________________
૯૩
દયા છત્રીશી-સાર્થ
હીણો પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાલ; અલ્પાગમ મુનિ નહિ ભલો, બોલે ઉપદેશમાલ. ૧૯ જ્ઞાનવંત ને કેવલી, દ્રવ્યાદિક અહિનાણ; બૃહત્કલ્પ ભાષે વલી, સરખા ભાષ્યા જાણ. ૨૦ જ્ઞાનાદિક-ગુણ-મચ્છરી, કષ્ટ કરે તે ફોક; ગ્રંથિભેદ પણ તસ નહિ, ભૂલે ભોલા લોક. ૨૧ જોડયો હાર જવેલરી, જ્ઞાને જ્ઞાની તેમ; હમણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨
જે ક્રિયાથી હીન હોય, પણ જ્ઞાન કરીને અધિક હોય, જેની શ્રદ્ધા વિશાળ હોય તે સારો, પણ અલ્પાગમ-અલ્પજ્ઞાનવાળો મુનિ સારો નહિ' તેમ ઉપદેશમાલા(ગાથા ૪૧૨થી ૪૧૫) માં કહેલ છે. ૧૯
“જ્ઞાનવંત (શ્રુતકેવલી) અને કેવળજ્ઞાની દ્રવ્યાદિકના જ્ઞાનમાં સરખા છે' તેમ બૃહત્કલ્પ ભાષ્યમાં કહેલ છે. ૨૦
જ્ઞાનાદિક ગુણો ઉપર મત્સર-દ્વેષ ધારણ કરે, તે જે ક્રિયા-તપ વગેરે કષ્ટ કરે છે, તે નકામું છે. તેને ગ્રંથિભેદ પણ થયો નહિ, તે ભોળા લોકોને ભોળવે છે-ઉન્માર્ગે દોરે છે. ૨૧
જેમ ઝવેરી હારને બનાવતાં ક્યાં કઈ વસ્તુ જોડવી તે જાણે છે, તેમ ચતુર જ્ઞાની પુરુષ જ્ઞાનથી હીન-અધિક જાણે છે, મૂર્ખ કઈ રીતે જાણે ? ૨૨