું (આત્માનું) સ્વરૂપ એ બંનેથી અલગ છે, તે પોતાના સ્વરૂપને તું ઓળખ. ૨૨
પુણ્યથી બે શુભ ગતિ (મનુષ્ય અને દેવ) મળે છે, પાપથી બે અશુભ ગતિ (નરક અને તિર્યંચ) મળે છે. જ્યારે ચારે ય ગતિને નિવારીએ-દૂર કરીએ ત્યારે પાંચમી ગતિ મોક્ષ થાય છે. ૨૩
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮
કપૂર મહેક-૭ પંચમ ગતિ વિણ જીવકું સુખતિહું લોકમઝાર; ચિદાનંદ નવિ જાણજો, એ મોટો નિરધાર. ૨૪ ઈમ વિચાર હિરદે કરત, જ્ઞાન ધ્યાન રસલીન; નિરવિકલ્પ રસ અનુભવી, વિકલ્પતા હોય છિન. ૨૫ નિરવિકલ્પ ઉપયોગમેં, હોય સમાધિરૂપ; અચલજ્યોતિ ઝલકે તિહાં, પાવે દરસ અનૂપ. ૨૬ દેખ દરસ અભુત મહા, કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાનયોગ ઉત્તમ દિશા, સરુ દીએ બતાય. ૨૭ જ્ઞાનાલંબન દૃઢગ્રહી, નિરાલંબતા ભાવ; ચિદાનંદ' નિત આદરો, એહિ જ મોક્ષ ઉપાવ. ૨૮
પાંચમી ગતિ-મોક્ષ સિવાય જીવને ત્રણેય લોકની અંદર સુખ નથી' હે ચિદાનંદ ! આત્મા ! આ મોટો નિર્ધાર-નિશ્ચય જાણજો. ૨૪
આ રીતે હૃદયની અંદર વિચાર કરતાં આત્મા જ્ઞાન અને ધ્યાનના રસમાં લીન થાય છે, જ્યારે નિર્વિકલ્પદશાના રસનો અનુભવી થાય છે, ત્યારે વિકલ્પપણું નાશ પામે છે. ૨૫
આ જીવ નિર્વિકલ્પ ઉપયોગમાં સમાધિરૂપ થાય છે, ત્યારે આત્મામાંથી અચલ જ્યોતિ પ્રગટ થાય છે, અને અનુપમ આત્માદર્શન પ્રાપ્ત કરે છે. ૨૬
આવું અદ્ભુત આત્મદર્શન થવાથી મહાકાલ-મરણનો ત્રાસ મટી જાય છે. જ્ઞાનયોગ એ ઉત્તમ દિશા છે, અને સદ્ગુરુ એ જ્ઞાનયોગ બતાવે છે, ૨૭
દઢપણે જ્ઞાનનું આલંબન લઈ જીવ નિરાલંબન ભાવ પામે છે, હે ચિદાનંદ ! આત્મા ! એ જ્ઞાનરૂપ આલંબનનો હંમેશાં આદર કરો, મોક્ષનો સાચો ઉપાય એ જ છે. ૨૮
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૯
હિતશિક્ષા-સાર્થ
થોડસામું જાણજો, કારજ રૂપ વિચાર; કહત સુણત શ્રુતજ્ઞાનકા, કબહુ ન આવે પાર. ૨૯ મેં મેરા એ જીવકું, બંધન મોટા જાન; મેં મેરા જાકું નહીં, સોહી મોક્ષ પીછાન. ૩૦ મેં મેરા એ ભાવથી, વધે રાગ અરુ રોષ; રાગ રોષ જ લોં હિયે, તો લોં મિટે ન દોષ. ૩૧ રાગ-દ્વેષ જાકું નહીં, તાકું કાલ ન ખાય; કાલ-જીત જગમેં રહે, મોટા બિરુદ ધરાય. ૩૨ ચિદાનંદ નિત કીજીએ, સમરણ શ્વાસોશ્વાસ; વૃથા અમૂલક જાત હૈ, શ્વાસ ખબર નહીં તાસ. ૩૩
થોડી વાતમાં જ કાર્યરૂપનો વિચાર જાણજો, કારણ કે શ્રુતજ્ઞાનને કહેવામાં અને સાંભળવામાં કોઈ રીતે પાર આવે તેમ નથી. ૨૯
“હું અને મારું એ જીવને મોટામાં મોટું બંધન છે' એમ જાણો. જેનામાં “હું અને મારું નથી તે જ તેના મોક્ષની ઓળખ-નિશાની છે. ૩૦
“અને મારું” એ ભાવ રાખવાથી રાગ અને દ્વેષ વધે છે, અને હૃદયમાં જ્યાં સુધી રાગ અને દ્વેષ છે, ત્યાં સુધી કોઈ દોષ મટતા નથી. ૩૧
જેનામાં રાગ-દ્વેષ નથી, તેને કાળ-મરણ ખાઈ શકતો નથી, અને કાળને જીતનાર જગતમાં મોટું બિરુદ ધારણ કરીને રહે છે. ૩૨
હે ચિદાનંદ ! આત્મા ! હંમેશાં દરેક શ્વાસોશ્વાસે પરમાત્માનું સ્મરણ કરજે. આ અમૂલ્ય (મનુષ્ય જન્મના) શ્વાસ ફોગટ જાય છે, તેની તને ખબર નથી. ૩૩
Page #85
--------------------------------------------------------------------------
________________
SO
કપૂર મહેક-૭ એક મહૂરતમાંહિ નર, સ્વરમેં શ્વાસ વિચાર; તિહંતર અધિકા સાતસો, ચાલત તીન હજાર. ૩૪ એક દિવસમેં એક લખ, સહસ્ત્ર ત્રયોદશ ધાર; એક શત નેવું જાત હૈ, શ્વાસોશ્વાસ વિચાર. ૩૫ ફુનિ સત (શત) સહસપંચાણવે, ભાખે તેત્રીશ લાખ; એક માસમેં શ્વાસ ઈમ, એડવી પ્રવચન શાખ. ૩૬ ચઉસત અડતાલીસહસ, સપ્ત લક્ષ સ્વરમાંહિ; ચાર ક્રોડ ઇક વરસમાં, ચાલત સંશય નાંહિ ૩૭ ચાર અબજ કોડી સપત, પુન અડતાલીશ લાખ; સ્વાસ સહસ ચાલીશ સુધી, સો વરસામેં ભાખ. ૩૮
મનુષ્યને એક મુહૂર્ત(બે ઘડી-૪૮ મિનિટ)માં ત્રણ હજાર સાતસો તોતેર (૩૭૭૩) શ્વાસોશ્વાસ સ્વરમાં થાય છે, તે વિચારો. ૩૪
“એક દિવસમાં એક લાખ, તેર હજાર, એકસો નેવું (૧,૧૩,૧૯૦) શ્વાસોશ્વાસ થાય છે' એમ શાસ્ત્રોમાં વિચાર છે. ૩૫
“એક મહિનામાં તેત્રીશ લાખ, પંચાણું હજાર અને સાતસો (૩૩,૯૫,૭૦૦) શ્વાસોશ્વાસ થાય છે એવી પ્રવચન-શાસ્ત્રની શાખ-સાક્ષી છે. ૩૬
એક વર્ષમાં ચાર ક્રોડ, સાત લાખ, અડતાલીશ હજાર અને ચારસો (૪,૦૭,૪૮,૪૦૦) સ્વર (શ્વાસોશ્વાસ) ચાલે છે, તેમાં સંશય નથી. ૩૭
“સો વર્ષમાં ચાર અબજ, સાત ક્રોડ, અડતાલીશ લાખ અને ચાલીશ હજાર (૪,૦૭,૪૮,૪૦,૦૦૦) શ્વાસોશ્વાસ ચાલે છે' એમ કહ્યું છે. ૩૮
Page #86
--------------------------------------------------------------------------
________________
હિતશિક્ષા-સાર્થ
વર્તમાન એ કાલમેં, ઉત્કૃષ્ટી થિતિ જોય; એક શત સોલે વર્ષની, અધિક ન જીવે કોય. ૩૯ સોપક્રમ આયુ કહ્યો, પંચમકાલ મઝાર; સોપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર. ૪૦ મંદ સ્વાસ સ્વરમેં ચલત, અલ્પ ઉમર હોય ખીણ; અધિકસ્વાસ ચાલત અધિક, હણહોત પરવણ. ૪૧ ચાર સમાધિ લીન નર, ષટ શુભધ્યાન મઝાર; તુષ્પીભાવ બેઠા ક્યું દસ, બોલત દ્વાદશ ધાર. ૪૨ ચાલત સોલસ સોવતાં, ચલત સ્વાસ બાવીશ; નારી ભોગવતાં જાણજો, ઘટત સ્વાસ છત્રીશ. ૪૩
આ વર્તમાનકાળમાં (પાંચમા આરામાં) મનુષ્યની આયુષ્યસ્થિતિ ઉત્કૃષ્ટી એકસો સોળ વર્ષની હોય છે. તેનાથી વધારે કોઈ પ્રાયઃ જીવતું નથી. ૩૯
