________________
૬૦
કપૂર મહેકસંતોષી તે સદા સુખી, સદા સુધારસ લીન; ઇંદ્રાદિક તસ આગળ, દીસે દુઃખીઆ દીન. ૪૦ જે સુખ નહિ સુરરાયમે, નહિ રાજા નહિ રાય; તે આતમ સુખ અનુભવે, શમ સંતોષ પસાય. ૪૧ સુરના સુખ ત્રિહું કાળના, અનંતગુણા તે કીધ; અનંત વર્ગ વર્ણિત કર્યા, તો પણ સુખ સમિધ. ૪૨ તે સુખની ઇચ્છા કરો, તો મૂકો પુદ્ગલ સંગ; અલેપ સુખને કારણે, દુઃખ ભોગવે પર સંગ. ૪૩
(પરમાત્મ લક્ષણ) પ્યારો આપ સરૂપમેં, ન્યારો પુગલ લેખ; સો પરમાતમ જાણીએ, નહિ જસ ભાવકો ભેખ. ૪૪
જે સંતોષી છે, તે હંમેશાં સુખી છે, હંમેશાં અમૃતરસમાં મગ્ન રહે છે, ઇંદ્ર આદિ દેવો પણ તેની આગળ દુઃખી અને દીન છે. ૪૦
જે સુખ દેવેંદ્રને નથી, રાજાઓને પણ નથી, તે આત્મસુખ જીવ શમ-ઉપશમ અને સંતોષના પસાયથી-કૃપાથી અનુભવે છે. ૪૧
ત્રણે કાળના દેવોનાં જે સુખ, તેને અનંતગુણા કરીએ અને અનંતા વર્ગ કરી તેને વર્ગિત કરીએ, તે છતાં તે સુખ આત્મિક સુખ પાસે કોઈ લેખામાં નથી. તે સુખો સમિધ-બાળવાના લાકડાં જેવાં છે, કારણ કે તે પૌદ્ગલિક ને વિનાશી છે. ૪૨
તેવા આત્મસુખની જો ઇચ્છા કરો છો તો પુદ્ગલના સંગનો ત્યાગ કરો, આ આત્મા અલ્પસુખ માટે પરનોવિષયકષાયનો સંગ કરી દુઃખ ભોગવે છે. ૪૩
જે પોતાના સ્વરૂપમાં પ્રેમ કરે, જે પુદ્ગલના દેખાવથી ન્યારો-અલગ હોય, જેને સંસારનો વેશ ન હોય, તે પરમાત્મા જાણીએ. ૪૪