________________
પ૪
કપૂર મહેંક-૭ આતમ અનુભવ વાસકી, કોઈક નવલી રીત, નાક ન પકરે વાસના, કાન ન ગ્રહે પરતીત. ૧૦ જિનવાણી નિત્યે નમું, કીજે આતમ શુદ્ધ; ચિદાનંદ સુખ પામીએ, મિટે અનાદિ અશુદ્ધ. ૧૧ શુદ્ધાતમ દરશન વિના, કર્મ ન છૂટે કોય; તે કારણ શુદ્ધાતમા, દરશન કરો થિર હોય. ૧૨ આતમ અનુભવ તીરસે, મિટે મોહ અંધાર; આપ રૂપમેં જળહળે, નહિ તસ અંત અપાર. ૧૩ તે આતમ ત્રિવિધા કહ્યો, બાહિજ અંતર નામ; પરમાતમ તિહાં તિસરો, સો અનંત ગુણ ધામ. ૧૪
આત્માના અનુભવરૂપી વાસની કોઈ નવી જ રીત છે, તેની વાસ-ગંધ નાક પકડતી નથી, કાન પણ તેની પ્રતીતિ મેળવતા નથી. ૧૦
શ્રી જિનેશ્વરની વાણીને હંમેશાં નમીએ, આત્માને શુદ્ધ કરીએ, ચિદાનંદ-આત્માના સુખને પામીએ, અને જે જિનવાણીથી અનાદિની અશુદ્ધિ મટી જાય છે-દૂર થાય છે. ૧૧
શુદ્ધ આત્માના દર્શન વિના કોઈ રીતે કર્મ છૂટતાં નથી, તે કારણથી સ્થિર થઈને શુદ્ધ આત્માનું દર્શન કરો. ૧૨
આત્માના અનુભવનો પાર પામવાથી મોહરૂપ અંધકાર નાશ પામે છે, આત્મા પોતાના સ્વરૂપે પ્રકાશે છે, અને તે પાર વગરનો પ્રકાશ અંત પામતો નથી. ૧૩
તે આત્મા ત્રણ પ્રકારે કહ્યો છે. ૧ બહિરાત્મા, ર અંતરાત્મા અને ૩ પરમાત્મા, કે જે અનંત ગુણોનું ઘર છે. ૧૪