________________
શ્રી ચિદાનંદજી કૃત દયા છત્રીશી-સાથે
(શાસ્ત્રાધાર સાથે જિનપૂજાની સિદ્ધિ) ચરણકમળ ગુરુદેવક, સુરભિ પરમ સુરંગ; લુબ્ધો રહત સદા તિહાં, ચિદાનંદ મનભ્રંગ. ૧ કલ્પવૃક્ષચિંતામણિ, દેખતું પરખ જોય; સદ્ગુરુ સમ સંસારમાં, ઉપગારી નહિ કોય. ૨ સુરતરુ ચિંતામણિ રતન, વાંછિત ફળકે હેત; નિર્વાછિત ફળ ગુરુ વિના, દુજો કોઉ ન દેત. ૩ રસના એક કરી કહ્યું, ગુરુમહિમા કિમ થાય; શેષનાગ મુખ સહસ્રથી, વર્ણન કરત લજાય. ૪
દયા-છત્રીશી-અર્થ જ્ઞાનરસભીના મનોહર ગુરુદેવના ચરણકમળમાં ચિદાનંદી (જ્ઞાનમાં આનંદ પામનાર) મનરૂપી ભ્રમર હંમેશાં લીન રહે છે. ૧
કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નને પ્રત્યક્ષ જોયા, પણ સદ્ગુરુ જેવા આ સંસારમાં કોઈ ઉપકારી નથી. ૨
કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્ન એ ઇચ્છેલા ફળના હેતુરૂપ છે, જ્યારે ગુરુ વિના બીજા કોઈ ઇચ્છડ્યા વગરના મોક્ષરૂપ ફળને આપનાર નથી. ૩
ગુરુનો મહિમા એક જીભે કઈ રીતે કહી શકાય ? શેષનાગ હજાર મુખથી પણ વર્ણન કરતાં લજ્જા પામે છે. ૪