Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 91
________________ ૭૬ કપૂર મહેક-૭ સવૈયા-એકત્રીશા સરવથા જીવહિંસા ત્યાગકો બિરત ગહિ, નદીમાં ઉતરતા વિરાધક ન જાણીએ; નારીકો સંઘટ્ટો નાહિ કરે તો હિ સાધવીકું, પાણીમાંહિ બૂડતાં જો બાંહે ગ્રહી તાણીએ; કારણ વિશેષ ભેખ ત્યાગે તો હું મુનિરાજ, અંગ ત્રીજે તાડુંકું આરાધક વખાણીએ; આણાહુમેં દયા દયા નાંહિ ઓર ઠોર કહું ઐસો જાણ પ્યારે જ્યું કુમત નાંહિ ઠાણીએ. ૧૪ દેવ જિનરાજ કેરી, છબી જિનરાય સમ, રાયપસેણીમાંહિ જ્યું પ્રગટ બતાઈ હૈ; ભગવતીમાંહિ જિનચૈત્યકી શરણ કહી, કેતાઈક અધિકાર કેવેકું ઉવવાઈ હૈ; સવૈયા-એકત્રીશા-અર્થ જેમણે સર્વથા જીવહિંસાના ત્યાગનું વ્રત ગ્રહણ કરેલ છે, તેવા સાધુ-સાધ્વીને નદી ઉતરતાં તે વ્રતના વિરાધક ન જાણવા. સાધુ સ્ત્રીનો સંઘટ્ટો (સ્પર્શ) ન કરે, છતાં પાણીમાં બૂડતાં સાધ્વીને હાથે પકડીને તાણે-બહાર કાઢે, કોઈ તથાવિધ શાસનરક્ષાદિકના કારણે મુનિરાજ વેષનો ત્યાગ કરે, તો પણ તેને ત્રીજા અંગમાં (ઠાણાંગસૂત્રમાં) આરાધક કહેલ છે. જિનેશ્વરની આજ્ઞામાં જ દયા છે, બીજા સ્થાને દયા નથી. આ રીતે જાણીને હે પ્યારા આત્મા ! કુમતની સ્થાપના ન કરીએ. ૧૪ ‘શ્રીરાયપસેણીસૂત્રમાં શ્રી જિનેશ્વરની પ્રતિમાને જિનેશ્વર સમાન પ્રગટપણે બતાવેલ છે, શ્રીભગવતીસૂત્રમાં શ્રી જિનચૈત્યનું શરણ કહેલ છે, શ્રીઔપપાતિકસૂત્રમાં પણ કટેલાક જિનપ્રતિમા સંબંધી અધિકારો કહ્યા છે, શ્રીજીવાજીવાભિગમસૂત્રમાં

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116