પાંચમા આરામાં મનુષ્યનું આયુષ્ય સોપક્રમ કહેલ છે. આ “સોપક્રમ આયુષ્યમાં અનેક ઘાતો આવે છે તેમ વિચારો. ૪૦
સ્વરમાં જ્યારે મંદ શ્વાસ ચાલે ત્યારે આયુ અલ્પ-ક્ષય થાય છે, જયારે વધારે શ્વાસ ચાલે ત્યારે આયુષ્ય વધારે ઓછું થાય છે' એમ પ્રવીણ પુરુષો કહે છે. ૪૧
“માણસ જયારે સમાધિભાવમાં લીન હોય, ત્યારે ચાર શ્વાસ હોય છે, શુભધ્યાન કરતી વખતે છ શ્વાસ હોય છે, મૌનપણે બેઠા હોય ત્યારે દસ શ્વાસ હોય છે, અને બોલતી વખતે બાર શ્વાસ હોય છે એમ ધારણ કરો. ૪૨
સૂતી વખતે સોળ શ્વાસ ચાલે છે, ચાલતી વખતે બાવીશ શ્વાસ ચાલે છે, અને સ્ત્રીને ભોગવતાં છત્રીશ શ્વાસ હોય છે. ૪૩ મહેક-૭/૭
Page #87
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ થોડી વેલામાંહે જસ, બહત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બિલ ઘટે, રોગ હોય તન તાસ. ૪૪ અધિકા નાંહિ બોલીએ, નહીં રહીએ પડ સોય; અતિ શીધ્ર નવિ ચાલીએ, જો વિવેક મન હોય. ૪૫
થોડા વખતમાં જેને ઘણા વધારે શ્વાસ-સ્વર ચાલે તેનું આયુ ક્ષીણ થાય છે, બળ ઘટે છે, અને તેના શરીરમાં રોગ થાય છે. ૪૪
જો મનમાં વિવેક હોય તો વધારે બોલવું નહિ, સૂતા પડ્યાં રહેવું નહિ, અતિ ઉતાવળા ચાલવું નહિ. ૪૫
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિદાનંદજી કૃત દયા છત્રીશી-સાથે
(શાસ્ત્રાધાર સાથે જિનપૂજાની સિદ્ધિ) ચરણકમળ ગુરુદેવક, સુરભિ પરમ સુરંગ; લુબ્ધો રહત સદા તિહાં, ચિદાનંદ મનભ્રંગ. ૧ કલ્પવૃક્ષચિંતામણિ, દેખતું પરખ જોય; સદ્ગુરુ સમ સંસારમાં, ઉપગારી નહિ કોય. ૨ સુરતરુ ચિંતામણિ રતન, વાંછિત ફળકે હેત; નિર્વાછિત ફળ ગુરુ વિના, દુજો કોઉ ન દેત. ૩ રસના એક કરી કહ્યું, ગુરુમહિમા કિમ થાય; શેષનાગ મુખ સહસ્રથી, વર્ણન કરત લજાય. ૪
દયા-છત્રીશી-અર્થ જ્ઞાનરસભીના મનોહર ગુરુદેવના ચરણકમળમાં ચિદાનંદી (જ્ઞાનમાં આનંદ પામનાર) મનરૂપી ભ્રમર હંમેશાં લીન રહે છે. ૧
કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નને પ્રત્યક્ષ જોયા, પણ સદ્ગુરુ જેવા આ સંસારમાં કોઈ ઉપકારી નથી. ૨
કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્ન એ ઇચ્છેલા ફળના હેતુરૂપ છે, જ્યારે ગુરુ વિના બીજા કોઈ ઇચ્છડ્યા વગરના મોક્ષરૂપ ફળને આપનાર નથી. ૩
ગુરુનો મહિમા એક જીભે કઈ રીતે કહી શકાય ? શેષનાગ હજાર મુખથી પણ વર્ણન કરતાં લજ્જા પામે છે. ૪
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪
કપૂર મહેક-૭
ગુણ છત્તીસે કરી સદા, શોભિત હૈ ગુરુદેવ; ભો ભવિયણ કીજે સદા, ત્રિકરણ તીનકી સેવ. ૫ પ્રીત કરો ગુરુકી સદા, ધરી હિવડે આનંદ; મગન ચકોરી ચિત્તમે, નિરખત હોત સુચંદ. ૬ ઘન ગરજારવ સાંભળી, મગન હોત જિમ મોર; તિમ સદ્ગુરુ વાણી કરી, સુખ ઉપજત ચિહું ઓર. ૭ ગુરુકૃપાથી કરત હું, દયાછત્તીસી રૂપ; દયા ધરમ સંસારમાં, સાધન પરમ અનૂપ. ૮ દયા ધરમકો મૂળ હૈ, દયા મૂળ જિન-આણ; આણા-મૂળ વિનય કહ્યો, તે સિદ્ધાંતે જાણ. ૯ સોરઠા સ્યાદ્વાદ જિનવાણ, હિરદેમાંહી વિચારકે; કરો ન મન મત તાણ, એહિ સાર સિદ્ધાંતકો. ૧૦
ગુરુદેવ-આચાર્ય ભગવંત છત્રીશ ગુણે કરી હંમેશાં શોભિત છે. હે ભવ્યજનો ! મન-વચન-કાયાથી તેમની સેવા હંમેશાં કરો. ૫
હૃદયમાં આનંદ ધારણ કરી, હંમેશાં ગુરુની સાથે પ્રીતિ કરો. જેમ ચકોરપક્ષી ચંદ્રને ચિત્તમાં આનંદમગ્ન જુવે છે. ૬ મેઘનો ગર્જારવ સાંભળી જેમ મોર આનંદમગ્ન થાય છે, તેમ સદ્ગુરુની વાણી સાંભળવાથી ચારે તરફનું સુખ ઉત્પન્ન થાય છે.
હું ગુરુકૃપાથી આ ‘દયા છત્રીશી’રૂપ રચના કરું છું. દયાધર્મ એ સંસારમાં પરમ અનુપમ સાધન છે. ૮
ધર્મનું મૂળ દયા છે, દયાનું મૂળ જિનેશ્વરની આજ્ઞા છે, આજ્ઞાનું મૂળ વિનય સિદ્ધાંતમાં કહેલ છે, તે તમે જાણો. ૯
‘સ્યાદ્વાદમય શ્રી જિનેશ્વરની વાણી હૃદયમાં વિચારીને મનમાં ખેંચતાણ ન કરો' એ જ સિદ્ધાંતનો સાર છે. ૧૦
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૫
દયા છત્રીશી-સાર્થ
પૂજા કરતા કોય, કહે મેં હિંસા હોતા હૈ, પ્રગટ મિથ્યાતી હોય, તત્ત્વભેદ તિણે નવિ લહ્યો. ૧૧ કૂપ ખણન દૃષ્ટાંત, ભદ્રબાહુસ્વામી કહ્યો; તદહું તા ભ્રાંત, નાહિ મિટો તા મતિ મટો. ૧૨ પૂજામાંહી સ્વરૂપ-હિંસાકી ગિણતી નહીં; ઈમ લખ તત્ત્વ અનૂપ, શંક નવિ ચિત્ત આણીએ. ૧૩
કોઈ પૂજા કરતાં હિંસા થાય છે” એમ કહે છે, તે પ્રગટ મિથ્યાત્વી છે, તેણે તત્ત્વનો ભેદ જાણ્યો નથી. ૧૧
શ્રી ભદ્રબાહુસ્વામીએ આ માટે કૂવાના ખોદકામનું દૃષ્ટાંત કહ્યું છે, (કૂવો ખોદતાં પરિશ્રમ પડે તેથી તરસ લાગે, પણ તે દ્વારા પાણી મળવાથી દરેકની તરસ મટે) તે જાણ્યા છતાં હૃદયમાં શંકા-શલ્ય જેને ન મટવું હોય તે ન મટો. ૧૨
પૂજામાં ફક્ત સ્વરૂપહિંસા થાય છે, તેની ગણત્રી હિંસામાં નથી' આ પ્રમાણે અનુપમ તત્ત્વ વિચારી, મનમાં શંકા લાવવી નહિ. ૧૩.
(સ્વરૂપહિંસા તે માત્ર ઉપરથી દેખાય પણ અંતઃકરણ પવિત્ર-કોમળ હોવાથી તે હિંસાનું ફળ બેસતું નથી. પૂજા કરતાં પ્રથમ સ્નાન કરવાથી, તેમજ પુષ્પો ચઢાવવાથી, તેમ મુનિને નદી ઉતરતાં માત્ર ઉપર-ઉપરથી હિંસા દેખાય છે, પણ હૃદય કોમળ હોવાથી તે જીવો તરફ પણ દયાદ્રષ્ટિ હોવાથી તે સંબંધી કર્મબંધ થતો નથી. આ હિંસાને દ્રવ્યહિંસા પણ કહેવામાં આવે છે, આનાથી કર્મબંધ સહેજ થાય છે, ઉજ્જવલ વસ્ત્ર ઉપર રજ પડવાથી તેને ખંખેરી નાંખતાં વાર લાગતી નથી, તેના જેવો આ કર્મબંધ સમજવો.)
