________________
કપૂર મહેક-૭ પઢ્યો તું તો વેદ પણ જાણ્યો નહિ સાચો ભેદ, વેદમેં અહિંસારૂપ પરમ ધર્મ કહ્યો હૈ; લક્ષણ અહિંસા ક્યું બતાયો હે ધરમકેરો, તે હું તો વચન ભાગવતમાંહિ રહ્યો હૈ; જાપ જો બતાયો તે તો ભાવરૂપ જાણ્યો નહિ તે તો પશુઘાત કેરો ગાઢો પક્ષ ગહ્યો હૈ; તત્ત્વકે સરૂપ બિનજાણે પક્ષપાત તાણે, તે તો મહામોહરૂપ નદીયાંમેં વહ્યો હૈ. ૨૩
| (સવૈયા-તેઈસા) આરજ ખેત્ત લહે કુળ ઉત્તમ, જોગ સદા સતસંગત કરો; દીરઘ આયુ આરોગ દસા સુખ, રિધિ બહુ પરિવાર ઘણેરો; કિરત હોય વિખ્યાત દહું દિશ, વેગ મિટે ભવ ભાવ વખેરો; યા વિધ હોય મહાફળ જાકું ક્યું, ઐસી દયામેં વસ્યો મન મેરા. ૨૪
તું વેદ ભણ્યો પણ તેનો સાચો ભેદ જાણ્યો નહિ. વેદમાં અહિંસારૂપ પરમ ધર્મ કહ્યો છે. ધર્મનું લક્ષણ અહિંસા બતાવ્યું છે. તેવું વચન ભાગવતમાં રહ્યું છે. જે જાપ બતાવ્યો છે, તે ભાવરૂપ સમજ્યો નહિ, અને તેં પશુઘાતનો ગાઢ પક્ષ ગ્રહણ કર્યો છે. તત્ત્વનું સ્વરૂપ જાણ્યા વિના જેઓ પક્ષપાત તાણે છે, તેઓ મહામોહ-અજ્ઞાનરૂપ નદીમાં તણાય છે. ૨૩
ઉત્તમ આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળની પ્રાપ્તિ, હંમેશાં ઉત્તમ સત્સંગતિનો યોગ, દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અવસ્થાનું સુખ, બહુ ઋદ્ધિ, ઘણો પરિવાર, દશે દિશામાં પ્રખ્યાત કીર્તિ થાય, વધારે પડતો સંસારના રાગનો વેગ મટે, ઘરવખરીની આસક્તિ મટે, આવું જેનું મહાફળ છે, એવી દયામાં મારું મન વસ્યું છે. ૨૪