________________
૬ ૧
અધ્યાત્મ બાવની-સાર્થ
નામાતમ બહિરાતમા, થાપના કારણે જેહ; સો અંતર દ્રવ્યાતમા, પરમાતમાં ગુણ ગેહ. ૪૫ ભાવાતમસે (સો) દેખીએ, કર્મમર્મકો નાશ; જો કરુણા ભગવંતકી, ભાવે ભાવ ઉદાસ. ૪૬ પરમ અધ્યાતમ તે લખે, સગુરુ કેરે સંગ; તિણકું ભવ સફળો હોએ, અવિહડપ્રગટે રંગ. ૪૭ ધર્મધ્યાનનો હેતુ યહ, શિવસાધનકે ખેત; એસો અવસર કબ મિલે? ચેત શકે તો ચેત. ૪૮ વક્તા શ્રોતા સવિ મળે, પ્રગટે નિજગુણ રૂ૫; અને ખજાનો જ્ઞાનકો, તિન ભુવનકો ભૂપ. ૪૯
બહિરાત્મા તે નામાત્મા છે, જે કારણભૂત તે સ્થાપનાત્મા છે, જે અંતરાત્મા છે તે દ્રવ્યાત્મા છે, અને જે જ્ઞાનદિક ગુણોનું ઘર છે તે પરમાત્મા છે. ૪પ
જે કર્મોના મર્મનો નાશ કરે તે ભાવત્મા જાણવો. જો ભગવંતની કરુણા હોય-થાય તો આત્મા સંસારમાં ઉદાસભાવે રહે. ૪૬
સદ્દગુરુનો સંગ થવાથી આત્મા પરમ અધ્યાત્મને જાણે. તેનો આ મનુષ્યભવ સફળ થાય છે. અને તે આત્મામાં ગાઢ આનંદ પ્રગટ થાય છે. ૪૭
અને એ આનંદ ધર્મધ્યાનનો હેતુ છે, મોક્ષની સાધનાનું ક્ષેત્ર છે, તે આત્મા ! એવો અવસર કયારે મળશે ? જો તું ચેતી શકે તો ચેત. ૪૮
યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતા મળે તો પોતાના ગુણોનું સ્વરૂપે પ્રગટ થાય, જ્ઞાનનો અક્ષય ખજાનો પ્રગટ થવાથી ત્રણ ભુવનનો રાજા થાય. ૪૯