________________
૬૯
હિતશિક્ષા-સાર્થ
થોડસામું જાણજો, કારજ રૂપ વિચાર; કહત સુણત શ્રુતજ્ઞાનકા, કબહુ ન આવે પાર. ૨૯ મેં મેરા એ જીવકું, બંધન મોટા જાન; મેં મેરા જાકું નહીં, સોહી મોક્ષ પીછાન. ૩૦ મેં મેરા એ ભાવથી, વધે રાગ અરુ રોષ; રાગ રોષ જ લોં હિયે, તો લોં મિટે ન દોષ. ૩૧ રાગ-દ્વેષ જાકું નહીં, તાકું કાલ ન ખાય; કાલ-જીત જગમેં રહે, મોટા બિરુદ ધરાય. ૩૨ ચિદાનંદ નિત કીજીએ, સમરણ શ્વાસોશ્વાસ; વૃથા અમૂલક જાત હૈ, શ્વાસ ખબર નહીં તાસ. ૩૩
થોડી વાતમાં જ કાર્યરૂપનો વિચાર જાણજો, કારણ કે શ્રુતજ્ઞાનને કહેવામાં અને સાંભળવામાં કોઈ રીતે પાર આવે તેમ નથી. ૨૯
“હું અને મારું એ જીવને મોટામાં મોટું બંધન છે' એમ જાણો. જેનામાં “હું અને મારું નથી તે જ તેના મોક્ષની ઓળખ-નિશાની છે. ૩૦
“અને મારું” એ ભાવ રાખવાથી રાગ અને દ્વેષ વધે છે, અને હૃદયમાં જ્યાં સુધી રાગ અને દ્વેષ છે, ત્યાં સુધી કોઈ દોષ મટતા નથી. ૩૧
જેનામાં રાગ-દ્વેષ નથી, તેને કાળ-મરણ ખાઈ શકતો નથી, અને કાળને જીતનાર જગતમાં મોટું બિરુદ ધારણ કરીને રહે છે. ૩૨
હે ચિદાનંદ ! આત્મા ! હંમેશાં દરેક શ્વાસોશ્વાસે પરમાત્માનું સ્મરણ કરજે. આ અમૂલ્ય (મનુષ્ય જન્મના) શ્વાસ ફોગટ જાય છે, તેની તને ખબર નથી. ૩૩