________________
૫૩
અધ્યાત્મ બાવની-સાર્થ
આતમસાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ ? જન-મન-રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ૫ પાવેગા તબ તો કહે, તબ લગ કહ્યો ન જાય; મન હૈ મેરો મસકરો, ભડકી ભાગી જાય. ૬ માણસ હોણા મુશ્કીલ હૈ, તો સાધ કિહાંસે હોય; સાધુ હુવા તબ સિદ્ધ ભયા, કહેણી ન રહી કોય. ૭ સાધુ ભયા તો કયા હુઆ, ન ગયા મનકા દ્વેષ; સમતાસું ચિત લાયકે, અંતરદૃષ્ટિ દેખ. ૮ ચેતનકું પરચ્યો નહિ, કયા હુવા વ્રત ધાર; શાળ-વિહુણા ખેતમેં, વૃથા બનાઈ વાડ. ૯
જે ધર્મ આત્માની સાક્ષીએ છે, ત્યાં લોકનું શું કામ છે? લોકોને મનને રંજન કરનાર (લોકોને રાજી રાખવા કરાયેલ) ધર્મનું એક બદામનું પણ મૂલ્ય નથી. ૫
જ્યારે ધર્મને મર્મ પમાશે, ત્યારે જ તે યથાર્થ વર્ણવી શકાશે, ત્યાં સુધી તે કહી શકાતો નથી, મારું મન મશ્કરી કરવાના સ્વભાવવાળું છે, એ ભડકીને ભાગી જાય છે. ૬
આ જગતમાં સાચા મનુષ્ય થવું એ પણ મુશ્કેલ છે, તો સાધુ કયાંથી થઈ શકાય ? જો સાધુ થયા તો સિદ્ધ થયા, તો પછી કાંઈ કહેવાનું રહે નહિ. ૭
સાધુ થયા પણ જો મનનો દ્વેષ ન ગયો તો સાધુ કેવી રીતે થયા ? સમતાને મનમાં લાવીને આંતરિક દૃષ્ટિથી જુઓ. ૮
જ્યાં સુધી આત્માને ઓળખ્યો નહિ, તો ત્યાં સુધી વ્રત ધારવાથી શું થાય ? શાળ (ચોખા) વગરના ખેતરમાં વાડી બનાવીએ તે નકામી છે. ૯