Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 90
________________ ૭૫ દયા છત્રીશી-સાર્થ પૂજા કરતા કોય, કહે મેં હિંસા હોતા હૈ, પ્રગટ મિથ્યાતી હોય, તત્ત્વભેદ તિણે નવિ લહ્યો. ૧૧ કૂપ ખણન દૃષ્ટાંત, ભદ્રબાહુસ્વામી કહ્યો; તદહું તા ભ્રાંત, નાહિ મિટો તા મતિ મટો. ૧૨ પૂજામાંહી સ્વરૂપ-હિંસાકી ગિણતી નહીં; ઈમ લખ તત્ત્વ અનૂપ, શંક નવિ ચિત્ત આણીએ. ૧૩ કોઈ પૂજા કરતાં હિંસા થાય છે” એમ કહે છે, તે પ્રગટ મિથ્યાત્વી છે, તેણે તત્ત્વનો ભેદ જાણ્યો નથી. ૧૧ શ્રી ભદ્રબાહુસ્વામીએ આ માટે કૂવાના ખોદકામનું દૃષ્ટાંત કહ્યું છે, (કૂવો ખોદતાં પરિશ્રમ પડે તેથી તરસ લાગે, પણ તે દ્વારા પાણી મળવાથી દરેકની તરસ મટે) તે જાણ્યા છતાં હૃદયમાં શંકા-શલ્ય જેને ન મટવું હોય તે ન મટો. ૧૨ પૂજામાં ફક્ત સ્વરૂપહિંસા થાય છે, તેની ગણત્રી હિંસામાં નથી' આ પ્રમાણે અનુપમ તત્ત્વ વિચારી, મનમાં શંકા લાવવી નહિ. ૧૩. (સ્વરૂપહિંસા તે માત્ર ઉપરથી દેખાય પણ અંતઃકરણ પવિત્ર-કોમળ હોવાથી તે હિંસાનું ફળ બેસતું નથી. પૂજા કરતાં પ્રથમ સ્નાન કરવાથી, તેમજ પુષ્પો ચઢાવવાથી, તેમ મુનિને નદી ઉતરતાં માત્ર ઉપર-ઉપરથી હિંસા દેખાય છે, પણ હૃદય કોમળ હોવાથી તે જીવો તરફ પણ દયાદ્રષ્ટિ હોવાથી તે સંબંધી કર્મબંધ થતો નથી. આ હિંસાને દ્રવ્યહિંસા પણ કહેવામાં આવે છે, આનાથી કર્મબંધ સહેજ થાય છે, ઉજ્જવલ વસ્ત્ર ઉપર રજ પડવાથી તેને ખંખેરી નાંખતાં વાર લાગતી નથી, તેના જેવો આ કર્મબંધ સમજવો.)

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116