________________
૨૩
સયા-સાર્થ
જ્ઞાની જો મિલે તો જ્ઞાનધ્યાનકો વિચાર કીજે, મિલે જો અજ્ઞાની તો રહીજે મૌન ધારકે; ચિદાનંદ તત્ત્વ એહી આતમ વિચાર કરજે, અંતર સકલ પરમાદ ભાવ ગાયક. ૪૩ જૂઠો પક્ષ તાણે, વિના તત્ત્વકી પિછાણ કરે, પક્ષ જાય ઈસ અવતાર આય લીનો હે; ભયે હે પાષાણ ભગવાન શિવજી કહાત, બિદા (વિધુ) કોપ કરકે સરાપ જબદીનો હે; તિહું લોકમાંહિ શિવલિંગનો વિસ્તાર ભયો, વજ વજ કરી તાકું ખંડ ખંડ કીનો હે; ચિદાનંદ એસો મનમત ધાર મિથ્યામતિ મોક્ષમાર્ગ જાણ્યા વિના મિથ્યામતિ ભીનો હે. ૪૪
વિવેકરૂપ ક્ષાર મૂકી આત્મા સાથે મળેલાં કર્મોને છૂટાં પાડી દઈએ. જો જ્ઞાની મળે તો જ્ઞાન-ધ્યાનનો વિચાર કરીએ અને અજ્ઞાની મળે તો મૌન ધારણ કરીને રહીએ. હે ચિદાનંદ ! અંતરના સર્વ પ્રમાદભાવને ગાળી દઈને આ આત્મતત્વનો વિચાર કરીએ. ૪૩
હવે મિથ્યાત્વમતિવાળા કેવા હોય છે, તે કહે છે : તત્ત્વની ઓળખાણ વિના જેઓ ખોટો પક્ષ ખેંચે છે, તેઓ કહે છે કે : “મોક્ષમાં જઈને ઈશ્વર ફરી આવીને અવતાર લે છે, જે પત્થર હોય તેને શિવ ભગવાન કહે છે, બ્રહ્માએ કોપ કરીને જ્યારે શ્રાપ આપ્યો ત્યારે ત્રણે લોકમાં શિવલિંગનો વિસ્તાર થયો, ઇન્દ્ર વજથી તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા.' હે ચિદાનંદ ! આવો મિથ્યાત્વીઓ અસત્ય મત ધારે છે, તેઓ મોક્ષમાર્ગ જાણ્યા વિના મિથ્યામતિમાં રક્ત રહે છે. ૪૪ મહેક-૭૩