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૬
કપૂર મહેક-૭
સવૈયા-એકત્રીશા
સરવથા જીવહિંસા ત્યાગકો બિરત ગહિ, નદીમાં ઉતરતા વિરાધક ન જાણીએ; નારીકો સંઘટ્ટો નાહિ કરે તો હિ સાધવીકું, પાણીમાંહિ બૂડતાં જો બાંહે ગ્રહી તાણીએ; કારણ વિશેષ ભેખ ત્યાગે તો હું મુનિરાજ, અંગ ત્રીજે તાડુંકું આરાધક વખાણીએ; આણાહુમેં દયા દયા નાંહિ ઓર ઠોર કહું ઐસો જાણ પ્યારે જ્યું કુમત નાંહિ ઠાણીએ. ૧૪ દેવ જિનરાજ કેરી, છબી જિનરાય સમ, રાયપસેણીમાંહિ જ્યું પ્રગટ બતાઈ હૈ; ભગવતીમાંહિ જિનચૈત્યકી શરણ કહી, કેતાઈક અધિકાર કેવેકું ઉવવાઈ હૈ;
સવૈયા-એકત્રીશા-અર્થ
જેમણે સર્વથા જીવહિંસાના ત્યાગનું વ્રત ગ્રહણ કરેલ છે, તેવા સાધુ-સાધ્વીને નદી ઉતરતાં તે વ્રતના વિરાધક ન જાણવા. સાધુ સ્ત્રીનો સંઘટ્ટો (સ્પર્શ) ન કરે, છતાં પાણીમાં બૂડતાં સાધ્વીને હાથે પકડીને તાણે-બહાર કાઢે, કોઈ તથાવિધ શાસનરક્ષાદિકના કારણે મુનિરાજ વેષનો ત્યાગ કરે, તો પણ તેને ત્રીજા અંગમાં (ઠાણાંગસૂત્રમાં) આરાધક કહેલ છે. જિનેશ્વરની આજ્ઞામાં જ દયા છે, બીજા સ્થાને દયા નથી. આ રીતે જાણીને હે પ્યારા આત્મા ! કુમતની સ્થાપના ન કરીએ. ૧૪
‘શ્રીરાયપસેણીસૂત્રમાં શ્રી જિનેશ્વરની પ્રતિમાને જિનેશ્વર સમાન પ્રગટપણે બતાવેલ છે, શ્રીભગવતીસૂત્રમાં શ્રી જિનચૈત્યનું શરણ કહેલ છે, શ્રીઔપપાતિકસૂત્રમાં પણ કટેલાક જિનપ્રતિમા સંબંધી અધિકારો કહ્યા છે, શ્રીજીવાજીવાભિગમસૂત્રમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૭
દયા છત્રીશી-સાર્થ
જીવાજીવાભિગમ વિજયદેવ કેરી વાત, સુરિયાભ વાત રાયપસેણીમેં આઈ હૈ; એસો અધિકાર ઠોર ઠોર તો હું નાંહિ માને, તે તો શઠ કેરો ચિત્ત કુમતિ છાહી હૈ. ૧૫ સમકિતી દેવ તે હું કરે જિનરાજ સેવ, એકાભોઓતારી ઇંદ વિનેસુ નમતુ હૈ, હિયાએ સુહાએ ખિમા નિસેયાદિ બહુવિધ, પૂજા ફળ કહે જિન હિયે તે ગમતું હૈ; વિજજા-જંઘા-ચારણ કર્યું જાત્રા ચકાદિ દિપ, વોહિ જિનચૈત્ય ચિત્ત મોહકું વમતુ હૈ; જિનબિંબ રૂપ મચ્છ મચ્છકો આકાર દેખી, સંગીજ્ઞાન પાયકે મિથ્યાતકું વમતુ હૈ. ૧૬
વિજયદેવની વાત શ્રીજિનપ્રતિમાપૂજન અંગે કહી છે, શ્રી સૂર્યાભદેવે શ્રી જિનપૂજા કર્યા અંગેની વાત રાયપસણી (રાજપ્રશ્નીય) સૂત્રમાં આવી છે. આ પ્રમાણે શ્રીજિનપ્રતિમા પૂજનનો અધિકાર ઠેકાણે-ઠેકાણે કહ્યો છે, પણ જે શઠપુરુષોના ચિત્તમાં કુબુદ્ધિ છે, તે તેને માનતા નથી. ૧૫
જે દેવો સમકિતી છે તેઓ પણ શ્રી જિનરાજની સેવા કરે છે. એક ભવાવતારી ઇંદ્ર (સર્વાર્થસિદ્ધના અહમિદ્ર દેવ) પણ વિનયથી શ્રી જિનપ્રતિમાને નમે છે. શ્રી જિનેશ્વરદેવે પૂજાનું ફળ હિતકારી, સુખકારી, સામર્થ્યકારી, નિઃશ્રેયસ-મોક્ષકારી કહ્યું છે તે હૃદયમાં ગમે છે, વિદ્યાચારણ અને જંઘાચારણ મુનિવરો રુચક વગેરે દ્વીપોમાં યાત્રા માટે જાય છે અને શ્રી જિનપ્રતિમાને નમી મોહનું વમન કરે છે. શ્રી જિનપ્રતિમા સરખા આકારવાળા મત્સ્યના આકારને જોઈ અન્ય મત્સ્ય જાતિસ્મરણ જ્ઞાન અને સમકિત પામીને મિથ્યાત્વને વમી નાખે છે. ૧૬
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮
કપૂર મહેક-૭ દયાહું મેં ધરમ ધરમહું મેં દયાભાવ, દયા અરુ ધર્મ તે વિભિન્ન નવિ જાણીએ; બેઠકે સભામેં મિત્ત ધાર ગુરુગમ રીત, પરમ પુનીત દયા ધરમ વખાણીએ; એસો હૈ સિદ્ધાંત સાર કોટિ ગ્રંથકો વિચાર, હિયડેમેં ધાર પરતિત ગાઢી ઠાણિયે; યાંતે પરપ્રાણ નિજ પ્રાણ કે સમાન જાણ, ચિદાનંદ! પ્યારે !ચિત્ત, દયાભાવ આણીએ. ૧૭ ઉપજે ક્યું સિદ્ધ આય, જીવે કોઉ વિષ ખાય, અચળ ચળે સુમેરુ, એહું બાત માનીએ; ઉલટી ધરણી કાસ, નાસ હોય તો હું પણ, હિંસાકે કરત ધર્મ, કબહું ન માનીએ;
દયામાં ધર્મ છે, ધર્મમાં દયાભાવ છે, દયા અને ધર્મ એ જુદા જાણવા નહિ. હે મિત્ર ! સભામાં બેસીને ગુરુગમની રીત ધારણ કરો અને પરમ પવિત્ર દયાધર્મને વખાણીએ, દયા એ દરેક સિદ્ધાંતોનો સાર છે, ક્રોડો ગ્રંથનો એ જ વિચાર છે, તેને હૃદયમાં ધારણ કરી તેની પ્રતીતિ ગાઢપણે સ્થાપન કરવી. હે પ્યારા ચિદાનંદ ! બીજાના પ્રાણોને પોતાના પ્રાણ સમાન જાણી ચિત્તમાં દયાભાવ લાવીએ. ૧૭
સિદ્ધ પાછા આવીને ઉપજે, કોઈ ઝેર ખાઈને જીવે, અચળ એવો મેરુપર્વત ચલાયમાન થાય, પૃથ્વી ઉલટી થઈ જાય, આકાશ નાશ પામે (જો કે આવી રીતે કાંઈ થતું નથી) તો પણ હિંસા કરવાથી ધર્મ કયારેય ન માનીએ, જેઓ હિંસામાં ધર્મ માને છે, તેઓ આત્માની હાનિ પામે છે, એવી વાતો કરવાથી “મિથ્યાત્વ ઉદય આવ્યું” એમ જાણીએ. હે પ્યારા
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૯
દયા છત્રીશી-સાર્થ
*હિંસામેં ધરમ માન કરતે આતમ હાન, ઐસી બાત કરત મિથ્યાત ઉદ જાનીએ; યાંતે પરપ્રાણ નિજ પ્રાણકે સમાન જાણ, ચિદાનંદ! પ્યારે ! ચિત્ત દયાભાવ આણીએ. ૧૮ દયા દોય ભેદ જાણ ઈતર કર્યું કહી દેવ. સો તો ભેદ સદ્ગુરુ કૃપાસે નીપાઈએ; તાતે સદ્ગુરુ સેવ કિજિએ સુનિત્યમેવ, ધાર એસી ટેવ પ્રેમ પરમ લગાઈએ; સો તો દેવ ધર્મ ગુરુ ઘટમેં નિકટ તેરે; તાકું ખોજવેલું અબ ઓર કહાં જાઈએ ? તિહું તત્ત્વ એક જોય દુવિધા ન ધરે કોય, જ્યોતિરૂપ હોય શુદ્ધ જોતિર્મો સમાઈએ. ૧૯
ચિદાનંદ ! બીજાના પ્રાણોને પોતાના પ્રાણ સમાન જાણી ચિત્તમાં દયાભાવ લાવીએ. ૧૮
દયાના ભેદ દ્રવ્યદયા અને ભાવદયા અથવા સ્વરૂપદયા અને અનુબંધદયા, અને બીજા ભેદ જિનેશ્વરદેવે કહ્યા છે, તે તું જાણ. અને એ ભેદો સગુરુની કૃપાથી જાણી શકાય છે. તેથી હંમેશાં સદ્ગુરુની સેવા કરીએ. પરમરસપૂર્વક પ્રેમપૂર્વક એવી ટેવ ધારણ કરવી. તે દેવ-ગુરુ અને ધર્મ તારા આત્માની પાસે જ છે, તેઓને શોધવાને બીજે શા માટે જઈએ ? જ્યારે ત્રણે ય તત્ત્વ એકરૂપે જોવાય અને બીજી કોઈ દુવિધા ન ધારણ કરે, ત્યારે શુદ્ધ જયોતિર્મય આત્મા જ્યોતિમાં સમાઈ જાય છે. ૧૯
* આ નિશાનીવાળાં બે પદ લખેલી પ્રતમાં ન હોવાથી નવાં બનાવીને મૂકેલાં છે. અસલ કર્તાના કરેલાં તે પદ નથી.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦
કપૂર મહેંક-૭ દયાકે સમાન જગ સાધના ન આનજાન, દયાહું પ્રધાન જગ સંત યું કરતુ હૈ; જીવદયા કાજ સહુ ત્યાગ રાજકો સમાજ, દેવ જિનરાજ પંચ વ્રત ક્યું ગહતુ હૈ પ્રબળ પ્રચંડ ઘોર બાવીસ પરિસા ચોર તીનહુકો ત્રાસ ભલીભાતમું સહતુ હૈ; છાંડી જગજાલ નિજ શક્તિ સંભાલ, તે તો ચિદાનંદ પ્યારે! શિવરમણી લહતુ હૈ. ૨૦ અભય પ્રધાન દાન કહ્યો જગભાન તે તો, એસો નિકો જ્ઞાન મુનિરાજ ઘેર પાઈએ; મુનિપદ ધારે તે સંભારે આપોઆપ તે તો, કરુણાકો સાગર સિદ્ધાંતમાંહિ ગાઈએ;
દયાની સમાન જગતમાં બીજી સાધના ન જાણ. જગતમાં દયા જ પ્રધાન છે. સંતપુરુષો તે દયા કરે છે. શ્રી જિનેશ્વરદેવ જીવદયા માટે સર્વ રાજ્યસમૂહનો ત્યાગ કરી પંચ મહાવ્રત ગ્રહણ કરે છે, પ્રબળ, પ્રચંડ ઘોર બાવીશ પરિષહરૂપી ચોરનો ત્રાસ સારી રીતે સહન કરે છે. તે ચિદાનંદ ! આત્મા ! જગતની જંજાળને છાંડી, પોતાની શક્તિ સંભાળી, તેઓ શિવરમણી પ્રાપ્ત કરે છે. ૨૦
જગભાનુ-તીર્થંકરદેવે અભયદાનને પ્રધાન દાન કહ્યું છે' આવું ઉત્તમ જ્ઞાન મુનિરાજ પાસે પ્રાપ્ત કરીએ. જેઓ મુનિપદ ધારણ કરે છે, તે તો પોતાની જાતે તે દયાને સંભારે છે. માટે તેઓને સિદ્ધાંતમાં કરુણાના સાગર કહ્યા છે. તેઓના ચરણકમળને દેવેંદ્રોનો સમૂહ પૂજે છે, આનંદના કંદ એવા તેઓનું હમેશાં
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૧
દયા છત્રીશી-સાર્થ
તિહકે પદારવિંદ પૂજત સુરેંદવંદ, આનંદકો કંદ તે તો નિશદિન ધ્યાઈએ; તિન્ડહુંકો ધ્યાન પર ઉત્તમ વિવેક કર, ચિદાનંદ આપરૂપ આપમેં સમાઈએ. ૨૧ દયા દયા ભાખે પણ રાખે ન વિવેક હિયે, તે તો નર પ્રગટ પશુ સમાન કહ્યો હૈ; પાવે ન વિવેક જોલોં સિઝે નહિં કાજ તોલો, દયારૂપ ધરમ વિવેકમાંહિ રહા હૈ; જાકે હિરદે વિવેક સોઈ જ્ઞાતા અતિરેક, તિનડું સુતત્ત્વકો સરૂપ સાચો લહ્યો હૈ; તત્ત્વકે સરૂપ બિનજાણે પક્ષપાત તાણે, તે તો મહામોહરૂપ નદિયામેં વહ્યો છે. ૨૨
ધ્યાન કરીએ. તેઓનું ધ્યાન ઉત્તમ વિવેક ધારણ કરી કરીએ. હે ચિદાનંદ ! તેથી આત્મા પોતાના સ્વરૂપમાં સમાઈ જાયસ્વરૂપસ્થ થાય. ૨૧
મુખેથી “દયા, દયા બોલે પણ હૈયામાં જે વિવેક ન રાખે તે મનુષ્ય પ્રગટ પશુસમાન કહ્યો છે, જયાં સુધી વિવેક ન પામે ત્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય. દયારૂપ ધર્મ વિવેકમાં રહ્યો છે, જેઓના હૃદયમાં વિવેક છે, તે અતિશય જ્ઞાની છે. તેમણે ઉત્તમ તત્ત્વનું સ્વરૂપ સાચી રીતે મેળવ્યું છે. તત્ત્વનું સ્વરૂપ જાણ્યા વિના જેઓ પક્ષપાત તાણે છે, તેઓ મહામોહ અજ્ઞાનરૂપ નદીમાં તણાય છે. ૨૨
Page #97
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ પઢ્યો તું તો વેદ પણ જાણ્યો નહિ સાચો ભેદ, વેદમેં અહિંસારૂપ પરમ ધર્મ કહ્યો હૈ; લક્ષણ અહિંસા ક્યું બતાયો હે ધરમકેરો, તે હું તો વચન ભાગવતમાંહિ રહ્યો હૈ; જાપ જો બતાયો તે તો ભાવરૂપ જાણ્યો નહિ તે તો પશુઘાત કેરો ગાઢો પક્ષ ગહ્યો હૈ; તત્ત્વકે સરૂપ બિનજાણે પક્ષપાત તાણે, તે તો મહામોહરૂપ નદીયાંમેં વહ્યો હૈ. ૨૩
| (સવૈયા-તેઈસા) આરજ ખેત્ત લહે કુળ ઉત્તમ, જોગ સદા સતસંગત કરો; દીરઘ આયુ આરોગ દસા સુખ, રિધિ બહુ પરિવાર ઘણેરો; કિરત હોય વિખ્યાત દહું દિશ, વેગ મિટે ભવ ભાવ વખેરો; યા વિધ હોય મહાફળ જાકું ક્યું, ઐસી દયામેં વસ્યો મન મેરા. ૨૪
તું વેદ ભણ્યો પણ તેનો સાચો ભેદ જાણ્યો નહિ. વેદમાં અહિંસારૂપ પરમ ધર્મ કહ્યો છે. ધર્મનું લક્ષણ અહિંસા બતાવ્યું છે. તેવું વચન ભાગવતમાં રહ્યું છે. જે જાપ બતાવ્યો છે, તે ભાવરૂપ સમજ્યો નહિ, અને તેં પશુઘાતનો ગાઢ પક્ષ ગ્રહણ કર્યો છે. તત્ત્વનું સ્વરૂપ જાણ્યા વિના જેઓ પક્ષપાત તાણે છે, તેઓ મહામોહ-અજ્ઞાનરૂપ નદીમાં તણાય છે. ૨૩
ઉત્તમ આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળની પ્રાપ્તિ, હંમેશાં ઉત્તમ સત્સંગતિનો યોગ, દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અવસ્થાનું સુખ, બહુ ઋદ્ધિ, ઘણો પરિવાર, દશે દિશામાં પ્રખ્યાત કીર્તિ થાય, વધારે પડતો સંસારના રાગનો વેગ મટે, ઘરવખરીની આસક્તિ મટે, આવું જેનું મહાફળ છે, એવી દયામાં મારું મન વસ્યું છે. ૨૪
Page #98
--------------------------------------------------------------------------
________________
દયા છત્રીશી-સાર્થ
ઇંદ નરિંદ કરે ઈમ સેવસુ, જેસે અહે કોઉ દામિકો ચેરો; અષ્ટ મહાસિધ નિધ વિરાજત, તેજ પ્રતાપ વધે જ્યું ઘનેરો; જ્ઞાન-રવિ પ્રગટે ઘટ અંતર, હોય વિÜસ મિથ્યાત અંધેરો; યા વિધ હોય મહાફળ જાકું જ્યું, ઐસી દયામેં વસ્યો મન મેરો. ૨૫ કોઉ અજ્ઞાન કરે શિવ સાધન, જાણ વિના બહુ જીવ સતાવે; ઉરધ બાહુ અધોમુખ ઝુલત, જાર હુતાસન અંગ જલાવે; કોઉ કરે ફલ ફૂલકો ભક્ષણ, અણગલ પાણીમેં નિત નહાવે; કરણી કરુણાભાવ વિના કરે, બ્રહ્મરૂપ કહો ક્રિમ પાવે. ૨૬
આપ સમાન લખે સહુ જીવકું, પીડ નહિ પરકું ઉપજાવે; સમતા ધાર તજે મમતા-મળ, જ્ઞાન સરોવરમેં નિત ન્હાવે;
૮૩
ઇંદ્રો અને નરેન્દ્રો સેવા કરે, જેથી કોઈ અતિશયશાળી થાય, અષ્ટ મહાસિદ્ધિ અને નવ નિધિ વિરાજે, જેનાથી ઘણો તેજ-પ્રતાપ વધે, આત્માની અંદર જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થાય, મિથ્યાત્વરૂપ અંધારાનો નાશ થાય' આવા પ્રકારનું મહાફળ જેનાથી થાય એવી દયામાં મારુ મન વસેલું છે. ૨૫
કોઈ અજ્ઞાની જીવ મોક્ષ માટે અજ્ઞાન સાધના-કષ્ટકારી ક્રિયા કરે, જ્ઞાન વિના ઘણા જીવોને પીડા કરે, ઉંચા હાથ રાખે, નીચું મુખ કરી ઉંધે માથે ઝૂલે, અગ્નિ પ્રજ્વલિત કરી અંગને બાળે, ફળ-ફૂલનું ભક્ષણ કરે, ગાળ્યા વગરના પાણીમાં હંમેશાં સ્નાન કરે. આવી બધી ક્રિયાઓ દયાભાવ વિના કરે તે બ્રહ્મસ્વરૂપ કયાંથી પામે ? તે કહો. ૨૬
