________________
સવૈયા-સાર્થ
ખીર નીર જિમ પુદ્ગલ સંગ એકીભૂત, અંતર સુદૃષ્ટિ ખોજ તાકો લવ લીજીયે; ધાર એસી રીત હી એ પરમ પુનિત ઈમ, ચિદાનંદ પ્યારે અનુભવરસ પીજીયે. ૬ આપકે અચાનક કૃતાંત ક્યું ગગો તોહે, તિહાં તો સખાઈ કોઉ દુસરો ન હોવેગો; ધરમ વિના તો ઓર સકલ કુટુંબ મિલી, જાનકે પરેતાં કોઈ સુપને ન જોવેગો. લટક સલામ કે સખાઈ વિના અંત સમે, નેણમાંહિ નીર ભર ભર અતિ રોવેગો; જાન કે જગત એસો જ્ઞાની ન મગન હોત, અંબ ખાવા ચાહે તે તો બાઉલ ન બોવેગો. ૭
આત્માનો અનુભવ કરીએ. ક્ષીર-દૂધ) અને પાણીની જેમ આત્મા પુદ્ગલના સંગથી એકરૂપ થઈ ગયો છે, તેથી હૃદયમાં સમયગ્દષ્ટિને ધારણ કરી, આત્માની શોધ કરી, તેનો અંશ પ્રાપ્ત કરીએ. આવી પરમ પવિત્ર રીતને ધારણ કરી, હે પ્યારા ચિદાનંદ ! પરમ પવિત્ર અનુભવરસનું પાન કરીએ. ૬
જ્યારે અચાનક આવીને કાળ ગ્રહણ કરશે, ત્યારે બીજો કોઈ રક્ષણ કરનાર ધર્મ વિના થશે નહિ. સર્વ કુટુંબ (પરેતાંપ્રેત થયેલ) મરણ પામેલ જાણીને, સ્વપ્નમાં પણ જોશે નહિ. લટક સલામવાળો સખાઈ તે (જુહાર) પ્રણામમિત્ર-ધર્મ વિના અંતસમયે સર્વ નેત્રમાં પાણી ભરી ભરીને ઘણો રોશે. જગતને આવું જાણીને જ્ઞાની આત્મા સંસારમાં આસક્ત થતો નથી. જે આમ્ર કેરી ખાવા ઇચ્છે, તે બાવળને વાવતો નથી. ૭