________________
૯૪
કપૂર મહેંક-૭ આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાાક્રિયા મત રાચજો, પંચાશક અવલોય. ૨૩ જેહથી મારગ પામીયો, તેહથી સામો થાય; કૃતદની તે પાપીયો, નિશ્ચય નરકે જાય. ૨૪ સુંદર-બુદ્ધિપણે કથ્થો, સુંદર શ્રવણ થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યો જાય. ૨૫ જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવપંથ; આતમજ્ઞાને ઉજલો, તેહ ભાવ-નિગ્રંથ. ૨૬ નિંદક નિક્ષે નાટકી, બાહારુચિ મતિ-અંધ; આતમ-જ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ૨૭
અજ્ઞાનીનો આદર કરવાથી ઉન્માર્ગ સ્થિર થાય છે. પંચાશક સૂત્રને અવલોકી બાહ્યક્રિયામાં રાચશો નહિ. ૨૩
જેનાથી ધર્મના માર્ગને પામ્યો હોય, તેની સામો જે થાય તે કૃતઘ્ન પાપી નિશ્ચ નરકમાં જાય છે. ૨૪
સુંદર બુદ્ધિપૂર્વક કહેલા સુંદર જ્ઞાન આદિના વચન શ્રવણ કરવાથી જીવ માર્ગ ઉપર ચાલ્યો જાય છે. ૨૫
જ્ઞાન આદિના વચને રહી જે મોક્ષમાર્ગને સાથે, આત્મજ્ઞાન વડે જે ઉજ્જવળ હોય, તે ભાવ-સાધુ છે. ૨૬
જે નિંદા કરનારો હોય, બાહ્ય રુચિવાળો બુદ્ધિથી આંધળો-અજ્ઞાની હોય, તે નાટકીયો છે, જે આત્મજ્ઞાનમાં રમે છે, તેને કર્મનો બંધ ન થાય. ૨૭