________________
૫૬
કપૂર મહેક-૭ અનુભવ ગોચર વસ્તુકો, જાણે એહી આલ્હાદ; કહણ સુનનમેં કછુ નહિ, પામે પરમ આલ્હાદ. ૨૦ આતમ પરમાતમ હોવે, અનુભવરસ સંગતે; દ્વિતભાવ મળ નીસરે, ભગવંતની ભગતે. ૨૧ આતમસંગે વિલસતાં, પ્રગટે વચનાતીત; મહાનંદરસ મોકળો, સકળ ઉપાધિ રહિત. ૨૨ સિદ્ધસ્વરૂપી આતમાં, સમતારસ ભરપૂર; અંતરદૃષ્ટિ વિચારતાં, પ્રગટ આતમરૂપ. ૨૩
| (શુદ્ધ અનુભવ) આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. ૨૪
અનુભવના વિષયવાળી વસ્તુને જાણે, તે જ સાચો આહલાદ-આનંદ છે, કહેવા માત્રથી કે સાંભળવા માત્રથી કશું નથી, તે પરમ આનંદને પામે છે. ૨૦
અનુભવરસનો સંગ થવાથી આત્મા પરમાત્મા થાય છે, ભગવંતની ભક્તિથી વૈતભાવ(રાગ, દ્વેષ અને મોહરૂપ)રૂપી મળ નીકળી જાય છે-નાશ પામે છે. ૨૧
આત્માની સાથે વિલાસ કરવાથી સર્વ ઉપાધિથી રહિત, વચનથી ન કહી શકાય, તેવો અખૂટ મહાઆનંદનો રસ પ્રગટ થાય છે. ૨૨
સિદ્ધસ્વરૂપી આત્મા સમતારસથી ભરપૂર છે, અંતરદષ્ટિએ વિચાર કરવાથી આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. ૨૩
આત્મા આત્માનો વિચાર કરે તો મન વિશ્રામ-વિસામો પામે છે, અને સમભાવરૂપ રસના આસ્વાદનું સુખ ઉત્પન્ન થાય છે, અને તેનું નામ અનુભવ છે. ૨૪