Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 55
________________ ४० કપૂર મહેક-૭ ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજલિ જળ જેમ છિજે, ઈણવિધ જાણી મમત કહા કીજે. ૨૦ ચપળા તિમ ચંચળ ધન ધામ, અચળ એક જગમેં પ્રભુનામ; ધર્મ એક ત્રભુવનમેં સાર, તન ધન યોવન સકલ અસાર. ૨૧ નરકધાર ૭૩નારી નિત જોણો, તેથી રાગ હિયે નવિ આણો; અંતરલક્ષ રહિત તે અંધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ. ૨૨ જે નવિ સુણત સિદ્ધાંત ૭૫વખાણ, બધિર પુરુષ જગમેં તે જાણ; અવસર ઉચિત બોલી નવિ જાણે, તામું જ્ઞાની મૂક વખાણે. ૨૩ ૬૯ મનુષ્યનું આયુષ્ય એ વીજળીની જેમ ચંચળ છે. જેમ પવનથી વૃક્ષનાં પાન ખરી જાય અને ખોબામાં રહેલું પાણી જેમ ઓછું થાય-ક્ષય પામે છે, એ રીતે આયુષ્યને જાણી તેની મમતા કેમ કરીએ ? ૨૦ ધન મકાન વગેરે પણ વીજળીની જેમ ચંચળ છે. ૭૦ જગતમાં પ્રભુનું નામ એ જ એક અચળ છે. ૭૧ ધર્મ એ જ એક ત્રણ ભુવનમાં સાર છે. ૭૨ શરીર, ધન, યૌવન વગેરે સર્વ વસ્તુ અસાર છે. ૨૧ ૭૩ હંમેશાં નારી નરકનું દ્વાર જાણો, તેથી હૃદયમાં સ્ત્રીનો રાગ ન લાવો. ૭૪ જે અંતરના લક્ષ્યરહિત છે, અને મોક્ષ અને બંધને જાણતો નથી, તેને અંધ જાણો. ૨૨ ૭૫ જે સિદ્ધાંત-શાસ્ત્રનાં વ્યાખ્યાનો સાંભળતો નથી, તે પુરુષને જગતમાં બધિર-મ્હરો જાણો. ૭૬ જે અવસરને ઉચિત બોલવાનું જાણતો નથી, તેને જ્ઞાની પુરુષો મૂક-મૂંગો કહે છે. ૨૩

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116