________________
૬૪
કપૂર મહેક-૭ દંપતી રતિક્રીડા પ્રત્યે, કહત દુર્મતિ કામ; કામચિત્ત અભિલાખÉ, કહત સુમતિ ગુણધામ. ૫ ઇંદ્રલોકકું કહત શિવ, જે આગમદેગ હીણ; બંધ અભાવ અચલગતિ, ભાખત નિત પરવીન. ૬ ઈમ અધ્યાતમ પદ લખી, કરત સાધના જેહ; ચિદાનંદ નિજ ધર્મનો, અનુભવ પાવે તેહ. ૭ સમયમાત્ર પરમાદ નિત, ધર્મ સાધનામાંહિ; અથિરરૂપ સંસાર લખ, રે નર ! કરીએ નહિ. ૮
દુર્બુદ્ધિ-ખરાબ બુદ્ધિવાળો સ્ત્રી-પુરુષની રતિક્રીડાને કામ કહે છે, ગુણનું ઘર એવો સુમતિ-સારી બુદ્ધિવાળો ચિત્તની અભિલાષાને કામ કહે છે. ૫
જેઓ આગમદષ્ટિ વગરના છે-શાસ્ત્ર પ્રમાણેની દૃષ્ટિવાળા નથી, તેઓ ઇંદ્રલોકને-દેવલોકને શિવ કહે છે, પણ પ્રવીણબુદ્ધિશાળી આત્મા તો હંમેશાં બંધના અભાવરૂપ, અચળગતિમોક્ષને જ શિવ કહે છે. ૬
આવી રીતે અધ્યાત્મનાં સ્થાનોને ઓળખી-જાણી જેઓ સાધના કરે છે, તેવા જ્ઞાન અને આનંદસ્વરૂપ આત્મા, પોતાના ધર્મનો-આત્મસ્વભાવનો અનુભવ પ્રાપ્ત કરે છે. ૭
હે માનવ ! આ સંસારને અસ્થિર સ્વરૂપવાળો જાણીને હંમેશાં ધર્મની સાધનામાં સમયમાત્ર પણ પ્રમાદ ન કરીએ. શ્રી મહાવીર પરમાત્મા પણ શ્રી ગૌતમગણધરને કહે છે કે : “સમર્થ નયમ ! મા પમાયણ !' ૮