________________
હિતશિક્ષા-સાર્થ
છીજત છિન છિન આઉખો, અંજલિ જલ જિમ મિત; કાલચક્ર માથે ભમત, સોવત કહા અભીત. ૯ તન ધન જોવન કારિમા, સંધ્યારાગ સમાન; સકલ પદારથ જગતમેં, સુપન રૂપ ચિત્ત જાન. ૧૦ મેરા મેરા મત કરે, તેરા હે નહીં કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દોય. ૧૧ ઐસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતરભાવ વિકાર. ૧૨ જ્ઞાનવિ વૈરાગ જસ, હિરદે ચંદ સમાન; તાસનિકટ કહો કિમ રહે? મિથ્યાતમ દુઃખ ખાન. ૧૩
૬૫
અંજલિમાં-ખોબામાં રહેલા પાણીની જેમ હે મિત્ર ! આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષય પામતું જાય છે, માથા ઉપર કાળનું ચક્ર ભમે છે, તું ભય રહિત કેમ સૂતો છે ? ૯
તન, ધન અને યૌવન કારમા-ભંયકર છે, સંધ્યાકાળના વાદળ સમાન અસ્થિર છે. આ જગતના સઘળાય પદાર્થો સ્વપ્ન સમાન છે' એમ ચિત્તમાં જાણો. ૧૦
હે જીવ ! તું ‘મારું, મારું' એમ ન કર, આ જગતમાં કોઈ તારું નથી, હે ચિદાનંદ ! આ સ્વજન-પરિવારનો મેળો બે દિવસનો છે. ૧૧
આ જગતના અનિત્ય ભાવોને હંમેશાં જોઈ, જ્ઞાનપૂર્વક વિચાર કરો, જ્ઞાનના વિચાર વિના અંતરના-હૃદયના ભાવ વિકારો નાશા પામતા નથી. ૧૨
જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્ય અને ચંદ્રસમાન વૈરાગ્ય પ્રકાશી રહ્યો હોય, તેની નજીકમાં દુ:ખની ખાણરૂપ મિથ્યાત્વરૂપી અંધકાર કેવી રીતે રહી શકે ? ૧૩