જે આત્મા પોતાની સમાન સર્વ જીવને જાણીને બીજા જીવને પીડા ન ઉપજાવે, સમતાને ધારણ કરી મમતારૂપી મળને તજે, જ્ઞાન-સરોવરમાં હંમેશાં સ્નાન કરે, દોષ વગરનો અલ્પ આહાર કરે, યોગરૂપી અગ્નિથી શરીરને તેમજ કર્મને તપાવે,
Page #99
--------------------------------------------------------------------------
________________
८४
કપૂર મહેકઅલ્પ આહાર કરે નિરદૂષણ, યોગ હુતાસનશું તન તાવે; કરણી કરુણાભાવમઈ કર, બ્રહ્મસરૂપકું યા વિધ પાવે. ૨૭ થાવર જંગમ જીવ ચરાચર, બ્રહ્મસરૂપ વેદાંત વખાણે; વ્યાપકરૂપ સવે ઘટ અંતર, એસો વિવેક હિયે નિજ આણે ત્યાગ વિરોધ નિરોધ ધરે મન, ધાર ખીમા પરપીડ પીછાણે; યા વિધ પૂરધ બ્રહ્મ આરાધન, પૂરણ બ્રહ્મ ક્રિયા કોઉ જાણે. ૨૮ ધારકે ભેખ વિવેક વિના શઠ, નાહક લોકનકું ભરમાવે; જીવકે ઘાતમેં ધર્મ અહે તદ્દ, પાપકો કારણ કુણ કહાવે ? દેખો મહા પરપંચ ક્યું મોહકો, એસો વિવેક હિયે નહિ આવે; નાંહિ ડરે કરતો અઘ તે નર, સુધી રસાતળકું ચલ્યો જાવે. ૨૯
દયામય ક્રિયા કરે, તેવી રીતે કરવાથી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૨૭
સ્થાવર-જંગમ, ચર-અચર જીવને આત્મસ્વરૂપ વેદાંતને જે વખાણે, આત્માની અંદર સર્વને વ્યાપકરૂપે જાણે, એવો વિવેક પોતાના હૃદયમાં લાવી, વિરોધનો ત્યાગ કરી, મનનો નિરોધ કરે, ક્ષમા ધારણ કરી પારકાની પીડાને જાણે, આવી રીતે પૂર્ણ બ્રહ્મની-આત્માની આરાધના કરી પૂર્ણ બ્રહ્મક્રિયા-આત્મક્રિયા કોઈક જાણે. ૨૮
વેષ ધારણ કરી વિવેક વગરના શઠ પુરુષો ફોગટ લોકોને ભ્રમમાં નાંખે છે, જે જીવહિંસામાં ધર્મ કહે છે, તો પાપનું કારણ શું કહેવાય ? આવો મોહનો મહાપ્રપંચ જુઓ ! જે મોહના પ્રપંચથી હૃદયમાં વિવેક આવતો નથી, તે માણસ પાપ કરતાં ડરતો નથી. એ સીધો રસાતળમાં-પૃથ્વીતળમાંનરકમાં ચાલ્યો જાય છે. ૨૯
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૫
દયા છત્રીશી-સાર્થ આરંભકું કરતાં હિરદે દયા, નાંહિ રહે લવલેશ એ પ્યારે; યેહિ વિચારકું ધાર હિયે મુનિ-રાજ ભયે જગજાળસે ન્યારે; અંતર જ્યોતિ જગી ઘટ જાકુસુ, તાકે તો લોક દેખાવસુ કયા રે; કારજ સિદ્ધ ભયો તિનકો જિને, અંતર મુંડ મુંડાય લીયા રે. ૩૦
(સયા-એકતીસા) જેસે કોઈ રુધિરકો રંગ્યો મલિન પટ, રુધિરસે ધોયા કહું ઉજળો ન હોત હૈ; તેસે હિંસા કરણીસે પાપ દૂર કીયો ચાહે, તે તો શઠકૃત મહામિથ્યા તોત હોત હૈ; નિરમળ નિરમેં પખાળત મલિન ચીર, શુધ રૂપ દેખ પરે જેસો જોકો પોત હૈ; તેસે શુદ્ધ દયાસે ભાવિત કરે આતમા સો, સિદ્ધ કે સમાન આપ સિદ્ધરૂપ હોતા હૈ. ૩૧
હે પ્યારા ! આત્મા ! “આરંભ કરવાથી હૃદયમાં લવલેશ દયા રહેતી નથી (મારંભે નલ્થિ યા)' એ વિચારને હૃદયમાં ધારણ કરી મુનિરાજ સંસારની જાળથી જુદા થયા છે. જેઓના આત્મામાં આંતર-જયોતિ જાગ્રત થઈ છે-પ્રગટ થઈ છે, તેઓને લોકદેખાવ કયાંથી હોય ? અર્થાત્ એવા આત્મા બાહ્ય દેખાવ કરતા નથી. જેણે હૃદય મુંડાવ્યું છે, તેઓનું કાર્ય સિદ્ધ થયું છે. ૩૦
જેમ કોઈ મલિન વસ્ત્રને રુધિરથી રંગે, પણ રુધિરથી ધોયેલું તે વસ્ત્ર ઉજળું થતું નથી, તેવી રીતે જેઓ હિંસામય ક્રિયાથી પાપને દૂર કરવા ચાહે, તે તો લુચ્ચાઓએ કરેલ મહામિથ્યાત્વરૂપ તૂત છે. જેમ નિર્મળ પાણીમાં મલિન વસ્ત્રને ધોવાથી જેવું વસ્ત્ર હોય તેવું તે શુદ્ધરૂપ થાય છે, તેમ જોવાય છે. તેવી રીતે શુદ્ધ દયાથી જેઓ આત્માને ભાવિત કરે છે, તે આત્મા સિદ્ધની સમાન સિદ્ધરૂપવાળા થાય છે. ૩૧
Page #101
--------------------------------------------------------------------------
________________
८६
કપૂર મહેંક-૭ કંચન સુમેરુ સહુ ભૂમિ દાન દેવે એક, એકને તો એક કો જીવકું બચાયો હૈ; કંચન સુમેર મહિદાનથી બહુત વિધ, જીવ-દાન અધિક પુરાણનમેં ગાયો છે; ઇવિધ ભાવ દાન હિરદે વિવેક આણ; વાતે યામેં મેરો મન અધિક લોભાયો હૈ; મૂળભેદ વસ્તુ જો વખાણે તે તો સાચો ભેદ, સદ્ગુરુ કિરપાથી સો તો અમે પાયો હૈ. ૩૨ સહુ જીવ જીવનકી ઈચ્છા મનમાંહિ રાખે, મરવો અનિષ્ટ સહુ પ્રાણીકું લગતુ હૈ, એસો ક્યું અકાજ મહાદોષકો સમાજ તેમેં,
મૂઢ જન મોહવશ અધિક પગતુ હૈ “એક જીવ સોનાના મેરુપર્વતનું અને સર્વ ભૂમિનું દાન કરે અને એક જીવ બીજા કોઈ જીવને બચાવે તો તે સોનાના મેરુપર્વત અને સર્વ પૃથ્વીના દાન કરતાં જીવને બચાવનારજીવિતદાન આપનાર અધિક દાન છે' એમ પુરાણોમાં પણ કહ્યું છે. એવી રીતે હૃદયમાં વિવેક લાવીને દાનનો વિચાર કર, એથી આ જીવરક્ષારૂપ દાનમાં મારું મન અધિક લોભાયું છે. જે મૂળભેદથી વસ્તુને વખાણે-કહે તે સાચો ભેદ છે, અને સદ્ગુરુની કૃપાથી અમે તે સાચો ભેદ પ્રાપ્ત કર્યો છે. ૩૨ | સર્વ જીવ મનમાં જીવવાની ઇચ્છા રાખે છે, સર્વ પ્રાણીને મરવું અનિષ્ટ લાગે છે, આવા મહાદોષરૂપ અકાર્યના સમૂહમાં મૂઢ માણસ મોહને વશ બની અધિક પ્રેરાય છે, મૂઢ જન શુભ કાર્યથી વિમુખ બની નરકનાં દુ:ખ પામે છે, હિંસા કરવાથી આત્મામાં અત્યંત ક્રોધ જાગ્રત થાય છે, આથી જે આત્માર્થી
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૭
દયા છત્રીશી-સાર્થ
પાવે જો નરક દુઃખ શુભ કાજથી વિમુખ, હિંસાકે કરત અતિ ક્રોધ જ્યુ જગતુ હૈ, યાતે આતમારથી પુરુષ એસે કાજ સેતિ, લાખ ગાઉ પ્રથમ હિ દૂર ક્યું ભગતું હૈ. ૩૩ દયારૂપ કરણી વિવેક પતવાર જામેં, દુવિધ સુતપરૂપ ખેવટ લગાઈએ; દાંડા યે ચતુર ચાર કીજીએ સુ અઘવાર, માલિમ સુમન તાકે તુરત જગાઈએ; પાલ શુભ ધ્યાન મન તાણ કે તૈયાર કીજે, શુભ પરિણામ કેરી તોપ હું દગાઈએ; ચિદાનંદ પારે ! એસી, નાવમેં સવાર હોય, મોહમયી સરિતાર્ક, વેગે પાર પાઈએ. ૩૪
પુરુષ હોય તે આવા હિંસા કાર્યથી લાખ ગાઉ દૂર ભાગે છે. ૩૩.
