________________
કપૂર મહેંક-૭ ‘ચિત્તનિરોધ તે ઉત્તમ ધ્યાન, ધ્યેય વીતરાગી ભગવાન; ધ્યાતા તાસ મુમુક્ષુ વખાન, જે જિનમત તત્ત્વારથ જાણ. ૩ લહી ભવ્યતા મોટો માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન;
ચેતનલક્ષણ કહીએ જીવ, રહિત અચેતન જાન અજીવ. ૪ પર "ઉપગાર પુણ્ય કરી જાણ, પરપીડા તે પાપ વખાણ; આશ્રવ કર્મ આગમન ધારે, સંવર તાસ વિરોધ વિચારે. ૫ નિર્મળ હંસ અંશ જિહાં હોય, નિર્જરા દ્વાદશવિધ તપ જોય; વેદ ભેદ બંધન દુઃખરૂપ, બંધ "અભાવ તે મોક્ષ અનૂપ. ૬
૮ ચિત્તનો નિરોધ કરવો-કાબૂમાં રાખવું, તે ઉત્તમ ધ્યાન છે. ૯ વીતરાગ ભગવંત એ ધ્યેય (ધ્યાન કરવા લાયક) છે. ૧૦ જે જે સંસારથી છૂટવાની ઇચ્છાવાળો (મુમુક્ષુ) એ ધ્યાતા છે, જે જિનેશ્વર મતના તત્ત્વોના અર્થને જાણે છે. ૩
૧૧ જેણે ભવ્યતા મેળવી છે, તે મોટું માન છે. ૧૨ ત્રણ ભુવનમાં અભવ્ય જેવું બીજું કયું અપમાન છે? અર્થાત્ અભવ્યપણું એ અપમાન છે. ૧૩ જેનામાં ચૈતન્ય હોય તે જીવ કહેવાય. ૧૪ ચેતના રહિત જીવ, તે અજીવ છે. ૪
૧૫ જે બીજા ઉપર ઉપકાર કરે, તે પુણ્ય જાણવું. ૧૬ જે બીજાને પીડા કરે, તે પાપ જાણવું. ૧૭ જે કર્મોનું આત્મામાં આગમન થાય, તે આશ્રય. ૧૮ “આવતા કર્મોને રોકવા, તે સંવર' એમ વિચારો. ૫
૧૯ આત્મા અંશથી નિર્મળ થાય, કર્મોનો જેનાથી આંશિક ક્ષય થાય તે બાર પ્રકારનો તપ, તે નિર્જરા જાણવી. ૨૦ વેદન, ભેદન અને બંધન જેનાથી થાય, તે કર્મબંધ દુઃખરૂપ છે. ૨૧ બંધનો અભાવ તે મોક્ષ છે, તેને કોઈની સાથે ઉપમા આપી શકાય નહિ. ૬