________________
SO
કપૂર મહેક-૭ એક મહૂરતમાંહિ નર, સ્વરમેં શ્વાસ વિચાર; તિહંતર અધિકા સાતસો, ચાલત તીન હજાર. ૩૪ એક દિવસમેં એક લખ, સહસ્ત્ર ત્રયોદશ ધાર; એક શત નેવું જાત હૈ, શ્વાસોશ્વાસ વિચાર. ૩૫ ફુનિ સત (શત) સહસપંચાણવે, ભાખે તેત્રીશ લાખ; એક માસમેં શ્વાસ ઈમ, એડવી પ્રવચન શાખ. ૩૬ ચઉસત અડતાલીસહસ, સપ્ત લક્ષ સ્વરમાંહિ; ચાર ક્રોડ ઇક વરસમાં, ચાલત સંશય નાંહિ ૩૭ ચાર અબજ કોડી સપત, પુન અડતાલીશ લાખ; સ્વાસ સહસ ચાલીશ સુધી, સો વરસામેં ભાખ. ૩૮
મનુષ્યને એક મુહૂર્ત(બે ઘડી-૪૮ મિનિટ)માં ત્રણ હજાર સાતસો તોતેર (૩૭૭૩) શ્વાસોશ્વાસ સ્વરમાં થાય છે, તે વિચારો. ૩૪
“એક દિવસમાં એક લાખ, તેર હજાર, એકસો નેવું (૧,૧૩,૧૯૦) શ્વાસોશ્વાસ થાય છે' એમ શાસ્ત્રોમાં વિચાર છે. ૩૫
“એક મહિનામાં તેત્રીશ લાખ, પંચાણું હજાર અને સાતસો (૩૩,૯૫,૭૦૦) શ્વાસોશ્વાસ થાય છે એવી પ્રવચન-શાસ્ત્રની શાખ-સાક્ષી છે. ૩૬
એક વર્ષમાં ચાર ક્રોડ, સાત લાખ, અડતાલીશ હજાર અને ચારસો (૪,૦૭,૪૮,૪૦૦) સ્વર (શ્વાસોશ્વાસ) ચાલે છે, તેમાં સંશય નથી. ૩૭
“સો વર્ષમાં ચાર અબજ, સાત ક્રોડ, અડતાલીશ લાખ અને ચાલીશ હજાર (૪,૦૭,૪૮,૪૦,૦૦૦) શ્વાસોશ્વાસ ચાલે છે' એમ કહ્યું છે. ૩૮