________________
४४
કપૂર મહેંક-૭ જિહાં બેઠા 11 પરમારથ લહીએ, તાકું સદા સુસંગતિ કહીએ; જિહાં ગયા અપલક્ષણ આવે, તે તો સદા કુસંગ કહાવે. ૩૭ રંગ પતંગ દુરજનકા નેહા, મધ્ય ધાર જે આપત છે; સજ્જન ૧૧૪સ્નેહ મજીઠી રંગ, સર્વ કાળ જે રહત અભંગ. ૩૮ પ્રશ્નોત્તર ઈમ કહી વિચારી, અતિસંક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઈણ કેરા સુણત મિટે મિથ્યાત અંધેરા. ૩૯
રસ પૂર્ણ નંદ સુચંદ સંવત (૧૯૦૬) માસ કાર્તિક જાણીએ, પક્ષ ઉવલ તિથિ ત્રયોદશી, વાર અચળ (શનિ) વખાણીએ; આદીશ પાસ પસાય પામી, ભાવનગર રહી કરી, ચિદાનંદ' નિણંદ વાણી, કહી ભવસાયર તરી. ૪૦
૧૧૧ જેમની પાસે બેસવાથી પરમાર્થની પ્રપ્તિ થાય, તેને હંમેશાં સુસંગતિ કહેવાય. ૧૧૨ જેમની પાસે જવાથી અપલક્ષણ આવે, તે હંમેશાં કુસંગ કહેવાય. ૩૭
૧૧૩ પતંગના રંગ જેવો દુર્જનનો સ્નેહ છે, જે વચગાળામાં જ છેહ-દગો આપે છે. ૧૧૪ સજ્જનોનો સ્નેહ, એ મજીઠના રંગ જેવો છે, જે સર્વ કાળ અભંગ રહે છે. ૩૮
આ રીતે પ્રશ્નો અને ઉત્તરો અતિસંક્ષપથી પોતાની બુદ્ધિ અનુસારે વિચારવા. આના અર્થ અતિવિસ્તારથી ઘણા થાય છે, જે સાંભળવાથી મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થાય છે. ૩૯
સંવત ૧૯૦૬ ની સાલમાં કાર્તિક માસના ઉજ્જવળ પક્ષની તેરમી તિથિએ (વિ. સં. ૧૯૦૬, કારતક સુદ-૧૩) શનિવારે શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી ભાવનગરમાં રહીને શ્રી ચિદાનંદજીએ જિનેશ્વરની વાણી કે જે સંસારસમુદ્રને તરવામાં હોડી સમાન છે, તે કહી. ૪૦
ઇતિ શ્રી ચિદાનંદજીકૃત પ્રશ્નોત્તરરત્નમાળા સમાપ્ત