________________
હિતશિક્ષા-સાર્થ
વર્તમાન એ કાલમેં, ઉત્કૃષ્ટી થિતિ જોય; એક શત સોલે વર્ષની, અધિક ન જીવે કોય. ૩૯ સોપક્રમ આયુ કહ્યો, પંચમકાલ મઝાર; સોપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર. ૪૦ મંદ સ્વાસ સ્વરમેં ચલત, અલ્પ ઉમર હોય ખીણ; અધિકસ્વાસ ચાલત અધિક, હણહોત પરવણ. ૪૧ ચાર સમાધિ લીન નર, ષટ શુભધ્યાન મઝાર; તુષ્પીભાવ બેઠા ક્યું દસ, બોલત દ્વાદશ ધાર. ૪૨ ચાલત સોલસ સોવતાં, ચલત સ્વાસ બાવીશ; નારી ભોગવતાં જાણજો, ઘટત સ્વાસ છત્રીશ. ૪૩
આ વર્તમાનકાળમાં (પાંચમા આરામાં) મનુષ્યની આયુષ્યસ્થિતિ ઉત્કૃષ્ટી એકસો સોળ વર્ષની હોય છે. તેનાથી વધારે કોઈ પ્રાયઃ જીવતું નથી. ૩૯
પાંચમા આરામાં મનુષ્યનું આયુષ્ય સોપક્રમ કહેલ છે. આ “સોપક્રમ આયુષ્યમાં અનેક ઘાતો આવે છે તેમ વિચારો. ૪૦
સ્વરમાં જ્યારે મંદ શ્વાસ ચાલે ત્યારે આયુ અલ્પ-ક્ષય થાય છે, જયારે વધારે શ્વાસ ચાલે ત્યારે આયુષ્ય વધારે ઓછું થાય છે' એમ પ્રવીણ પુરુષો કહે છે. ૪૧
“માણસ જયારે સમાધિભાવમાં લીન હોય, ત્યારે ચાર શ્વાસ હોય છે, શુભધ્યાન કરતી વખતે છ શ્વાસ હોય છે, મૌનપણે બેઠા હોય ત્યારે દસ શ્વાસ હોય છે, અને બોલતી વખતે બાર શ્વાસ હોય છે એમ ધારણ કરો. ૪૨
સૂતી વખતે સોળ શ્વાસ ચાલે છે, ચાલતી વખતે બાવીશ શ્વાસ ચાલે છે, અને સ્ત્રીને ભોગવતાં છત્રીશ શ્વાસ હોય છે. ૪૩ મહેક-૭/૭