જેમાં દયારૂપ સુકાની છે, વિવેકરૂપી કપ્તાન છે, વિવિધ (અંતર અને બાહ્ય) તારૂપ હલેસાવાળા લગાવીએ. પાપનું નિવારણ કરી તે ચતુર નર ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર દાંડા કરીએ. ઉત્તમ મનરૂપ માલિમ (વહાણમાંના માલનો હિસાબ રાખનાર માલિમ કહેવાય)ને તુરત જગાડીએ. શુભ ધ્યાનરૂપ પાલ-સઢ ખેંચીને શુભ પરિણામરૂપી તોપને ફોડીએ. હે પ્યારા ! ચિદાનંદ ! એવી નાવમાં સ્વાર થઈને-ચઢીને મોહરૂપી નદીનો વેગે પાર પામીએ. ૩૪
મહેક
Page #103
--------------------------------------------------------------------------
________________
22
કપૂર મહેક-૭ (દોહા). શરદ પુરણ નિધિ ચંદ્રમો, સંવત્સર (૧૯૦૬) સુખકાર; ગૌતમ કેવળજ્ઞાનકો, માસ દિવસ ચિત્ત ધાર. ૩૫ ભાવનગર ભેટે સહિ, શ્રી ગવાડી પ્રભુ પાસ; ચિદાનંદ' તસ કૃપાથકી, સકળ ફળી મન આસ. ૩૬ યતિધર્મ બત્રીશી-સંજમ બત્રીશી
દોહા ભાવ-યતિ તેહને કહો, જિહાં દશવિધ યતિધર્મ કપટ-ક્રિયામાં માહાલતા, મહીયા બાંધે કર્મ. ૧ લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તંત. ૨
વિક્રમ સંવત ૧૯૦૬ ના ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના દિવસે કારતક સુદિ ૧ ના દિવસે ભાવનગરમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવંતને ભેટ્યા, અને તેમની કૃપાથી સર્વ મનની આશા ફળી એમ શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે.
ઈતિ શ્રી ચિદાનંદજીકૃત દયાછત્રીશી-સાર્થ યતિધર્મ બત્રીશી-સંજમ બત્રીશી-અર્થ
જેનામાં દશ પ્રકારના (ક્ષમા વગેરે) યતિધર્મ હોય છે, તેને ભાવયતિ-ભાવ સાધુ કહેવા. જેઓ કપટ-ક્રિયામાં મહાલે છે-રાચે છે તે મોટાં કર્મ બાંધે છે. ૧
ભગવંતે (૧) ક્ષમા બે પ્રકારની કહી છે. ૧ લૌકિક અને ૨ લોકોત્તર. તેમાં લોકોત્તર ક્ષમા એ પ્રથમ યતિધર્મ છે. ૨
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૯
દયા છત્રીશી-સાર્થ
વચન ધર્મ નામે કથ્થો, તેહના પણ બિહું ભેદ; આગમ-વયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખેદ. ૩ ધર્મક્ષમા નિજ સહેજથી, ચંદન-ગંધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ૪ ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંજમને લાગ. ૫ બાર કષાય ક્ષય કરી, જે મુનિ-ધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. ૬
તે લોકોત્તર ક્ષમાના પણ બે ભેદ છે. ૧ વચનક્ષમા અને ૨ ધર્મક્ષમા. તેમાં આગમમાં-શાસ્ત્રમાં ક્ષમા રાખવા કહેલ છે' એ આગમના વચનથી ખેદને દૂર કરી ક્ષમા ધારણ કરવી, તે વચનક્ષમા કહેવાય. ૩
“જેમ ચંદનની ગંધ-સુવાસ સ્વાભાવિક હોય છે, તેમ આત્માનો સ્વાભાવિક ધર્મ ક્ષમા છે.' એમ સમજી ક્ષમા ધારણ કરવી, તે ધર્મક્ષમા કહેવાય. તે ક્ષમા અતિચાર વગરની હોય છે. પ્રથમ વચનક્ષમામાં અતિચાર લાગે છે. ૪
લૌકિક ક્ષમાના પણ બે ભેદ છે. ૧ ઉપકારક્ષમા (“આ મારો ઉપકારી છે” એમ જાણી ક્ષમા રાખવી તે) અને ૨ અપકારક્ષમા (“હું ક્રોધ કરીશ તો મને નુકસાન કરશે” એમ સમજી ક્ષમા રાખવી તે). તે બંને ક્ષમા ઘણા અતિચારથીદોષથી ભરેલી છે. તેમાં સંયમને અવકાશ નથી. ૫
બાર કષાય(૪ અનંતાનુબંધી, ૪ અપ્રત્યાખ્યાની, ૪ પ્રત્યાખ્યાન કષાય)ના ક્ષય થવાથી જે મુનિધર્મ પ્રાપ્ત કરીએ. ત્યાં વચનક્ષમા અને ધર્મક્ષમા ઘણી હોય છે તેમ કહ્યું છે. ૬
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
કપૂર મહેક-૭ મદ્દવ અજ્જવ મુત્તિ તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭ ઈહલોકાદિક કામના, વિણ અણસણ સુખ જોગ; શુદ્ધ નિર્જરા ફલ કહ્યો, તપ શિવ સુખ સંજોગ. ૮ આશ્રયદ્વારને રૂંધીએ, ઈંદ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્થો, એહ જ મોક્ષ ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલોયણ જલશુદ્ધતા, શૌચ ધર્મ અવિરુદ્ધ. ૧૦
(૨) માર્દવ (કોમળતા), (૩) આર્જવ (સરળતા), (૪) મુક્તિ (નિર્લોભતા) અને (૫) તપ (ક્ષમા સહિત ગણવાથી) એ પાંચ ભેદો જાણવા. તેમાં પણ ભાવનિગ્રંથને છેલ્લો ભેદ (પ) પ્રમાણ છે. ૭
આ લોક- પરલોક સંબંધી સુખના યોગની ઇચ્છા વિના અનશન કરવું તે શુદ્ધ નિર્જરારૂપ ફળવાળું કહેલ છે. તપ એ મોક્ષસુખનો સંયોગ કરાવે છે. ૮
આશ્રવના દ્વાર-પાંચ અવ્રતને રોકવા, પાંચ ઇંદ્રિયોના વિકારો રોકવા, ત્રણ દંડ(મનદંડ, વચનદંડ, અને કાયદંડ)નો ત્યાગ કરવો, ચાર કષાયોને રોકવા, એ સત્તર પ્રકારે (૬) સંયમ કહ્યો છે. એ સંયમ જ મોક્ષનો ઉપાય છે. ૯
જે વચનસૂત્રથી અવિરુદ્ધ હોય, વિવેક વડે શુદ્ધ હોય તે (૭) સત્ય કહેવાય. આલોચનારૂપી જળ વડે જે શુદ્ધતા તે વિરોધ (૮) વિનાનો શૌચ ધર્મ છે. ૧૦
Page #106
--------------------------------------------------------------------------
________________
દયા છત્રીશી-સાર્થ
૯૧ ખગ ઉપાય મનમેં ધરો, ધર્મોપગરણ જેહ; વરજીત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તેહ સુપવિત્ત; હોય અનુત્તર દેવને, વિષય-ત્યાગનું ચિત્ત. ૧૨ એહ દશવિધ યતિધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણ જતનથી, કીજે તેહની સેવ. ૧૩ અંતર જતના વિણ કિસ્યો, વામ ક્રિયાનો લાગ? કેવલ કંચુક પરિહરે, નિરવિષ ન હુવે નાગ. ૧૪
પક્ષીની જેમ ઉપાય મનમાં ધારણ કરો. (જેમ પક્ષી કોઈપણ પ્રકારનો પરિગ્રહ રાખતા નથી, અને ફરે છે, તેમ મુનિ મહાત્માઓ પણ કોઈપણ પ્રકારનો પરિગ્રહ ન રાખે). ધર્મોપકરણને છોડીને બીજી ઉપાધિ ન રાખે તે (૯) ભાવ અકિંચનપણું છે. ૧૧
સદાચારના વિષયવાળી જે મનની વૃત્તિ તે અતિપવિત્ર (૧૦) બ્રહ્મચર્ય છે. અનુત્તરવાસી દેવોને પણ વિષય-ત્યાગનું ચિત્ત હોય છે. ૧૨
