________________
८४
કપૂર મહેકઅલ્પ આહાર કરે નિરદૂષણ, યોગ હુતાસનશું તન તાવે; કરણી કરુણાભાવમઈ કર, બ્રહ્મસરૂપકું યા વિધ પાવે. ૨૭ થાવર જંગમ જીવ ચરાચર, બ્રહ્મસરૂપ વેદાંત વખાણે; વ્યાપકરૂપ સવે ઘટ અંતર, એસો વિવેક હિયે નિજ આણે ત્યાગ વિરોધ નિરોધ ધરે મન, ધાર ખીમા પરપીડ પીછાણે; યા વિધ પૂરધ બ્રહ્મ આરાધન, પૂરણ બ્રહ્મ ક્રિયા કોઉ જાણે. ૨૮ ધારકે ભેખ વિવેક વિના શઠ, નાહક લોકનકું ભરમાવે; જીવકે ઘાતમેં ધર્મ અહે તદ્દ, પાપકો કારણ કુણ કહાવે ? દેખો મહા પરપંચ ક્યું મોહકો, એસો વિવેક હિયે નહિ આવે; નાંહિ ડરે કરતો અઘ તે નર, સુધી રસાતળકું ચલ્યો જાવે. ૨૯
દયામય ક્રિયા કરે, તેવી રીતે કરવાથી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૨૭
સ્થાવર-જંગમ, ચર-અચર જીવને આત્મસ્વરૂપ વેદાંતને જે વખાણે, આત્માની અંદર સર્વને વ્યાપકરૂપે જાણે, એવો વિવેક પોતાના હૃદયમાં લાવી, વિરોધનો ત્યાગ કરી, મનનો નિરોધ કરે, ક્ષમા ધારણ કરી પારકાની પીડાને જાણે, આવી રીતે પૂર્ણ બ્રહ્મની-આત્માની આરાધના કરી પૂર્ણ બ્રહ્મક્રિયા-આત્મક્રિયા કોઈક જાણે. ૨૮
વેષ ધારણ કરી વિવેક વગરના શઠ પુરુષો ફોગટ લોકોને ભ્રમમાં નાંખે છે, જે જીવહિંસામાં ધર્મ કહે છે, તો પાપનું કારણ શું કહેવાય ? આવો મોહનો મહાપ્રપંચ જુઓ ! જે મોહના પ્રપંચથી હૃદયમાં વિવેક આવતો નથી, તે માણસ પાપ કરતાં ડરતો નથી. એ સીધો રસાતળમાં-પૃથ્વીતળમાંનરકમાં ચાલ્યો જાય છે. ૨૯