________________
૮૫
દયા છત્રીશી-સાર્થ આરંભકું કરતાં હિરદે દયા, નાંહિ રહે લવલેશ એ પ્યારે; યેહિ વિચારકું ધાર હિયે મુનિ-રાજ ભયે જગજાળસે ન્યારે; અંતર જ્યોતિ જગી ઘટ જાકુસુ, તાકે તો લોક દેખાવસુ કયા રે; કારજ સિદ્ધ ભયો તિનકો જિને, અંતર મુંડ મુંડાય લીયા રે. ૩૦
(સયા-એકતીસા) જેસે કોઈ રુધિરકો રંગ્યો મલિન પટ, રુધિરસે ધોયા કહું ઉજળો ન હોત હૈ; તેસે હિંસા કરણીસે પાપ દૂર કીયો ચાહે, તે તો શઠકૃત મહામિથ્યા તોત હોત હૈ; નિરમળ નિરમેં પખાળત મલિન ચીર, શુધ રૂપ દેખ પરે જેસો જોકો પોત હૈ; તેસે શુદ્ધ દયાસે ભાવિત કરે આતમા સો, સિદ્ધ કે સમાન આપ સિદ્ધરૂપ હોતા હૈ. ૩૧
હે પ્યારા ! આત્મા ! “આરંભ કરવાથી હૃદયમાં લવલેશ દયા રહેતી નથી (મારંભે નલ્થિ યા)' એ વિચારને હૃદયમાં ધારણ કરી મુનિરાજ સંસારની જાળથી જુદા થયા છે. જેઓના આત્મામાં આંતર-જયોતિ જાગ્રત થઈ છે-પ્રગટ થઈ છે, તેઓને લોકદેખાવ કયાંથી હોય ? અર્થાત્ એવા આત્મા બાહ્ય દેખાવ કરતા નથી. જેણે હૃદય મુંડાવ્યું છે, તેઓનું કાર્ય સિદ્ધ થયું છે. ૩૦
જેમ કોઈ મલિન વસ્ત્રને રુધિરથી રંગે, પણ રુધિરથી ધોયેલું તે વસ્ત્ર ઉજળું થતું નથી, તેવી રીતે જેઓ હિંસામય ક્રિયાથી પાપને દૂર કરવા ચાહે, તે તો લુચ્ચાઓએ કરેલ મહામિથ્યાત્વરૂપ તૂત છે. જેમ નિર્મળ પાણીમાં મલિન વસ્ત્રને ધોવાથી જેવું વસ્ત્ર હોય તેવું તે શુદ્ધરૂપ થાય છે, તેમ જોવાય છે. તેવી રીતે શુદ્ધ દયાથી જેઓ આત્માને ભાવિત કરે છે, તે આત્મા સિદ્ધની સમાન સિદ્ધરૂપવાળા થાય છે. ૩૧