________________
પરમાત્મા છત્રીશી-સાર્થ
૪૯ રાગ-દ્વેષકે નાસતે, પરમાતમ પરકાસ; રાગ-દ્વેષકે ભાસતે, પરમાતમ પદ નાસ ૨૩
જો પરમાતમ પદ ચહે, તો તું રાગ નિવાર; દેખી સંજોગ સામીકો, અપને હિયે વિચાર. ૨૪ લાખ બાતકી બાત યહ, તોકું દેઈ બતાય; જો પરમાતમપદ ચહે, રાગ-દ્વેષ તજ ભાય. ૨૫ રાગ-દ્વેષ ત્યાગે બિન, પરમાતમપદ નાંહિ; કોટિ કોટિ તપ જપ કરે, સબ અકારથ જાય. ૨૬ દોષ હિ આતમકું યહ, રગ-દ્વેષકો સંગ; જેસે પાસ મજિઠમેં, વસ્ત્ર ઓર હિ રંગ. ૨૭ રાગ-દ્વેષનો નાશ થવાથી પરમાત્મભાવ પ્રગટ થાય છે. જ્યાં સુધી રાગ-દ્વેષ પ્રકાશ કરતા હોય, ત્યાં સુધી પરમાત્મ પદનો નાશ થાય છે. ૨૩
હે આત્મા ! જો તું પરમાત્મપદને ઇચ્છતા હો તો રાગને દૂર કર. સ્વામીનો સંયોગ જોઈને પોતાના હૃદયમાં વિચાર કર. ૨૪. ' હે ભાઈ ! તને લાખ વાતની આ એક વાત બતાવી દીધી. “જો પરમાત્મપદને તું ઇચ્છે છે, તો રાગ-દ્વેષનો ત્યાગ કર'. ૨૫
રાગ-દ્વેષનો ત્યાગ કર્યા વિના પરમાત્મપદ પ્રાપ્ત થતું નથી. ક્રોડો ગમે તપ કે જપ કરે તો પણ તે સર્વ વ્યર્થ જાય છે. ર૬
એ આત્માનો જ દોષ છે કે જે રાગ અને દ્વેષનો સંગ કરે છે, જેવી રીતે મજીઠની પાસે રહેલ વસ્ત્રનો રંગ જુદો જ થાય છે. ૨૭