________________
૫૦
કપૂર મહેંક-૭ તેસે આત્મદ્રવ્યનું, રાગ-દ્વેષકે પાસ કર્મરંગ લાગત રહે, કેસે લહે પ્રકાશ ? ૨૮ ઈણ કરમનકો જીતવો, કઠિન બાત હૈ વીર ! જર ખોદે બિનુ નહિ મિટે, દુષ્ટ જાત યે પીર. ૨૯ લલાપત્તોકે કિયે, એ મિટવેકે નહિ; ધ્યાન અગ્નિ પરકાશકે, હોમ દેહિ તે માંહિ. ૩૦
ર્યું દારુકે ગંજકું, નર નહીં શકે ઉઠાય; તનક આગ સંજોગસે, છિન એકમેં ઉડ જાય. ૩૧ દેહ સહિત પરમાતમા, એહ અચરજકી બાત; રાગ-દ્વેષકે ત્યાગને, કર્મશક્તિ જરી જાત. ૩૨
તેવા આત્મદ્રવ્યને રાગ-દ્વેષના પાસથી કર્મનો રંગ લાગ્યા કરે છે, તેથી તે પોતાનો પ્રકાશ કેવી રીતે પામે ? ૨૮
હે વીર ! આ કર્મને જીતવો તે કઠણ વાત છે. તેને જડમૂળથી ખોદી નાંખ્યા વિના-કર્મને મૂળમાંથી નાશ કર્યા વિના આ દુષ્ટ જાતની પીડા મટે નહિ. ૨૯
લલોપતો કરવાથી (વલોપાત કરવાથી) એ કર્મની પીડા મટવાની નથી. ધ્યાનરૂપી અગ્નિના પ્રકાશમાં તે કર્મને હોમી દે. ૩૦
જેવી રીતે લાકડાના ઢગલાને મનુષ્ય ઉઠાવી શક્તો નથી પણ થોડી આગના સંયોગથી એક ક્ષણવારમાં તે ઉડી જાય છેનાશ પામે છે. ૩૧
પરમાત્મા શરીર સહિત હોય છે, તે આશ્ચર્યની વાત છે. પણ રાગ-દ્વેષનો ત્યાગ કરવાથી કર્મની શક્તિ જરી જાય છેનાશ પામે છે. ૩૨