SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કપૂર મહેક-૭ મદ્દવ અજ્જવ મુત્તિ તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭ ઈહલોકાદિક કામના, વિણ અણસણ સુખ જોગ; શુદ્ધ નિર્જરા ફલ કહ્યો, તપ શિવ સુખ સંજોગ. ૮ આશ્રયદ્વારને રૂંધીએ, ઈંદ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્થો, એહ જ મોક્ષ ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલોયણ જલશુદ્ધતા, શૌચ ધર્મ અવિરુદ્ધ. ૧૦ (૨) માર્દવ (કોમળતા), (૩) આર્જવ (સરળતા), (૪) મુક્તિ (નિર્લોભતા) અને (૫) તપ (ક્ષમા સહિત ગણવાથી) એ પાંચ ભેદો જાણવા. તેમાં પણ ભાવનિગ્રંથને છેલ્લો ભેદ (પ) પ્રમાણ છે. ૭ આ લોક- પરલોક સંબંધી સુખના યોગની ઇચ્છા વિના અનશન કરવું તે શુદ્ધ નિર્જરારૂપ ફળવાળું કહેલ છે. તપ એ મોક્ષસુખનો સંયોગ કરાવે છે. ૮ આશ્રવના દ્વાર-પાંચ અવ્રતને રોકવા, પાંચ ઇંદ્રિયોના વિકારો રોકવા, ત્રણ દંડ(મનદંડ, વચનદંડ, અને કાયદંડ)નો ત્યાગ કરવો, ચાર કષાયોને રોકવા, એ સત્તર પ્રકારે (૬) સંયમ કહ્યો છે. એ સંયમ જ મોક્ષનો ઉપાય છે. ૯ જે વચનસૂત્રથી અવિરુદ્ધ હોય, વિવેક વડે શુદ્ધ હોય તે (૭) સત્ય કહેવાય. આલોચનારૂપી જળ વડે જે શુદ્ધતા તે વિરોધ (૮) વિનાનો શૌચ ધર્મ છે. ૧૦
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy