________________
૭૪
કપૂર મહેક-૭
ગુણ છત્તીસે કરી સદા, શોભિત હૈ ગુરુદેવ; ભો ભવિયણ કીજે સદા, ત્રિકરણ તીનકી સેવ. ૫ પ્રીત કરો ગુરુકી સદા, ધરી હિવડે આનંદ; મગન ચકોરી ચિત્તમે, નિરખત હોત સુચંદ. ૬ ઘન ગરજારવ સાંભળી, મગન હોત જિમ મોર; તિમ સદ્ગુરુ વાણી કરી, સુખ ઉપજત ચિહું ઓર. ૭ ગુરુકૃપાથી કરત હું, દયાછત્તીસી રૂપ; દયા ધરમ સંસારમાં, સાધન પરમ અનૂપ. ૮ દયા ધરમકો મૂળ હૈ, દયા મૂળ જિન-આણ; આણા-મૂળ વિનય કહ્યો, તે સિદ્ધાંતે જાણ. ૯ સોરઠા સ્યાદ્વાદ જિનવાણ, હિરદેમાંહી વિચારકે; કરો ન મન મત તાણ, એહિ સાર સિદ્ધાંતકો. ૧૦
ગુરુદેવ-આચાર્ય ભગવંત છત્રીશ ગુણે કરી હંમેશાં શોભિત છે. હે ભવ્યજનો ! મન-વચન-કાયાથી તેમની સેવા હંમેશાં કરો. ૫
હૃદયમાં આનંદ ધારણ કરી, હંમેશાં ગુરુની સાથે પ્રીતિ કરો. જેમ ચકોરપક્ષી ચંદ્રને ચિત્તમાં આનંદમગ્ન જુવે છે. ૬ મેઘનો ગર્જારવ સાંભળી જેમ મોર આનંદમગ્ન થાય છે, તેમ સદ્ગુરુની વાણી સાંભળવાથી ચારે તરફનું સુખ ઉત્પન્ન થાય છે.
હું ગુરુકૃપાથી આ ‘દયા છત્રીશી’રૂપ રચના કરું છું. દયાધર્મ એ સંસારમાં પરમ અનુપમ સાધન છે. ૮
ધર્મનું મૂળ દયા છે, દયાનું મૂળ જિનેશ્વરની આજ્ઞા છે, આજ્ઞાનું મૂળ વિનય સિદ્ધાંતમાં કહેલ છે, તે તમે જાણો. ૯
‘સ્યાદ્વાદમય શ્રી જિનેશ્વરની વાણી હૃદયમાં વિચારીને મનમાં ખેંચતાણ ન કરો' એ જ સિદ્ધાંતનો સાર છે. ૧૦