SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ Íર મહેક-૭ કરમનકી જર રાગ હે, રાગ જરે જર જાય; પરમ હોત પરમાતમા, વો હી સુગમ ઉપાય. ૧૮ કહેલું ભટકત ફિરે, સિદ્ધ હોને કે કાજ; રાગ દ્વેષકું ત્યાગ દે, વો હી સુગમ ઇલાજ. ૧૯ પરમાતમ-પદકો ધની, રંક ભયો વિલ લાય; રાગ-દ્વેષકી પ્રીતિસે, જન્મ અકારથ જાય. ૨૦ રાગ-દ્વેષકી પ્રીતિ તુમ, ભૂલ કરો જન પંચ; પરમાતમપદ ડાંકકે, તુમ હિ કિયો તિરયંચ ૨૧ તપ જપ સંજય સબ ભલે, રાગ-દ્વેષ જો નાંહિ; રાગ-દ્વેષકે જાગતે, એ સબ ભએ વૃથા હિ. ૨૨ કર્મની જડ (મૂળ) રાગ છે, રાગ બળે તો કર્મ ખરી જાય છે-નાશ પામે છે. અને આત્મા શ્રેષ્ઠ પરમાત્મા થાય છે, અને તે જ તેનો સુગમ ઉપાય છે. ૧૮ હે જીવ ! તું સિદ્ધ થવા માટે શા માટે ભટકતો ફરે છે, રાગ-દ્વેષનો ત્યાગ કર, તે જ સિદ્ધ થવાનો સુગમ ઉપાય છે. ૧૯ આ આત્મા પરમાત્મપદનો ધણી છે, રાગ-દ્વેષની પ્રીતિ કરવાથી રંક બનીને દુઃખ પામે છે, અને તેનો જન્મ વ્યર્થ જાય છે. ૨૦ | હે માનવ ! તમે ભૂલથી પણ જરાય રાગ-દ્વેષની પ્રીતિ ન કરો. જે રાગ-દ્વેષે તમારા પરમાત્મપદને ઢાંકી દઈને તમને તિર્યંચ બનાવેલ છે. ૨૧ જો આત્મામાં રાગ-દ્વેષ ન હોય તો તપ, જપ, સંયમ એ બધા સારા છે, પણ જો રાગ-દ્વેષ આત્મામાં જાગતાં હોય તો તે બધા નકામા થાય છે. ૨૨
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy