________________
૭૭
દયા છત્રીશી-સાર્થ
જીવાજીવાભિગમ વિજયદેવ કેરી વાત, સુરિયાભ વાત રાયપસેણીમેં આઈ હૈ; એસો અધિકાર ઠોર ઠોર તો હું નાંહિ માને, તે તો શઠ કેરો ચિત્ત કુમતિ છાહી હૈ. ૧૫ સમકિતી દેવ તે હું કરે જિનરાજ સેવ, એકાભોઓતારી ઇંદ વિનેસુ નમતુ હૈ, હિયાએ સુહાએ ખિમા નિસેયાદિ બહુવિધ, પૂજા ફળ કહે જિન હિયે તે ગમતું હૈ; વિજજા-જંઘા-ચારણ કર્યું જાત્રા ચકાદિ દિપ, વોહિ જિનચૈત્ય ચિત્ત મોહકું વમતુ હૈ; જિનબિંબ રૂપ મચ્છ મચ્છકો આકાર દેખી, સંગીજ્ઞાન પાયકે મિથ્યાતકું વમતુ હૈ. ૧૬
વિજયદેવની વાત શ્રીજિનપ્રતિમાપૂજન અંગે કહી છે, શ્રી સૂર્યાભદેવે શ્રી જિનપૂજા કર્યા અંગેની વાત રાયપસણી (રાજપ્રશ્નીય) સૂત્રમાં આવી છે. આ પ્રમાણે શ્રીજિનપ્રતિમા પૂજનનો અધિકાર ઠેકાણે-ઠેકાણે કહ્યો છે, પણ જે શઠપુરુષોના ચિત્તમાં કુબુદ્ધિ છે, તે તેને માનતા નથી. ૧૫
જે દેવો સમકિતી છે તેઓ પણ શ્રી જિનરાજની સેવા કરે છે. એક ભવાવતારી ઇંદ્ર (સર્વાર્થસિદ્ધના અહમિદ્ર દેવ) પણ વિનયથી શ્રી જિનપ્રતિમાને નમે છે. શ્રી જિનેશ્વરદેવે પૂજાનું ફળ હિતકારી, સુખકારી, સામર્થ્યકારી, નિઃશ્રેયસ-મોક્ષકારી કહ્યું છે તે હૃદયમાં ગમે છે, વિદ્યાચારણ અને જંઘાચારણ મુનિવરો રુચક વગેરે દ્વીપોમાં યાત્રા માટે જાય છે અને શ્રી જિનપ્રતિમાને નમી મોહનું વમન કરે છે. શ્રી જિનપ્રતિમા સરખા આકારવાળા મત્સ્યના આકારને જોઈ અન્ય મત્સ્ય જાતિસ્મરણ જ્ઞાન અને સમકિત પામીને મિથ્યાત્વને વમી નાખે છે. ૧૬