________________
૫૭.
અધ્યાત્મ બાવની-સાર્થ
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસકૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. ૨૫ ચિદાનંદ ચિન્મય સદા, અવિચલ ભાવ અનંત; નિરમળ જ્યોતિ નિરંજનો, નિરાલંબ ભગવંત. ૨૬ કંત કમલ પરે પંકથી, નિઃસંગે નિરપ; જિહાં વિભાવ દુરભાવનો, નહિ લવલેશે ક્ષેપ. ૨૭
ક્લે નવનીતથી જળ બળે, તવ ધૃત પ્રગટે ખાસ; ત્ય અંતર આતમ થકી, પરમાતમ પરકાશ. ૨૮ શુદ્ધાતમ ભાવે રહ્યો, પ્રગટે નિર્મળ જ્યોત; તેત્રિભુવન શિર મુગટમણિ, ગયાપાપ સબછોડ. ૨૯
અનુભવ એ ચિંતામણિરત્ન છે, અનુભવ એ રસકૂપિકા છે, અનુભવ એ મોક્ષનો માર્ગ છે, અને અનુભવ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ૨૫
જ્ઞાન અને આનંદ સ્વરૂપ આ આત્મા હંમેશાં જ્ઞાનમય છે, અવિચળ છે, અંતન ભાવ સ્વરૂપ છે, નિર્મળ છે, જ્યોતિર્મય છે, નિરંજન છે, નિરાલંબન છે, અને ભગવંત છે. ૨૬
જેમ મનોહર કમળ કાદવથી સંગ વગરનું નિર્લેપ છે, તેવી રીતે આ આત્મામાં વિભાવ અને દુર્ભાવનો લવલેશ પણ ક્ષેપ નથી-સંગ નથી. ૨૭
જેમ માખણમાંથી પાણી બળી જવાથી ખાસું ઘી પ્રગટ થાય છે, તેમ અંતરાત્મામાંથી પરમાત્માનો પ્રકાશ પ્રગટ થાય છે. ૨૮
શુદ્ધ આત્મભાવમાં રહેવાથી નિર્મળ જ્યોતિ પ્રગટ થાય છે, અને તે આત્મા સર્વ પાપોને છોડી દેવાથી-ક્ષય કરવાથી ત્રણ ભુવનના શીરે મુગટમણિ બને છે. ૨૯