________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
પંચ સમિતિ ગુપતિધરા, ચરણ કરણ ગુણધાર; ચિદાનંદ જિનકે હિયે, કરુણાભાવ અપાર. ૩ સુરગિરિ હરિ સાયર સે, ઘર વીર ગંભીર; અપ્રમત્ત વિહારથી, માનું અપર સમીર. ૪ ઇત્યાદિક ગુણયુક્ત જે, જંગમ તીરથ જાણ; તે મુનિવર પ્રણમ્ સદા, અધિક પ્રેમ મન આણ. ૫ લાખ બાતકી એક બાત, પ્રશ્ન પ્રશ્નમેં જાણ; એક શત ચૌદે પ્રશ્નકો, ઉત્તર કહું વખાણ. ૬ પ્રશ્નમાળ એ કંઠમેં, જે ધારત નર-નાર;
તાસ હિયે અતિ ઉપજે, સાર વિવેક વિચાર. ૭ આચારોનું પાલન કરે છે, જેઓ સમતારસના સમુદ્ર છે, અને સત્તાવીશ ગુણોને ધારણ કરે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે, ચરણસિત્તરી અને કરણસિત્તરીના ગુણોને ધારણ કરે છે, જેઓના હૃદયમાં જ્ઞાનનો આનંદ છે, જે અપાર છે, જેઓ મેરુપર્વત સમાન ધીર છે, સિંહ સમાન વીર છે, સમુદ્ર જેવા ગંભીર છે, વાયુની જેમ અપ્રમત્ત વિહારવાળા છે. ૨-૩-૪ | ઇત્યાદિ જે ગુણયુક્ત હોય, તે જંગમતીર્થ સમાન જાણવા. તેવા મુનિઓને મનમાં અધિક પ્રેમ લાવીને હંમેશાં નમન કરું છું. ૫
અહીં જે પ્રશ્નો પૂછવામાં આવે છે, તે એક એક પ્રશ્નમાં લાખ વાતની એક વાત કહી છે, એવા એકસો ચૌદ (૧૧૪). પ્રશ્નોના ઉત્તર વ્યાખ્યાન કરી સમજાવી કહું છું. ૬
આ પ્રશ્નોની માળાને જે સ્ત્રી-પુરુષ કંઠમાં ધારણ કરે છે, તેઓના હૃદયમાં વિવેકના સારભૂત એવા ઘણા વિચારો ઉત્પન્ન થાય છે. ૭