________________
४६
કપૂર મહેંક-૭ બહિર આતમભાવ તજ, અંતર આતમ હોય; પરમાતમપદ ભજતુ હે, પરમાતમ વહ સોય. ૬ પરમાતમ સોય આતમા, અવર ન દૂજો કોય; પરમાતમકું ધ્યાવત, યહ પરમાતમ હોય. ૭ પરમાતમ એહ બ્રહ્મ છે, પરમજ્યોતિ જગદીશ; પરસું ભિન્ન નિહારીએ, જોઈ અલખ સોઈ ઈશ. ૮ જે પરમાતમ સિદ્ધમે, સોહી આતમમાંહિ; મોહ-માયેલ દેગ લગ રહ્યો, તામેં સૂજત નહિ. ૯ મોહ-માયલ-રાગાદિકે, જા જિન કિજે નાસ; તા છિન એહ પરમાતમાં, આપ હી લહે પ્રકાસ. ૧૦ આતમ સો પરમાતમા, પરમાતમ સોઈ સિદ્ધ; બિચકી દુવિધા મિટ ગઈ, પ્રગટ ભઈ નિજ રિદ્ધ. ૧૧
બહિરાત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મા થઈ, જે પરમાત્માના પદનું સેવન કરે છે, તે પરમાત્મા થાય છે. ૬
આત્મા એ જ પરમાત્મા છે, તે બીજા કોઈ નથી. પરમાત્માનું ધ્યાન કરવાથી આ આત્મા જ પરમાત્મા થાય છે. ૭
આ પરમજયોતિસ્વરૂપ આત્મા એ જ પરમાત્મા છે, જગતનો સ્વામી છે, તે આત્માને પરદ્રવ્યથી ભિન્ન જોઈએ-ઓળખીએ તો તે જ અલક્ષ્ય ન જાણી શકાય એવો ઈશ-સ્વામી છે. ૮
જે સિદ્ધમાં પરમાત્મા છે, તે જ આત્મામાં છે. જ્યાં સુધી આ આત્મા મોહથી મલીન દૃષ્ટિવાળો છે, ત્યાં સુધી તે પરમાત્માને સમજી શકતો નથી. ૯
જયારે મોહથી મેલા એવા રાગાદિકનો નાશ થાય તે જ ક્ષણે આ પરમાત્મા પોતાની મેળે જ પ્રકાશ પામે. ૧૦
આ આત્મા તે જ પરમાત્મા છે, જે પરમાત્મા છે, તે જ સિદ્ધ છે. વચ્ચેની દ્વિવિધા (રાગ-દ્વેષ) મટી જાય કે તરત જ પોતાની આત્મસમૃદ્ધિ પ્રગટ થાય. ૧૧