SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ અધ્યાત્મ બાવની-સાર્થ આતમસાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ ? જન-મન-રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ૫ પાવેગા તબ તો કહે, તબ લગ કહ્યો ન જાય; મન હૈ મેરો મસકરો, ભડકી ભાગી જાય. ૬ માણસ હોણા મુશ્કીલ હૈ, તો સાધ કિહાંસે હોય; સાધુ હુવા તબ સિદ્ધ ભયા, કહેણી ન રહી કોય. ૭ સાધુ ભયા તો કયા હુઆ, ન ગયા મનકા દ્વેષ; સમતાસું ચિત લાયકે, અંતરદૃષ્ટિ દેખ. ૮ ચેતનકું પરચ્યો નહિ, કયા હુવા વ્રત ધાર; શાળ-વિહુણા ખેતમેં, વૃથા બનાઈ વાડ. ૯ જે ધર્મ આત્માની સાક્ષીએ છે, ત્યાં લોકનું શું કામ છે? લોકોને મનને રંજન કરનાર (લોકોને રાજી રાખવા કરાયેલ) ધર્મનું એક બદામનું પણ મૂલ્ય નથી. ૫ જ્યારે ધર્મને મર્મ પમાશે, ત્યારે જ તે યથાર્થ વર્ણવી શકાશે, ત્યાં સુધી તે કહી શકાતો નથી, મારું મન મશ્કરી કરવાના સ્વભાવવાળું છે, એ ભડકીને ભાગી જાય છે. ૬ આ જગતમાં સાચા મનુષ્ય થવું એ પણ મુશ્કેલ છે, તો સાધુ કયાંથી થઈ શકાય ? જો સાધુ થયા તો સિદ્ધ થયા, તો પછી કાંઈ કહેવાનું રહે નહિ. ૭ સાધુ થયા પણ જો મનનો દ્વેષ ન ગયો તો સાધુ કેવી રીતે થયા ? સમતાને મનમાં લાવીને આંતરિક દૃષ્ટિથી જુઓ. ૮ જ્યાં સુધી આત્માને ઓળખ્યો નહિ, તો ત્યાં સુધી વ્રત ધારવાથી શું થાય ? શાળ (ચોખા) વગરના ખેતરમાં વાડી બનાવીએ તે નકામી છે. ૯
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy