Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
૯૦
કપૂર મહેક-૭ મદ્દવ અજ્જવ મુત્તિ તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ. ૭ ઈહલોકાદિક કામના, વિણ અણસણ સુખ જોગ; શુદ્ધ નિર્જરા ફલ કહ્યો, તપ શિવ સુખ સંજોગ. ૮ આશ્રયદ્વારને રૂંધીએ, ઈંદ્રિય દંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્થો, એહ જ મોક્ષ ઉપાય. ૯ સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલોયણ જલશુદ્ધતા, શૌચ ધર્મ અવિરુદ્ધ. ૧૦
(૨) માર્દવ (કોમળતા), (૩) આર્જવ (સરળતા), (૪) મુક્તિ (નિર્લોભતા) અને (૫) તપ (ક્ષમા સહિત ગણવાથી) એ પાંચ ભેદો જાણવા. તેમાં પણ ભાવનિગ્રંથને છેલ્લો ભેદ (પ) પ્રમાણ છે. ૭
આ લોક- પરલોક સંબંધી સુખના યોગની ઇચ્છા વિના અનશન કરવું તે શુદ્ધ નિર્જરારૂપ ફળવાળું કહેલ છે. તપ એ મોક્ષસુખનો સંયોગ કરાવે છે. ૮
આશ્રવના દ્વાર-પાંચ અવ્રતને રોકવા, પાંચ ઇંદ્રિયોના વિકારો રોકવા, ત્રણ દંડ(મનદંડ, વચનદંડ, અને કાયદંડ)નો ત્યાગ કરવો, ચાર કષાયોને રોકવા, એ સત્તર પ્રકારે (૬) સંયમ કહ્યો છે. એ સંયમ જ મોક્ષનો ઉપાય છે. ૯
જે વચનસૂત્રથી અવિરુદ્ધ હોય, વિવેક વડે શુદ્ધ હોય તે (૭) સત્ય કહેવાય. આલોચનારૂપી જળ વડે જે શુદ્ધતા તે વિરોધ (૮) વિનાનો શૌચ ધર્મ છે. ૧૦

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116