________________
૬
કપૂર મહેક-૭
(સવૈયા તેવીસા)
આપકું આપ કરે ઉપદેશ જ્યું, આપકું આપ સુમારગ આણે; આપકું આપ કરે સ્થિર ધ્યાનમેં, આપણું આપ સમાધિમેં તાણે. આપકું આપ લિખાવે સ્વરૂપશું, ભોગનકી મમતા નવ ઠાણે; આપકું આપ સંભારત યા વિધ, આપકો ભેદ તો આપ હિ જાણે. ૮ આપ થઈ જગજાળથી ન્યારો જયું, આપ સ્વરૂપમેં આપ સમાવે; આપ તજે મમતા સમતા ધર, શીલશું સાચો સનેહ જગાવે. આપ અલેખ અભેખ નિરંજન, પરજન અંજન દૂર વહાવે; યા વિધ આપ અપૂરવ ભાવથી, આપણો મારગ આપ હિ પાવે. ૯
સવૈયા તેવીસા-અર્થ
જે આત્મા પોતાને ઉપદેશ કરે છે, તે આત્મા આત્માને સન્માર્ગમાં લાવે છે, આત્મા આત્માને ધ્યાનમાં સ્થિર કરી પોતાના આત્માને સમાધિમાં લાવે છે. આત્મા આત્માના સ્વરૂપને ઓળખીને ભોગોની મમતાને કરતો નથી. આ રીતે જે આત્મા આત્માને સંભારે છે, તે આત્મા પોતાનો-આત્માનો ભેદ જાણે છે. ૮
આ આત્મા પોતે સંસારની જાળથી જુદો થઈ, પોતાના સ્વરૂપમાં પોતાને સ્થિર કરે, પોતે મમતાનો ત્યાગ કરી, સમતાને ધારણ કરી શીલ-સદાચાર સાથે સાચો સ્નેહ જાગ્રત કરે. આ આત્મા જેનું સ્વરૂપ લખાય નહિ એવો છે, અભેખ-ભેખ (વેશ) વિનાનો છે, નિરંજન-મૂળસ્વરૂપમાં કર્મરૂપ અંજન વિનાનો છે, અન્ય લોકોએ કરેલ અંજન-મિથ્યાત્વને દૂર કરનાર છે, આ રીતે આત્મા અપૂર્વભાવથી પોતાનો-આત્માનો માર્ગ પોતે જ પ્રાપ્ત કરે છે.
૯