________________
૯૨
કપૂર મહેંક-૭ દોષ રહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સૂયગડાંગની સાખ. ૧૫ નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણખાણ; પાપ શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણ. ૧૬ શુદ્ધ ક્રિયા ન કરી શકે, તો તું શુદ્ધ ભાખ; શુદ્ધ-પ્રરૂપક હુએ કરી, જિન-શાસન-થિતિ રાખ. ૧૭ ઉસો પણ કર્મ-રજ, ટાલે પાસે બોધ; ચરણ-કરણ અનુમોદતાં, ગચ્છાચારે શોધ. ૧૮
દોષરહિત આહાર ગ્રહણ કરે, પણ મનમાં ગારવ રાખે તે ફકત આજીવિકા છે' એવી સૂત્રકૃતાંગ સૂત્રની સાખસાક્ષી છે. ૧૫
ગુણની ખાણ સમાન ચારિત્ર વિના જે ચારિત્રનું નામ ધરાવે છે, તે પાપશ્રમણ જાણવા. તે માટે ઉત્તરાધ્યયન (ઉત્ત) ૧૭ મું પાપશ્રમણીય અધ્યયન) સૂત્ર પ્રમાણ છે. ૧૬
જો તું શુદ્ધ ક્રિયા કરી ન શકે, તો પણ તું શુદ્ધ પ્રરૂપણા કર. શુદ્ધ પ્રરૂપક થઈને શ્રી જિનશાસનની મર્યાદાનું પાલન કર. ૧૭
અવસગ્ન-ચારિત્રમાં ખેદ પામનાર હોય, પણ જે બોધસમકિતનું પાલન કરે છે, તે ચારિત્ર અને ક્રિયાનું અનુમોદન કરવાથી કર્મરૂપી રજને ટાળે છે-કર્મક્ષય કરે છે, તે હકીકત ગચ્છાચાર પન્નામાં તપાસ. ૧૮