Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 60
________________ ૪૫ પરમાત્મા છત્રીશી-સાર્થ ૪૫ પરમાત્મા છત્રીશી-સાર્થ પરમદેવ પરમાતમા, પરમજ્યોતિ જગદીશ; પરમભાવ ઉર આનકે, પ્રણમત હું નિશદિશ. ૧ એક ક્યું ચેતન દ્રવ્ય હે, તામેં કહ્યો તીન પ્રકાર; બહિરાતમ અંતર કહ્યો, પરમાતમ પદ સાર. ૨ બહિરાતમ તાÉ કહે, લખે ન બ્રહ્મસ્વરૂપ; મગન રહે પરદ્રવ્યમેં, મિથ્યાવંત અનૂપ. ૩ અંતર આતમ જીવ સો, સમ્યગ્દષ્ટિ હોય; ચોથે અરુ ફુનિ બારમે, ગુણથાનક લોં સોય. ૪ પરમાતમ પરબ્રહ્મકો, પ્રગટ્યો શુદ્ધ સ્વભાવ; લોકાલોક પ્રમાણ સબ, ઝલકે તિનસે આય. ૫ પરમાત્મા છત્રીશી-અર્થ જે શ્રેષ્ઠ દેવ છે, શ્રેષ્ઠ આત્મા છે, પરમજયોતિસ્વરૂપ છે, જગતના સ્વામી છે, તે પરમાત્માને હૃદયમાં પરમભાવ લાવીને હું હંમેશાં નમન કરું છું. ૧ જે એક ચેતન દ્રવ્ય છે, તેમાં ત્રણ પ્રકાર છે. ૧ બહિરાત્મા, ૨ અંતરાત્મા અને ૩ શ્રેષ્ઠ પરમાત્મા કહ્યા છે. ૨ બહિરાત્મા તેને કહેવાય કે : જે આત્મસ્વરૂપને જાણે નહિ, ઓળખે નહિ, અને પરદ્રવ્યમાં મગ્ન રહે. તે ઉપમા આપી ન શકાય એવો મિથ્યાત્વી છે. ૩ જે સમ્યગ્યદૃષ્ટિ હોય, તે જીવ અંતરાત્મા છે. જે ચોથાથી બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. ૪ જેને પરબ્રહ્મ-આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો છે, અને જેમના કેવળજ્ઞાનમાં લોક, અલોક પ્રમાણ સર્વ દ્રવ્યો આવીને દેખાય છે, તે પરમાત્મા છે. ૫

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116