SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સવૈયા-સાર્થ સુતો કહા પરમાદમે પ્યારે તું ? સાથમેં તેરે તો ચોર લગે રે; માત રુ તાત રુ ભ્રાત રુ ભામિની, સ્વારથકે સહુ જાન સગે રે. કુણકો સંગી સનેહી અહે તું જો ? કુણ અહે જગમાંહિ જ્યું તેરે ? આયો કિહાંથી કિહાં ફુનિ જાવેગો ? એસો વિચાર કરો મનમેં રે. ૨૫ નંદમહાનિધિ સિદ્ધિ કહા કરું ? કહા કરું સુખ દેવગતિકો ? કહા કરું મણિ માણેક મોતી જ્યું ? કહા કરું તેરો રાજ્યકો ટીકો ? કહા કરું જનરંજન વેશકું ? કહા કરું મતધાર તિ કો ? એક નિરંજન નામ વિના જગ, ઓર સહુ મોહ લાગત ફીકો. ૨૬ ફૂલકે સંગ ફૂલેલ ભયો તિલ-તેલ તે તો સહુ કે મન ભાવેઃ પારસ કે પર સંગથી દેખીએ, લોહા જ્યું કંચન હોય બિકાવે. ૧૩ હે પ્યારા ચેતન ! તું પ્રમાદમાં કેમ સૂતો છે ? તારી પાછળ(કાળરૂપ અગર તો કષાયરૂપ)ચોર લાગ્યા છે, માતા કે પિતા, ભાઈ કે સ્ત્રી, એ બધાને તું સ્વાર્થના સગા જાણ. તું કોનો સંગી કે સ્નેહી છે ? જગતમાં તારું કોણ છે ? તું કયાંથી આવ્યો ? વળી તું કયાં જવાનો છે ? આ વિચાર તું તારા મનમાં કર. ૨૫ હું નવ મહાનિધિ અને અષ્ટસિદ્ધિને શું કરું ? દેવગતિના સુખને પણ શું કરું ? મણિ-માણેક અને મોતીને પણ શું કરું? તારા રાજ્યના તિલકને પણ શું કરું ? લોકોને રંજન કરનાર એવા વેશને પણ શું કરું ? મતવાદીઓની મતિને પણ શું કરું? એક નિરંજન-પરમાત્માના વિના આ જગતમાં બીજું બધું મન ફીકું-શુષ્ક-નિરસ લાગે છે. ૨૬ ફૂલનો સંગ થવાથી તલનું તેલ ફૂલેલ-સુગંધી તેલ થાય છે, અને એ બધાના મનમાં ગમે છે, પારસમણિનો સંગ થવાથી લોઢું સુવર્ણ-સોનું થઈને વેચાય છે, ગંગાનદીમાં નદીઓનું
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy