Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 73
________________ ૫૮ કપૂર મહેક-૭ નિજ સ્વરૂપ રહેતાં થકાં પરમ રૂપકો ભાસ; સહજ ભાવથી સંપજે, ઓર તે વચન વિલાસ. ૩૦ અંતરદૃષ્ટિ દેખીએ, પુગળ ચેતનરૂપ; પરપરિણતિ હોય વેગળી, ન પડે તે ભવપ. ૩૧ અંતરગત જાણ્યા વિના, જે પહેરે મુનિવેશ; શુદ્ધ ક્રિયા તસ નવિ હોવે, ઈમ જાણી ધરો નેશ. ૩૨ અંતરગતની વાતડી, નવિ જાણે મતિ-અંધ; કેવળ લિંગધારી તણો, ન કરો નેહ-પ્રસંગ. ૩૩ અંતર આત્મસ્વભાવ છે, જે જાણે મુનિરાય; કર્મમેલ દૂર કરી, ઈમ જણે મનમાંય. ૩૪ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહેવાથી સહજભાવે પરમાત્મરૂપનો પ્રકાશ પેદા થાય છે, બીજો બધો તો વચનનો વિલાસ છે. ૩૦ અંતરદૃષ્ટિથી-વિવેકદૃષ્ટિથી પુદ્ગલ અને ચેતનના સ્વરૂપને જોવાથી પરવસ્તુની પરિણતિ-આસકિત દૂર થાય છે, અને તે આત્મા સંસારરૂપી કૂવામાં પડતો નથી. ૩૧ “પરમાર્થ-તત્ત્વને જાણ્યા વિના જે મુનિવેશ પહેરે છે, તેની ક્રિયા શુદ્ધ થતી નથી' એમ જાણીને પરમાર્થ-તત્ત્વનો ખપ કરો. ૩૨ જે બુદ્ધિથી અંધ છે-બુદ્ધિ વગરનો છે, તે અંતર્ગતનીવિવેકની વાત જાણતો નથી. ફકત જેઓ વેશધારી છે, તેની સાથે સ્નેહનો પ્રસંગ ન કરો. ૩૩ “આત્માનો સ્વભાવ આત્માની અંદર છે' એ પ્રમાણે મુનિરાજ જાણે છે, અને તે “કર્મમેલ દૂર કરવાથી પ્રગટ થાય છે' એમ મનમાં જાણે છે. ૩૪

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116