________________
કપૂર મહેક-૭ હરીઆલી કહીયો પંડિત! કોણ એનારી?વસવરસની અવધિવિચારી.
કહિયો૧ દોય પિતાએ એહ નિપાઈ, સંઘ ચતુર્વિધ મનમેં આઈ,
કહિયો૦ ૨ કીડીએ એક હાથી જાયો, હાથી સાતમો સસલો ધાયો.
કહિઓ૦ ૩.
હરિઆલી-અર્થ (હરિઆલી-વિરોધાભાસ. વિરુદ્ધ ન હોય છતાં વિરુદ્ધ બતાવનાર, તે હરિઆલી કહેવાય.)
હે પંડિત પુરુષો ! તમે વીશ વરસ સુધી વિચારીને મને કહો કે તે સ્ત્રી કોણ છે ?
ઉ0 દયા. (તેની વિશ વરસની મર્યાદા છે). ૧
એ દયાને બે પિતાએ જન્મ આપ્યો છે. ૧ જિનેશ્વર ભગવંતે અને ર ગણધર મહારાજાએ તે દયાને ઉત્પન્ન કરી છે. અને તે દયા શ્રી ચતુર્વિધ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)ના મનમાં આવી છે. ચતુર્વિધ સંઘે તે દયાને આદરી છે-પાળી છે. ર
દયારૂપી કીડીથી ધર્મરૂપી હાથી ઉત્પન્ન થયો અને ધર્મરૂપી હાથીની સામે અધર્મરૂપી સસલો દોડ્યો-અધર્મ ધર્મની સામે થયો. ૩