________________
૬૨
કપૂર મહેંક-૭
અષ્ટ કર્મ વન દાહિકે, જેહ સિદ્ધ જિનચંદ; તા સમ જો અપ્પા ગણે, તાકું વંદે ઇંદ. ૫૦ કર્મરોગ ઔષધ સમી, જ્ઞાન સુધારસ વૃષ્ટિ; શિવસુખ અમૃત સરોવરે જય જય સમ્યગ્દષ્ટિ. ૫૧ જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અમર અગમ પદ ફળ લહો, જિનવર પદ અનુકૂળ. ૫૨
આઠ કર્મરૂપ વનને બાળીને જે સિદ્ધ ભગવંત થયા છે, તેના સમાન આત્માને જે જાણે છે-ઓળખે છે તેને (તેવા આત્મજ્ઞાનીને) ઇંદ્ર પણ વંદે છે. ૫૦
કર્મરૂપ રોગનો નાશ કરવા ઔષધ સમાન, જ્ઞાનરૂપી અમૃતરસની વૃષ્ટિ સમાન, મોક્ષસુખરૂપી અમૃતના સરોવર સમાન સમ્યગ્દષ્ટિ જયવંતી વર્તો. ૫૧
હે ભવ્યજીવો ! જ્ઞાનરૂપી વૃક્ષની સેવા કરો. જે ચારિત્ર અને સમકિત જેનું મૂળ છે, જ્યાંથી મરવાનું નથી, જ્યાંથી જવાનું નથી એવું મોક્ષપદરૂપ ફળ મેળવો, જે જિનેશ્વરના પદને અનુકૂળ છે. પર
ઇતિ અધ્યાત્મ બાવની