________________
૨૮
કપૂર મહેક-૭
શિવ સુખ કાજ ધર્મ કહ્યો જિનરાજ દેવ, તાકે ચાર ભેદ જ્યે આચારાદિક જાણીયે ; દાન શીલ તપ ભાવ હૈ નિમિત્તકો લિખાવ, નિહચે વવહારથી દુવિધ મન આણીએ. સ્યાદ્વાદરૂપ અતિ પરમ અનૂપ એસો, દયારસ કૂપ પરતક્ષ પહચાણીએ; ચિદાનંદ શંકિતાદિ દૂષણ નિવાર સહુ, ધરમ પ્રતીત ગાઢી ચિત્તમાંહિ ઠાણીએ. ૫૧
હંસકો સુભાવ ધાર કીનો ગુણ અંગીકાર, પન્નગ સુભાવ એક ધ્યાનસે સુણીજીયે; ધારકે સમીરકો સુભાવ જ્યું સુગંધ યાકી,
શ્રી જિનેશ્વરદેવે મોક્ષસુખ માટે ધર્મ કહ્યો છે, તેના જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર અને વીર્યાચાર એ ચાર ભેદ છે, તેમજ દાન શીલ, તપ અને ભાવ એ ચાર ભેદ નિમિત્તરૂપે કહ્યા છે, (નિહચે=)નિશ્ચય અને વ્યવહારથી તેના બે ભેદ મનમાં લાવીએ. સ્યાદ્વાદરૂપ, અત્યંત શ્રેષ્ઠ, અનુપમ, દયારસના કૂપ સમાન એવા ધર્મને પ્રત્યક્ષપણે ઓળખીએ. હે ચિદાનંદ ! શંકા આદિ દૂષણોનો ત્યાગ કરી, ગાઢપણે ધર્મનો વિશ્વાસ ચિત્તની અંદર સ્થાપન કરીએ. ૫૧
હંસનો સ્વભાવ ધારણ કરી ગુણને અંગીકાર કરીએ. (હંસ જળમિશ્રિત દૂધમાં જળનો ત્યાગ કરી દૂધ ગ્રહણ કરે છે). સર્પનો સ્વભાવ એક ધ્યાનથી સાંભળીએ. (સર્પના મુખમાં પડેલ પાણીનું બિંદુ વિષરૂપ બને છે). વાયુનો સ્વભાવ ધારણ કરીસમજી સુગંધ ધારણ કરી ઠેકાણે ઠેકાણે જ્ઞાનીઓના સમૂહમાં પ્રકાશ કરીએ. હે ગુણવંત ! પરોપકાર કરવા માટે અમારી વિનંતિ છે. તે વિનંતિને હૃદયમાં ધારણ કરી સ્થિર કરી દઈએ.