મૂલગુણો અને ઉત્તરગુણોની યતના રાખી, જે દશ પ્રકારના યતિધર્મને હંમેશાં આરાધે છે, તે મુનિ-મહાત્માઓની સેવા કરીએ. ૧૩
અંતર ગુણોની યતના વિના બાહ્યક્રિયા કરવાથી શું ફાયદો ? ફકત કાંચળીનો ત્યાગ કરવાથી નાગ-સાપ ઝેર વગરનો થતો નથી. ૧૪
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૨
કપૂર મહેંક-૭ દોષ રહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સૂયગડાંગની સાખ. ૧૫ નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણખાણ; પાપ શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણ. ૧૬ શુદ્ધ ક્રિયા ન કરી શકે, તો તું શુદ્ધ ભાખ; શુદ્ધ-પ્રરૂપક હુએ કરી, જિન-શાસન-થિતિ રાખ. ૧૭ ઉસો પણ કર્મ-રજ, ટાલે પાસે બોધ; ચરણ-કરણ અનુમોદતાં, ગચ્છાચારે શોધ. ૧૮
દોષરહિત આહાર ગ્રહણ કરે, પણ મનમાં ગારવ રાખે તે ફકત આજીવિકા છે' એવી સૂત્રકૃતાંગ સૂત્રની સાખસાક્ષી છે. ૧૫
ગુણની ખાણ સમાન ચારિત્ર વિના જે ચારિત્રનું નામ ધરાવે છે, તે પાપશ્રમણ જાણવા. તે માટે ઉત્તરાધ્યયન (ઉત્ત) ૧૭ મું પાપશ્રમણીય અધ્યયન) સૂત્ર પ્રમાણ છે. ૧૬
જો તું શુદ્ધ ક્રિયા કરી ન શકે, તો પણ તું શુદ્ધ પ્રરૂપણા કર. શુદ્ધ પ્રરૂપક થઈને શ્રી જિનશાસનની મર્યાદાનું પાલન કર. ૧૭
અવસગ્ન-ચારિત્રમાં ખેદ પામનાર હોય, પણ જે બોધસમકિતનું પાલન કરે છે, તે ચારિત્ર અને ક્રિયાનું અનુમોદન કરવાથી કર્મરૂપી રજને ટાળે છે-કર્મક્ષય કરે છે, તે હકીકત ગચ્છાચાર પન્નામાં તપાસ. ૧૮
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૩
દયા છત્રીશી-સાર્થ
હીણો પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાલ; અલ્પાગમ મુનિ નહિ ભલો, બોલે ઉપદેશમાલ. ૧૯ જ્ઞાનવંત ને કેવલી, દ્રવ્યાદિક અહિનાણ; બૃહત્કલ્પ ભાષે વલી, સરખા ભાષ્યા જાણ. ૨૦ જ્ઞાનાદિક-ગુણ-મચ્છરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથિભેદ પણ તસ નહિ, ભૂલે ભોલા લોક. ૨૧ જોડયો હાર જવેલરી, જ્ઞાને જ્ઞાની તેમ; હમણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨
જે ક્રિયાથી હીન હોય, પણ જ્ઞાન કરીને અધિક હોય, જેની શ્રદ્ધા વિશાળ હોય તે સારો, પણ અલ્પાગમ-અલ્પજ્ઞાનવાળો મુનિ સારો નહિ' તેમ ઉપદેશમાલા(ગાથા ૪૧૨થી ૪૧૫) માં કહેલ છે. ૧૯
“જ્ઞાનવંત (શ્રુતકેવલી) અને કેવળજ્ઞાની દ્રવ્યાદિકના જ્ઞાનમાં સરખા છે' તેમ બૃહત્કલ્પ ભાષ્યમાં કહેલ છે. ૨૦
જ્ઞાનાદિક ગુણો ઉપર મત્સર-દ્વેષ ધારણ કરે, તે જે ક્રિયા-તપ વગેરે કષ્ટ કરે છે, તે નકામું છે. તેને ગ્રંથિભેદ પણ થયો નહિ, તે ભોળા લોકોને ભોળવે છે-ઉન્માર્ગે દોરે છે. ૨૧
જેમ ઝવેરી હારને બનાવતાં ક્યાં કઈ વસ્તુ જોડવી તે જાણે છે, તેમ ચતુર જ્ઞાની પુરુષ જ્ઞાનથી હીન-અધિક જાણે છે, મૂર્ખ કઈ રીતે જાણે ? ૨૨
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪
કપૂર મહેંક-૭ આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાાક્રિયા મત રાચજો, પંચાશક અવલોય. ૨૩ જેહથી મારગ પામીયો, તેહથી સામો થાય; કૃતદની તે પાપીયો, નિશ્ચય નરકે જાય. ૨૪ સુંદર-બુદ્ધિપણે કથ્થો, સુંદર શ્રવણ થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. ૨૫ જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવપંથ; આતમજ્ઞાને ઉજલો, તેહ ભાવ-નિગ્રંથ. ૨૬ નિંદક નિક્ષે નાટકી, બાહારુચિ મતિ-અંધ; આતમ-જ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ૨૭
અજ્ઞાનીનો આદર કરવાથી ઉન્માર્ગ સ્થિર થાય છે. પંચાશક સૂત્રને અવલોકી બાહ્યક્રિયામાં રાચશો નહિ. ૨૩
જેનાથી ધર્મના માર્ગને પામ્યો હોય, તેની સામો જે થાય તે કૃતઘ્ન પાપી નિશ્ચ નરકમાં જાય છે. ૨૪
સુંદર બુદ્ધિપૂર્વક કહેલા સુંદર જ્ઞાન આદિના વચન શ્રવણ કરવાથી જીવ માર્ગ ઉપર ચાલ્યો જાય છે. ૨૫
જ્ઞાન આદિના વચને રહી જે મોક્ષમાર્ગને સાથે, આત્મજ્ઞાન વડે જે ઉજ્જવળ હોય, તે ભાવ-સાધુ છે. ૨૬
જે નિંદા કરનારો હોય, બાહ્ય રુચિવાળો બુદ્ધિથી આંધળો-અજ્ઞાની હોય, તે નાટકીયો છે, જે આત્મજ્ઞાનમાં રમે છે, તેને કર્મનો બંધ ન થાય. ૨૭
Page #110
--------------------------------------------------------------------------
________________
દયા છત્રીશી-સાર્થ
૯૫ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુરુચિ, રુચિ નહિ કો એક; નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૯ દૂર રહીજે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પરતણી, ભજીયે સંજમ ચંગ. ૩૧ વાચક “જસવિજયે' કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાથ. ૩૨
જે ધર્મ આત્મસાક્ષીરૂપ છે, ત્યાં લોકનું શું કામ છે ? લોકોના મનને ખુશ કરવારૂપ ધર્મનું મૂલ્ય એક બદામ પણ નથી. ૨૮
જગતમાં લોક જુદી જુદી રુચિવાળા હોય છે, કોઈને એક રુચિ હોતી નથી, તેથી પ્રતિજ્ઞા લઈને પોતાનું હિત થાય તેમ કરીએ. ૨૯
વિષયથી દૂર રહીએ. શ્રુતનો અભ્યાસ કરીએ. સંત પુરુષોનો સંગ કરીએ. તે સંત પુરુષોના દાસ-સેવક થઈએ. ૩૦
અધ્યાત્મનો પ્રેમ ધારણ કરીને સમતામાં લીન થઈએ. પારકાની નિંદા તજી દઈએ અને મનોહર સંયમને સેવીએ. ૩૧
શ્રી યશોવિજયજી વાચકે મુનિઓના હિત માટે આ વાત કહી છે, જે મુનિ આ વાત ભાવપૂર્વક મનમાં ધારણ કરે તે મોક્ષનો સાથ પામે. ૩૨
Page #111
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ હરીઆલી કહીયો પંડિત! કોણ એનારી?વસવરસની અવધિવિચારી.
કહિયો૧ દોય પિતાએ એહ નિપાઈ, સંઘ ચતુર્વિધ મનમેં આઈ,
કહિયો૦ ૨ કીડીએ એક હાથી જાયો, હાથી સાતમો સસલો ધાયો.
કહિઓ૦ ૩.
હરિઆલી-અર્થ (હરિઆલી-વિરોધાભાસ. વિરુદ્ધ ન હોય છતાં વિરુદ્ધ બતાવનાર, તે હરિઆલી કહેવાય.)
હે પંડિત પુરુષો ! તમે વીશ વરસ સુધી વિચારીને મને કહો કે તે સ્ત્રી કોણ છે ?
ઉ0 દયા. (તેની વિશ વરસની મર્યાદા છે). ૧
એ દયાને બે પિતાએ જન્મ આપ્યો છે. ૧ જિનેશ્વર ભગવંતે અને ર ગણધર મહારાજાએ તે દયાને ઉત્પન્ન કરી છે. અને તે દયા શ્રી ચતુર્વિધ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)ના મનમાં આવી છે. ચતુર્વિધ સંઘે તે દયાને આદરી છે-પાળી છે. ર
દયારૂપી કીડીથી ધર્મરૂપી હાથી ઉત્પન્ન થયો અને ધર્મરૂપી હાથીની સામે અધર્મરૂપી સસલો દોડ્યો-અધર્મ ધર્મની સામે થયો. ૩
Page #112
--------------------------------------------------------------------------
________________
દયા છત્રીશી-સાર્થ
૯૭ વિણ દીવું અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે.
કવિઓ૦ ૪ વરસે અગ્ની ને પાણી દીપે, કાયર સુભટ તણા મદ જીપે.
કવિઓ૦ ૫ તે બેટીએ બાપ નિપાયો, તેણે તાસ જમાઈ જાયો,
કહિયો) ૬ મેહ વરસતાં બહુ રજ ઉડે, લોહ તરે ને તરણું બુડે.
કહિયો) ૭
દયારૂપી ધર્મ પ્રાપ્ત થાય ત્યારે વગર દવાએ અવિરતિ રૂપી અંધકાર દૂર કરવા માટે સંવરરૂપી અજવાળું થાય. વિરતિરૂપી કીડીના દરમાં સંયમરૂપી હાથી જાય છે-પ્રવેશ કરે છે. ૪
કર્મરૂપી અગ્નિ વરસે વરસવા માંડે-ઓછા થાય, તેથી ક્ષમારૂપી પાણી દીપે-અજવાળું કરે. સંસારથી કાયર એવા પુરુષો કર્મરૂપી સુભટોના અભિમાનને જીતે છે. (અથવા સંસારથી કાયર પુરુષોના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મદ નાસવા લાગે છે.) ૫
તે દયારૂપી પુત્રીથી શુભ ધ્યાનરૂપી પિતા ઉત્પન્ન થાય છે, એ ધ્યાનથી જ્ઞાનરૂપી જમાઈનો જન્મ થાય છે. ૬
જ્ઞાનરૂપી મેઘ વરસવાથી અજ્ઞાનરૂપી રજ અથવા કર્મરૂપી રજ ઊડી જાય છે-જતી રહે છે-નાશ પામે છે. (લોહ તરે-) કર્મથી ભારે એવા જીવ તરે-અધર ને અધર રહેતેને જ્ઞાનનો સ્પર્શ થાય જ નહિ (તરણું બૂડે-) તરણા જેવા હળુકર્મી જીવો એ જ્ઞાનમાં બૂડે છે-લીન થાય છે. ૭
Page #113
--------------------------------------------------------------------------
________________
કપૂર મહેક-૭ તેલ ફિરે ને ઘાણી પીલાએ, ઘરટી દાણે કરીય દલાયે.
કહિયો, ૮ બીજ ફલે ને શાખા ઉગે, સરોવર આગનેં સમુદ્ર ન પૂગે.
કહિયો) ૯ પંક ઝરે ને સરવર જામે, ભમે માણસ તિહાં ઘણે વિસામે.
કહિયો, ૧૦ પ્રવહણ ઉપરિ સાગર ચાલે, હરિણતણે બળે ડુંગર હાલે.
કહિયો૦ ૧૧ એનો અર્થ વિચારી કહિયો, નહિતર ગર્વમ કોઈ ધરિયો.
કહિયો) ૧૨ તેલ સરખા કર્મ ફરે, તેના સમુદાયથી પ્રમાદથી ઘાણી સરખી ચેતના પિલાય. કર્મરૂપી દાણાથી ચેતનારૂપી ઘંટી પ્રમાદથી પિલાય. ૮
બીજ-બોધિબીજ ફળે અને તેનાથી ક્રિયારૂપ શાખા ઉગે. જ્ઞાનરૂપી સરોવર આગળ સંસારરૂપ સમુદ્ર પહોંચી શકતો નથી. ૯
પ્રમાદરૂપી કાદવ જરી જાય છે, અને આત્મારૂપી સરોવર જામે છે. પ્રમાદરૂપ વિસામે મનુષ્ય સંસારમાં ઘણો ભમે છે. ૧૦
પ્રમાદી જીવનો પ્રવાહણ સરખો જે આત્મા, તે પ્રવહણ સરખા આત્માને નીચે રાખી તેના ઉપર સંસારરૂપી સમુદ્ર ચાલે છે. હરણ સરખાં જે કર્મ તેના બળથી ડુંગર સરખો આત્મા હાલે છે. ૧૧ -
આ હરિઆળીનો અર્થ વિચાર કરીને કહેશો, નહિતર કોઈ ગર્વ ધારણ કરતા નહિ. ૧૨
Page #114
--------------------------------------------------------------------------
________________
દયા છત્રીશી-સાર્થ
૯૯ શ્રી નયવિજયવિબુધને સીસે, કહીહરિઆલી મનહજગીશે.
કહિયો. ૧૩ એહરિઆલીજેનર કહેશ્ય, વાચક“જશ'જંપેતે સુખલહેશ્ય.
કહિયો૦ ૧૪
શ્રી નવિજયજી પંડિતના શિષ્ય આ હરિઆળી મનના આનંદથી કહી છે. ૧૩
આ હરિઆળી જે મનુષ્ય કહેશે, વાચક શ્રી યશોવિજયજી કહે છે કે : “તે મનુષ્ય સુખ પામશે.” ૧૪
એક પ્રતમાં નીચે પ્રમાણે ભાવાર્થ આપેલ છે ૧ નારી તે ચેતના. બે પિતા તે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ૨ કીડી તે નિગોદ. હાથી તે વ્યવહારરાશિ. ૩ હાથી તે આત્મા, ને સસલો તે કર્મ. ૪ દવા વિના અજવાળું થાય, ચેતન મોહગ્રસ્ત ન થાય ત્યારે. ૫ કીડી તે નિગોદ. હાથી તે આત્મા.
અગ્નિ વરસે, તે અગ્નિ સરખાં કર્મ. ૭ કષાય પાણી ધારે તે દીપે. ૮ વિષય-કષાય તણા ભયથી કાયર થયેલો મોહસુભટને જીતે. ૯ બાપ તે ઉપયોગ, તેણે આત્મારૂપ જમાઈ જાણ્યો. ૧૦ સ્નેહરૂપ મેહ વરસતાં કર્મરૂપ રજ ઊડે. ૧૧ જ્ઞાનવંત બલિષ્ઠ (તે) લોહ જેવા તરે. ૧૨ તરણા સરખા વિષયલાલચી બૂડે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કપૂર મહેક-૭ ૧૩ તેલ સરખા કર્મ ફરે તેહને સમુદાયે પ્રમાદથી ઘાણી સરખી ચેતના
પીલાય. ૧૪ કર્મને દાણે કરી ચેતનારૂપી ઘંટી પ્રમાદથી પીલાય. ૧૫ બીજ તે બોધિબીજ, ક્રિયા તે શાખા, જ્ઞાનરહિત દુઃખ પામે. ૧૬ જ્ઞાનસરોવર આગળ સમુદ્રપાણી ન પૂગે. ૧૭ પ્રમાદરૂપ પંક, આત્મારૂપ સરોવર. ૧૮ પ્રમાદરૂપ વિસામે મનુષ્ય સંસારમાં ભમે, ચારિત્રરૂપ વેગે ચાલે તે ન
ભમે.
૧૯ પ્રમાદ તે પ્રવહણ સરખો આત્મા–તેને હેઠે ઘાલીને ઉપર સંસારસમુદ્ર
ચાલે છે. ૨૦ હરિણ સરખાં કર્મ-તેહને બળે ડુંગર સરખો આત્મા હાલે, તે જાણી
ચેતનાની શુદ્ધિ કરવી તે પરમાર્થ છે.
Page #116
--------------------------------------------------------------------------
________________ *ર્પર સુવાસ હર્પર શૂટiદા ઉ[ રે રોણા બાવકુવાદ પ્રતિવર્ષ થી પૂર વરવા * પતિના ખાવાનુવાદ બી પૂર્વક સંરયા * પાદિતાના ICE કહ્યું કે કપુર પાસેથી જ 11th TI, પતિ કપૂર સૌરભ કર્પર પરાગ કર્પર રાગ 1 મારા રામ પરિસાઈ થી પરદ વારીયા - પશિતાના dit Mણાર્ય શ્રી કપુરચંદ ઘરેણા પાદિતા માપદાદી પkesધી બી કાદ ઘણા - પાલિતાણે કપૂર મહેંક કપૂર ખુશબુ . જ જ વારમ + પdiાઠ પીવી શો પર્સ ઘણાં પ િવર્ષ પછી o BHARAT GRAPHICS - Ahmedabad-1